વેબસાઈટના પહેલાં જ વિચારને, મારાં મિત્ર પ્રફુલ્લભાઇનો ઉષ્માભર્યો આવકાર મળ્યો, એ મારા માટે સદ્ભાગ્ય હતું, કારણકે, એમની મદદ વગર, આ પ્રયાસ સફળ નહિ થતે. પહેલા જ દિવસથી, મને મળેલો પ્રોત્સાહન, સતત અને મુલ્યવાન સમય અને કિંમતી સલાહસૂચનો માટે હું, એમની અતયંત ઋણી છું – મમ્મી પૂર્વેનો એમનો આદર, અને સ્નેહ, એમના પ્રેમભર્યા વલણમાં સ્પષટ રીતે નજર થાય છે. જયવતીબહેનનાં વિચારોને આકાર અને જીવ આપીને, પ્રફુલ્લભાઇએ એમને અમર બનાવ્યા છે. આ રચના પાછળ એમનો અઢળક પરિશ્રમ અને ઉત્સર્ગ છે – મારાં હૃદયપૂર્વક આભાર!
આ ઉપરાંત, “નવભારત સાહિત્ય મંડળ ” ના સંચાલક શ્રી અશોકભાઈ શાહની ઉત્સાહી મદદ અને પ્રોત્સાહન માટે હું તેમની આભારવશ છું –
આગળ જતાં, પ્રસારણ (Podcast) નું ઉપયોગી સુચન અને નિયમિત રસ લેવા માટે, ડૉક્ટર હર્ષભાઈ દહેજીયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું – માટે, જેથી, આજની ગતિશીલ સમાજમાં રહીને, પણ આપણે ટુંક પણ નિશ્ચિત સમય અમુક વાંચન અને ચિંતનમાં પસાર કરીયે તો, જીવન રસમય બની રહે.
જયવતીબહેનનાં લેખોને સ્વર આપીને જીવંત કરવાં માટે, હું કવિ ઉદયનભાઈ ઠક્કરની અત્યંત આભારી છું – ઉદયનભાઈ પોતે વ્યસ્ત હોવાં છતાં , અમુલ્ય સમય આપીને, આ પ્રસારણને સંકલન કરવા બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર માંગુ છું
અગ્રગણ્ય કલાકારો , ડૉક્ટર અમીબહેન ત્રિવેદી વોરા, શ્રી સનતભાઇ વ્યાસ અને શ્રી ઉત્કર્ષભાઈ મઝુમદાર નો ઉલ્લેખ અને આભાર કઈ રીતે કરું? એમનો જયવતીબહેન માટેનો પ્રેમ, આદર, લાગણી….અને, એમના જાદુભર્યા સ્વરમાં લેખોના પઠન માટે મારો હ્રદયપૂર્વક આભાર-
આખરમાં, મારાં સંતાનો અવનિ, આનંદ અને આકાશ – દરેકની વિચાર અને જીવન શૈલી પાછળ મમ્મીનો ખુબજ કિંમતી ફાળો છે. મારા પતિ અરુણનાં પ્રોત્સાહન, અને એની મમ્મી પરના અત્યંત પ્રેમભાવ એ મારુ સદ્ભાગ્ય હતું…
જયવતીબહેનનાં વર્ષોનાં વાચક મિત્રો અને આજના નવાં શ્રોતા મિત્રોને આ વેબસાઈટ અને પ્રસારણ માં સહભાગી થવા માટે સૌનો હું આભાર માંગુ છું.
અસ્મિતા ભાટિયા