વાસ્તવિકતામાં આપણે જીવવાનું છે. આ એક પડકાર છે, અને જેને આપણે સ્વીકાર કરવું જ રહ્યું, તો એ આનંદરૂપ બની શકે છે. જિંદગી અનેક મુશ્કેલી, વિધ્નોથી ભરેલી છે – આપણે વિપત્તિઓનો સામનો કઈ રીતે કરીયે છીએ એ જ મહત્વનું છે....
Read More પ્રાપ્તિ Buyસુખદુઃખની અદભુત રંગોળી એટલે જીવન! હકીકત છે કે જિંદગી તો પ્રશ્ન અને સમસયાઓથી ભરેલી છે. તેમ છતાં આ સુંદર , મોહક અને આહલાદ્ક છે. સુંજોગો અને પરિસ્થિતિ પર આપણો અંકુશ હોતો નથી. પરંતુ એ સંજોગોનો કેવો પ્રતિસાદ આપવો આ...
Read More પ્રાપ્તિ Buyઝાકળ બિંદુ નાનકડુ ટીપું ! અમૃતબિંદુ ! તેની માયા કેવી ઝાકઝમાળ હોય, પણ અંતે ક્ષણજીવી હોય. ઝાકળબિંદુ ગરમ લોહી પર પડે તો તરત જ નષ્ટ પામે છે. છીપમાં પડે તો મોતી બને છે. આપણા જીવનમાં પણ આપણે કોની સાથે...
Read More પ્રાપ્તિ Buyસુખ અને દુઃખ માનવીના જીવનમાં પોતમાં તાણાવાણાની માફક વણાયેલા છે. કોઈક કહે છે કે બસ ! હું તો જિંદગીમાં માત્ર સુખ જ લઈશ ! મનને કેવો મરોડ આપવો તે આપણે નક્કી કરવાનું છે. જિંદગીનો પ્રત્યેક દિન માણવાનો છે –...
Read More પ્રાપ્તિ Buyપરમતત્વથી તરફથી આપણને આ જિંદગીની અમૂલ્ય ભેટ મળી છે. એને દુઃખ અને નિરાશાથી વેડફી નાખવી કે આનંદમય પ્રસન્નતાભરી યાત્રા બનાવવી એ આપણા વિચારો અને અભિગમ ઉપર આધાર રાખે છે. જિંદગી ટૂંકી છે, ક્ષણભંગુર છે માટે આપણે હસી લઈએ, હસાવતા...
Read More પ્રાપ્તિ BuyTo My Dear Daughter This is a Translation of a very popular Book in Gujarati called “વહાલી દીકરીને” published in 2012. The translation of this book is in response to great interests expressed by many parents, to have such...
Read More પ્રાપ્તિ Buyશ્રીમતી જયવતી કાજીનું આ ઓગણીસમું પુસ્તક છે. સુખ-આનંદ તો મનની અવસ્થા છે. આપણે જો જિન્દગીને સુન્દર અને રસમય યાત્રા બનાવવાની હોય તો આપણે પોતે જ મનમાં સંકલ્પ કરવો પડશે કે “મારે ખુશ રહેવું છે”. “જીવનરસ છલકે” પુસ્તકમાં આ અંગે...
Read More પ્રાપ્તિ Buy‘વહાલી દીકરીને’ જયવતીબહેનનું આ ચોવીસમું પુસ્તક છે – આમાં ગુંથાયેલ પત્રો ‘વહાલી દીકરી શુચિને’ એ આજની તમામ શિક્ષિત યુવાન દીકરીઓને ઉદ્દેશીને લખાયેલા છે. એમની અંગત સુખદુઃખની, મથામણની અને દ્વિધાની અંતરંગ વાતો, જયવતીબહેન સુંદર રીતે રજૂ કરી છે. લેખિકા ભારતીય...
Read More પ્રાપ્તિ Buyપરિવર્તનશીલ જગતમાં સંબંધોના પરિમાણો પણ બદલાતા શીખવું જોઈએ. ‘જડતા એ શિસ્ત નથી’ એ જો વડીલો સમજે અને ‘સ્વચ્છંદતા એ સ્વતંત્રતા’ નથી એ જો નવી પેઢી સમજે તો અવસ્થા ભેદ (generation gap) અદ્રશ્ય બની જાય.
Read More પ્રાપ્તિ Buyજયવતબહેન લખે છે કે , જિંદગીમાં એક જ માર્ગે એક જ વખત પસાર થવાનું છોય છે, તો પછી એનો પ્રત્યેક દિન શા માટે ઉત્કટાથી ન જીવવો? રોજ રોજ નવું પરોઢ ઉજવીએ। આપણે ઉદાસીભર્યા વાદળના નહિ પણ ચમકતા સોનેરી સૂર્યપ્રકાશના...
Read More પ્રાપ્તિ Buyજીવન અને જગત પરિવર્તનશીલ છે. બધા પરિવર્તનનો અને સંઘર્ષો વચ્ચે માનવીને જીવવાનું છે. પ્રત્યેકનો પોતાનો આગવો અનુભવ હોય છે. પરંતુ દુનિયાના કેટલાક ચિંતકો, વિચારકો અને સાહિત્યસર્જકોએ ઊંડાણથી ચિંતન કર્યું છે. ગહરાઈથી તેઓ જીવ્યા છે. જયવતીબહેને એમના લખાણનો નજદીકથી અભ્યાસ...
Read More પ્રાપ્તિ Buyવાસ્તવિકતામાં આપણે જીવવાનું છે. આ એક પડકાર છે, અને જેને આપણે સ્વીકાર કરવું જ રહ્યું, તો એ આનંદરૂપ બની શકે છે. જિંદગી અનેક મુશ્કેલી, વિધ્નોથી ભરેલી છે – આપણે વિપત્તિઓનો સામનો કઈ રીતે કરીયે છીએ એ જ મહત્વનું છે.
આ નિભંધસંગ્રહમાં પસંદ કરેલા વિવિધ લેખ, છેલ્લા ચાર દાયકા દરમ્યાન “મુંબઈ સમાચાર”,” જન્મભૂમિ”, “સંમર્પણ”, અને “અખંડઆનંદ” જેવા પ્રતિષ્ઠિત સમાચારમાં પ્રસિદ્ધ થયા છે. મને આશા છે કે, વાચકોને આ પુસ્તક પ્રેરણાજનક બનશે એ આશા અને નમ્ર ઈચ્છા સાથે આ ੨૮ મું પુસ્તક “સ્વીકાર” આપનાં હાથમાં પ્રેમપૂર્વક મુકું છું.
Nice, Good : By Anonymous
એક ખ્યાતનામ અમેરિકન મનોવિજ્ઞાનીએ કહ્યું છે:
‘વાસ્તવિક હકીકતો કરતાં આપણું વલણ વધારે મહત્ત્વનું છે.’ આપણું વલણ-આપણો અભિગમ બદલવો, એ અઘરું છે- મુશ્કેલ છે, પણ સાવ અશક્ય નથી. હા, એ માટે સમજપૂર્વક પ્રયત્ન કરતાં રહેવું પડે. અહીં પ્રશ્ન છે, નવું જાણતાં રહેવાનો, સતત શીખતાં રહેવાનો અને વિચારો અને જીવનશૈલીને તપાસતાં-ચકાસતાં રહેવાનો. સંજોગો અને પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરફાર કરતાં રહેવાનો. નવા નવા વિચારોને ફેરફારોને અને ખાસ તો વિજ્ઞાન અને યંત્રવિદ્યાને ક્ષેત્રે અવનવી શોધોએ માનવજીવન જે ધરખમ પરિવર્તન આણ્યું છે, એને સમજીને – એનાથી શક્ય તેટલા
પરિચિત રહી. આપણે આપણી જાતને ‘અપડેઈટ’ અને ‘અપગ્રેઈડ’ કરતાં રહેવાનું મહત્ત્વનું બન્યું છે. એમ જ કહોને કે આપણે માટે એક મોટો પડકાર ઊભો થયો છે!
આજે તો એવો સમય આવ્યો છે કે ‘સેલ ફોન-’ ‘કૉમ્પ્યુટર’-‘વેબ સાઈટ’ વગર ઘડી પણ ચાલે નહિ.‘કૉમ્પ્યુટર અને ‘વેબ સાઈટ’ એટલે વિદ્યા-જ્ઞાન અને માહિતીનો ખજાનો. નાનકડા સેલફોને તો આજે દુનયાને મુઠ્ઠીમાં કરી લીધી છે! એક નાનકડું મશીન ‘ઈ મેઈલ કરે’- ટેકસ્ટ મેસેજ મોકલે- તમારા મહત્ત્વના ઉપયોગી ટેલિફોન નંબરો તમારા માટે સાચવે નાનકડું બટન દબાવો અને તમને જણાવી દેશે તમારા ‘missed messages’! આ ઉપરાંત કેમેરાની માફક એ ફોટો પણ પાડે! નિત નવી ટેકનૉલૉજી માનવીની સેવામાં હાજર થતી જાય છે એટલે તો આજના યુગને ‘આઈ.ટી.’નો યુગ કહે છે.
આપણી દુનિયા વિજ્ઞાન અને ટેકનૉલૉજીની નિતનવી શોધોને લીધે ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. આપણે ભટકી જઈએ એટલું બધુ દુનિયામાં અવનવું બની રહ્યું છે. આઈ.ટી. ટેકનૉલૉજીએ દુનિયાને સાવ નાની બનાવી દીધી છે. સંદેશવ્યવહારનાં દ્વાર ખોલી નાખ્યાં છે. આ કારણે આપણી જીવનશૈલીમાં અને વ્યવહારમાં તેમ જ માનવ સંબંધોમાં જબરજસ્ત પરિવર્તન આવી રહ્યું છે. આટલાં બધાં પરિવર્તનો ક્યારે પણ નહોતાં આવ્યાં
કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આર્ષ વાણીના પડઘા ચોગમ સંભળાય છે.
‘ચાલતો થા, અહીંથી જૂનાપુરાણા સમય
કેમ કે, આરંભી છે નૂતને અવનવી રમત.’
આજનાં બાળકો કિશોરો અને યુવાપેઢીને આ બધું સ્વાભાવિક લાગે છે. તેઓ ઝડપથી નવાં નવાં ઉપકરણોનો ઉપયોગ શીખી જાય છે. સાત આઠ વર્ષનાં બાળકો કૉમ્પ્યુટર પર વિવિધ રમતો રમતાં હોય છે. કિશોરો અને યુવાનોને તો સેલફોન, બ્લેકબેરી, લેપટોપ- આ બધાંનો ઘડીનો વિરહ પણ અસહ્ય થઈ પડે છે! પરંતુ આ બધું સ્વીકારવું-સમજવું અને સુમાહિતગાર રહેવું પ્રૌઢો અને વયસ્કો માટે કસોટીરૂપે છે, પરંતુ આ નવી પરિસ્થિતિનો સાવ અનાદર કરવાનું કોઈને પોષાય એમ નથી. એનું હાર્દ સમજવા માટે આપણે આપણાં મનની બારીઓ ખુલ્લી રાખવી પડશે. મનની
બારી બંધ કરી, એના પર પડદા નાખી આપણી પરંપરાગત માન્યતાઓમાં પુરાઈ નૂતનનો સદા વિરોધ કરવો એ યોગ્ય નથી. નવા યુગબળને નહિ ઓળખીએ અને એને અનુકૂળ થવાનો પ્રયાસ નહિ કરીએ તો સંભવ છે કે નવી પેઢીથી અને બદલાતાં જીવન અને જગતથી આપણે વિમુખ થઈ જઈએ. એનાથી આપણે દૂર હડસેલાઈ જઈએ.
આપણે જ્યારે નવું વાંચતાં – નવું શીખતાં – નવું વિચારતાં રહીએ છીએ ત્યારે આપણું જીવન વહેતું રહે છે. એનાથી જીવનમં ઉત્સાહ, ઉમંગ અને ચૈતન્ય આવે છે. જીવન વધુ રસમય બને છે. સમયાનુસાર વિચારોમાં ફેરફાર કરી, બદલાતા સંજોગો અને સંબંધોના સ્વરૂપ સાથે અનુકૂળ થઈ તાલ મેળવતાં રહેવું એ મને લાગે છે કે જબરજસ્ત આવડત અને સૂઝ છે. જીવનના આનંદ અને સુખની એ ગુરુચાવી છે. આપણી સામાન્ય વૃત્તિ તો હોય છે, ‘જે ચાલતું હોય તે ચાલવા દો.’ મારે કંઈ આ બધું શીખવું નથી.’ ‘જેમ જીવીએ છીએ તે જ બરાબર છે. આટલાં વર્ષો આમ જ કરતાં હતાં ને!’ આમ ઘણાને કહેતાં તમે સાંભળશો, પરંતુ આ જાતની માનસિકતા યોગ્ય નથી. આ તો એક પ્રકારની જડતા થઈ. ખબર નહિ! આપણે આ સમજીએ છીએ, પરંતુ સામાન્ય રીતે આપણે મનોમન ઈચ્છીએ છીએ કે જીવન એ જ પાટા પર થંભી જાય! બધું યથાવત્ રહે તો કેવું! આપણને જે ફાવી ગયું છે, જેનાથી ટેવાઈ ગયા હોઈએ તે બદલાય કે બદલવું પડે તે આપણને રુચતું નથી! વર્ષોથી ગૅસ સ્ટવ પર રાંધતાં હોઈએ તો માઈક્રોવેવ ઓવનમાં રાંધી લેતાં ખચકાટ થાય છે. લૅન્ડ લાઈન પર કોડલેસ ફોન વાપર્યાં કરતાં હોઈએ પછી સેલફોન પર જતાં શરૂઆતમાં થોડુંક અડવું લાગે! તેવી જ રીતે ઘરમાં ત્રણ વખત પહેલાં ટપાલ આવતી. સ્વજનો – મિત્રોના સ્વહસ્તે લખેલાં લાંબા પત્રો આવતાં. એક નહિ પણ બે ત્રણ વખત વાંચવાનો આનંદ લેતાં! હા! એમાં વધુ આત્મીયતા હતી. લખનારની લાગણીનો એમાં સ્પર્શ થતો. એટલે ‘ઈ-મેઈલ’ – ‘ટેકસ્ટ મેસેજ’ – ‘લેપ ટૉપ’ ‘વેબસાઈટ’ બધું ભલે ખૂબ જ ઉપયોગી – ઝડપી અને મદદરૂપ હોય તો પણ પ્રૌઢોને-વડીલોને એમા કશુંક મહત્ત્વનું ખૂટતું લાગવાનું.
આ બધું શીખવું અને અપનાવવું એમને જરૂર અઘરું લાગે. એમને ગુસ્સો પણ આવવાનો. ઘણીએ વખત થવાનું આજના જુવાનિયાઓ ક્યાં તો કાને કે હાથમાં સેલફોન લઈને જ જીવતાં હોય છે! કલાકો સુધી કૉમ્પ્યુટર પર કોણ જાણે કેમ તેઓ ચીટકી રહે છે! પ્રશ્ન એ છે કે યુવા પેઢી સાથે સતત ભાવ સંક્રમણ – Communication ચાલુ રાખવું હોય તો એમના જીવનના એક અતિમહત્ત્વના અંગરૂપ આ બધાં ઉપકરણોને ભાંડવાથી કંઈ નહિ વળે. એમનો વ્યવહાર SMS દ્વારા જ ચાલે છે! એમની સાથે અને જમાના સાથે ઝઘડો અને સંઘર્ષ કરવાથી કશું જ વળવાનું નથી, પણ
એમને આપણાથી વિમુખ કરી દઈશું. જૂનું જાય અને નવું આવે એ સૃષ્ટિનો ક્રમ છે! આ લખતી વખતે મને સ્મરણ થાય છે મારા એક વડીલ સ્નેહીનું. સ્વ. મીઠુબહેનનું. તેમનો પુત્ર – તેમનો પરિવાર અમેરિકામાં સ્થિર થયો હતો. તેઓ એમનાં પૌત્ર – પૌત્રી સાથે વાતચીત કરી શકે એમના સમાચાર પૂછતાં રહી શકે માટે તેઓ 80 વર્ષે ઈ.મેઈલનો ઉપયોગ કરતાં શીખ્યાં! યુવા પેઢી સાથે સંકળાયેલાં રહેવા માટે આ જરૂરી છે.
આપણે આપણું દિવાનખાનું – શયનખંડ – રસોડું – એ બધું અદ્યતન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સલિલ એની ફૅકટરીને ‘અપગ્રેઈડ’ કરવાનો વિચાર કરે છે તો આસ્થા પોતાના ‘વોર્ડરોબ’ને વધુ આધુનિક કરવાની કોશિશ કરતી રહે છે. આ બધી બહારની વસ્તુઓને ‘અપગ્રેઈડ’ કરવાની આપણને જરૂર લાગતી હોય તો પછી આપણાં વિચારોનું – આચરણનું – ચિંતન, મનન, જ્ઞાનનું શું? આપણા મનોભાવનું શું? આપણા માંહ્યલાનું શુ? એ જે ઘણું મૂલ્યવાન અને મહત્ત્વનું છે તેનો વિચાર કરવાનો નહિ? આપણાં આંતરિક ઊર્ધ્વીકરણનું શું? આનો પણ આપણે સાથે સાથે વિચાર કરી એ દિશામાં આગળ વધતાં રહીએ તો જ સાચા અર્થમાં જીવનને આપણે ‘અપગ્રેઈડ’ કર્ય઼ું છે એમ કહી શકીએ. આ ક્રિયા તો સતત ચાલતી જ રહેવી જોઈએ.
જીવનની પ્રત્યેક અવસ્થા બદલાવ માગતી હોય છે. સાહસિક શોધકોની માફક જીવનના પ્રત્યેક તબક્કે આપણે અજ્ઞાતમાં પ્રવેશ કરીએ છીએ. આથી જીવન એક સાહસયાત્રા બની રહે છે હા! જીવનના દરેક ફેરફારને સારીનરસી બે બાજુ તો હોય છે જ. પ્રગતિ – વિકાસ અને પરિવર્તનનું પણ આવું જ છે…
આ લખતી વખતે મને રોનીનો અનુભવ યાદ આવે છે રોની મારી પુત્રી અસ્મિતાની સહકાર્યકર છે. ત્રીસેક વર્ષથી એ બૅન્કમાં કામ કરે છે. એ ઘણી કુશળ અને બુદ્ધિશાળી છે. બૅન્કમાં એ ઊંચા હોદ્દા પર છે. એનું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું, એટલે એ બૅન્કની શાખામાં ગઈ. ક્રેડિટ કાર્ડ વિભાગમાં ત્રીસેક વર્ષની એક સ્માર્ટ યુવતી કામ કરતી હતી. એની સાથે રોનીએ પોતાના ક્રેડિટ કાર્ડની વાત કરી. પેલી યુવતીએ કહ્યું, ‘મેડમ તમારું કામ થઈ જશે.’
‘ક્રેડિટ કાર્ડ લેવા માટે ક્યારે આવું?’ રોનીએ પૂછ્યું હતું.
‘ના આવવાની કંઈ જરૂર નથી’ એને જવાબ મળ્યો.
‘તો પછી મને ખબર કેવી રીતે પડશે?’ રોનીએ પૂછ્યું
‘મેડમ! તમે ‘વેબસાઈટ’ પર તમારા ક્રેડિટ કાર્ડનું સ્ટેટસ જોઈ લેજો.’
‘મને સમજ ન પડી’. રોની વિચારમાં પડી ગઈ હતી.
‘તમારું બૅન્કિંગ તમે ‘ઑનલાઈન’ કરી શકો.
‘પણ મેં તો ‘ઑનલાઈન’ બૅન્કિંગ ‘સાઈન અપ’ નથી કર્ય઼ું! આ સાંભળી પેલી યુવાન કર્મચારી નવાઈ પામી ગઈ. ‘શું વાત કરો છો તમે? મેડમ! તમે હવે ઈન્ટરનેટ પર બધું જ કામ કરી શકો છો. બસ! તમારે તમારી જાતને ‘અપડેઈટ’ કરતાં રહેવાનું’.
રોનીને થયું હતું, જોતજોતામાં કેટલું બધું બદલાઈ ગયું? આજકાલની જુવાન છોકરીને એમ લાગે છે કે એને કશું ખબર નથી! આપણે પણ આવું જ નથી લાગતું? અરે! કેટલીય વખત 8-10 વર્ષનાં બાળકોને આ બધું ઘણું જ આવડતું હોય છે આપણે એમની મદદની જરૂર પડતી હોય છે…
અસ્મિતાની આ વાત સાંભળી હું ખડખડાટ હસી હતી. વાત તો એ જ છે. જેમ જગત સાથે – બદલાતી જીવનશૈલી સાથે અને નવી ઊગતી પેઢી સાથે સંકળાયેલાં રહેવું – ‘કનેકશન’ રાખવું જરૂરી છે, તેવી જ રીતે એ બધાથી અલગ – અલિપ્ત થતાં પણ શીખવાનું છે. ‘Connection’ના જેટલુંજ ‘disconnection’ પણ ઘણું મુશ્કેલ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ‘detached attachment’ – લગાવ-લાગણી પ્રેમ-સંબંધ એ બધુંય છતાં અંદરની અલિપ્તતા… જીવનની આજ મોટી કસોટી છે. ખરું ને?
સુખદુઃખની અદભુત રંગોળી એટલે જીવન! હકીકત છે કે જિંદગી તો પ્રશ્ન અને સમસયાઓથી ભરેલી છે. તેમ
છતાં આ સુંદર , મોહક અને આહલાદ્ક છે. સુંજોગો અને પરિસ્થિતિ પર આપણો અંકુશ હોતો નથી. પરંતુ એ
સંજોગોનો કેવો પ્રતિસાદ આપવો આ આપણા હાથમાં છે.
આપણા ૭0 – ૮୦ વર્ષના આયુષ્યનાં હ્ર્દયનાં એ અસંખ્ય ધબકારનાં ગાળામાં, આપણે કેટલો સમય ખરેખર
જીવતા હોઈએ છીએ? કદાચ ૨୦ ટાકા હોય તો પણ સારું! આ યુગમાં વિદ્યાને કરેલા ચમત્કાર સર્જ્યા છે, જે આપણે
કૌતિકવૃત્તિથી માંણવાનાં છે. આશ્ચર્ય, જિગન્યાસા , પ્રેમ, અને હાસ્યથી આપણે જીવંત રહેવાનું છે. આપણા મનમાં અને
હૃદયમાં આ ધડકનને, આનંદ, સ્મિત, આંસુથી જાગૃત રાખવાની છે – રોમ રોમ જીવંત રહેવાનું છે!
શ્રીમતી જયવતી કાજીની ગદ્યશૈલી ખુબ જ સરળ છે. સમાજજીવનનાં વિવિધ પાસાંઓ અને માનવજીવનની સુક્ષમ બાબતોનું ઝીણું કાતરણ કરવાની તેમની કુનેહ એમની દરેક કૃતિમાં સ્પષટપણે તરી આવે છે. મહિલાઓની સમસ્યાઓનું આંકલન કરવું એ એમની મુખ્ય વિષય છે.
જયવતીબહેનના આ ઓગણત્રીસમાં પુસ્તકમાં મુકાયેલા નિબંધો સરળ અને સહજ ભાવે લખ્યા છે. એમના નિબંધસંગ્રહ “દીવાલ નહિ પણ સેતુ” ને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નિબંધ સંગ્રહનું પારિતોષક એનાયત થયું હતું.
ઓલ ઇન્ડિયા રેડિયો પાર મહિલાઓ અને બાળકો માટેના કાર્યક્રમોના નિમાત્રિ તરીકે ૨૨ વર્ષ સેવા આપનારા જયવતીબહેનની “મુંબઈ સમાચાર”, “જન્મભૂમિ”, નવનીત સમર્પણ”, અને “અખંડ આનંદ” માં વર્ષો સુધી કૃતિઓ પ્રગટ થતી રહી હતી.
કિતાબની દુનિયા
મુંબઈ સમાચાર – ૨୦૧૭
ઝાકળ બિંદુ નાનકડુ ટીપું ! અમૃતબિંદુ ! તેની માયા કેવી ઝાકઝમાળ હોય, પણ અંતે ક્ષણજીવી હોય. ઝાકળબિંદુ ગરમ લોહી પર પડે તો તરત જ નષ્ટ પામે છે. છીપમાં પડે તો મોતી બને છે. આપણા જીવનમાં પણ આપણે કોની સાથે સંગ થાય છે તેના પર જીવનની મહાનતાનો કે અધમતાનો આધાર છે. આ પુસ્તકમાં જયવતીબહેને એમનાં ઉંડાણ વાંચન અને ચિંતનની શક્તિઓ જીવનને કેમ આનંદમય બનાવવું એ સુંદર રીતે રજૂ કર્યું છે.
અલૌકિક ગુણસંપત્તિથી ઓપતા અદના માનવરત્નોની આ કથાઓ આપણી સવેંદનાને ઝંકૃત કરે છે. આવી અણમોલ માનવ ઝાકળબિન્દુઓની ભીની ભીની સુવાસ માનવઆ મળે છે.
બાબુલાલ ગોર,
કચ્છમિત્ર – 2014
આવું કંઈ થશે તો હું શુ કરીશ ? ભવિષ્યમાં આવું કંઈ બને, આ પ્રકારની કોઈ મુશ્કેલી આવી પડે તો શું થશે ? એવી કલ્પના કરી આપણે દુઃખી થઈએ છીએ. અમારા મિત્ર ડૉ. અમૂલ શાહે આવી મનોદશા વિષે એક સુંદર પ્રસંગ કહ્યો હતો :
એક માણસને ખાસ મહત્વના કામ અંગે એકાએક લગભગ 200 માઈલ દૂરને સ્થળે જવાનું થયું. રાત પડી ગઈ હતી, પણ ગયા વગર ચાલે એમ નહોતું એટલે એની મોટરમાં એકલો નીકળી પડ્યો. થોડેક દૂર ગયા પછી એને વિચાર આવ્યો કે ઘેર પહોંચતાં મધરાત થઈ જશે. હું એકલો છું અને રસ્તો નિર્જન છે, મોટર બગડે તો શું થશે ? મોટરના ટાયરનું પંક્ચર થાય તો શું કરીશ ? આ વિચારે એ ખૂબ ગભરાઈ ગયો છે ! ‘જેક’ નથી અને મોટરને પંક્ચર થાય તો શું કરીશ ? રાતનો સમય અને એકાંત રસ્તો ! મદદ પણ કોની મળે ? એ વિચારે એને તો આખે શરીરે પરસેવો વળી ગયો ! ‘શું થશે ?’ ‘શું થશે ?’ એ ગભરાટમાં એ મોટર ચલાવતો રહ્યો. ગામની લાઇટ દેખાવા માંડી… એ પહોંચવામાં જ હતો. હાશ ! સ્થળ આવી પહોંચ્યું ! એણે નિરાંતનો શ્વાસ લીધો. ન તો મોટર બગડી કે ન તો પંક્ચર પડ્યું, પણ આખે રસ્તે ‘જેક નથી’ ‘જેક નથી’ એ ચિંતામાં દુઃખી થતો રહ્યો ! મોટે ભાગે આપણે પણ ભવિષ્યની આવી ચિંતામાં જ જીવીએ છીએ. મુશ્કેલીની કલ્પના કરી કરીને આપણે દુઃખી થઈએ છીએ.
આપણી મોટામાં મોટી ભૂલ એ થાય છે કે આપણે આપણા મનને આપણી જાત માની લીધી છે. આપણો હાથ કે આપણો પગ આપણો ખરો, પણ ‘આપણે’ નથી. આપણો દેહ આપણો આત્મા નથી. દેહ અને આત્મા બંને જુદા છે, તેમ. ‘આપણે’ આપણું મન નથી. જ્યારે મન સ્થિર થાય ત્યારે જ આપણે આપણા સ્વરૂપને – આપણા અસ્તિત્વને પિછાણી શકીએ. આ અંગેની જાણ એટલે જ ‘સમ્યક્ જ્ઞાન.’
થોડાંક વર્ષો પહેલાંની વાત છે. મારે અમદાવાદ જવાનું થયેલું. અમારાં વર્ષો જૂના મિત્રને મળવા ગયાં. ઉંમર થવા છતાં એમનો વાંચનનો શોખ એટલો જ ઉત્કટ રહ્યો હતો. સતત વાંચતા રહે.
‘જુઓ, આ પુસ્તક – ‘The Power of Now.’ મને ખૂબ જ ગમ્યું છે. તમે એ લઈ જાવ. તમને ગમશે. એ પુસ્તક હું લઈ આવી. ધીમે ધીમે વાંચીને પૂરું કર્યું. મારા દિલમાં એ પુસ્તક વસી ગયું. લેખક એકહાર્ટ ટોલે – ‘Eckhart Tolle’ એમના પુસ્તક ‘The Power of Now’માં આપણને સમજાવતાં કહે છે :
‘જ્યારે તમે માત્ર વર્તમાનમાં હો, તમારું બધું જ ધ્યાન આ ક્ષણ પર ‘Now’ પર હોય, અબઘડી પર, આ પળ પર હોય ત્યારે તમારા અસ્તિત્વની ‘Being’ની અનુભૂતિ થઈ શકે. આ અસ્તિત્વ પ્રત્યે જાગૃત થવું અને સ્વપ્રાપ્તિની સ્થિતિમાં રહેવું એનું નામ જ્ઞાન.’
તેઓ કહે છે, ‘મોટા ભાગનું દુઃખ માણસે પોતે જ ઊભું કરેલું હોય છે. જ્યાં સુધી તમારું મન તમારા જીવનનો દોરીસંચાર કરતું રહે છે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ. આપણે જે દુઃખને ઊભાં કરીએ છીએ તે વર્તમાનના અચેતન વિરોધને કારણે છે. દુઃખની ઉત્કટતા તમે વર્તમાન ક્ષણનો કેટલો પ્રતિકાર કરો છો તેના પર છે. તમે જેટલે અંશે વર્તમાનનો આદર કરી શકો અને ‘Now’નો આ ક્ષણનો સ્વીકાર કરો એટલું દુઃખ ઓછું. તમે સમજી લો કે વર્તમાન પળ જ તમારી પાસે છે અને એ તમારી છે. તમે એ ક્ષણને જિંદગીનું ફોકસ બનાવો.
ઝેન તત્વજ્ઞાન પણ કહે છે, ‘સંપૂર્ણપણે વર્તમાન ક્ષણનો સ્વીકાર કરો, પછી નહિ રહે કોઈ સમસ્યા, કોઈ વેદના કે દુઃખ !’
સૂફી કવિ રૂમિ કહે છે, ‘ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને પરમાત્માને આપણી દ્રષ્ટિની બહાર રાખે છે. એ બંને સળગાવી દો. તમારી પાસે જે છે તે અત્યારની ક્ષણ છે. તમે વર્તમાન ક્ષણમાં રહેલી શક્તિને અનુભવો અને તમારા સ્વરૂપને, તમારા સંપૂર્ણ અસ્તિત્વને પિછાણો.’
લેખક એકહાર્ટ કહે છે કે આપણે બધા ‘Habitual waiter’ છીએ ! આખું જીવન આપણે પ્રતીક્ષામાં જ ગાળી નાખીએ છીએ. આ પ્રતીક્ષા જ આંતરિક સંઘર્ષ ઊભો કરે છે ! તમે અત્યારે અને અહીં જ છો તે તમને ગમતું નથી. એ તમને નથી જોઈતું અને તમે નથી ત્યાં તમારે જઈ પહોંચવું છે !
તમે તમારી પાસે જે છે – તમે જે મેળવ્યું છે તે માટે – તમારી હયાતી માટે, તમારા અસ્તિત્વ માટે, આ વર્તમાન ક્ષણ માટે તમે પરમતત્વના અહેસાનમંદ રહો એમાં જ જીવનની સાચી સંપત્તિ રહેલી છે. જીવનનું એ જ મોટું ઐશ્વર્ય છે. ભૌતિક સુખો ક્ષણજીવી હોય છે. નાશવંત હોય છે. આજે જે છે તે કાલે નહિ હોય એટલે જ એ સુખમાં જ દુઃખનાં મૂળ રહેલાં હોય છે. આપણે સમજી અને સ્વીકારી લઈએ કે સુખ કે દુઃખ એ આપણે નથી. એ તો માત્ર જીવનની પરિસ્થિતિ અને સંજોગો છે. દુઃખથી ઉદ્વિગ્ન થવાનું નથી અને સુખથી છકી જવાનું નથી. જ્યાં સુધી બધાં સુખસગવડનાં સાધનો હોય ત્યાં સુધી એને ભોગવીએ, પછી એનાથી અલિપ્ત થઈ જવાનું.
त्यकतेन भुंजिया
આપણાં બધાંની એક જ ઇચ્છા હોય છે. સુખ, શાંતિ અને આનંદથી જીવવું છે, પણ એ માટે આવતી કાલની ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી. આવતી કાલની કોને ખબર છે ? ભગવાન શ્રી રામચંદ્રજીને પણ ખબર નથી કે આવતી કાલે રાજ્યાભિષેકને બદલે વનવાસ મળશે ! કોને ખબર છે ! ‘કલ હો ના હો’ એ ફિલ્મનું આ ગીત કેટલું સુંદર છે :
‘હર પલ બદલ રહી હૈ રૂપ જિંદગી
છાંવ હૈ કભી, કભી હૈ ધૂપ જિંદગી
હર પલ યહાં, જી ભર જીઓ, જો હૈ સમા
કલ હો ના હો…’
આજનો દિવસ આ ક્ષણ આપણે માટે ગેરંટી છે…
માટે જ આ ક્ષણને સજાવી લઈએ.
‘નથી ખબર ક્ષણ કેવી ઊગશે
આજની ક્ષણને હસતી રાખીએ !’
સુખ અને દુઃખ માનવીના જીવનમાં પોતમાં તાણાવાણાની માફક વણાયેલા છે. કોઈક કહે છે કે બસ ! હું તો જિંદગીમાં માત્ર સુખ જ લઈશ ! મનને કેવો મરોડ આપવો તે આપણે નક્કી કરવાનું છે. જિંદગીનો પ્રત્યેક દિન માણવાનો છે – પ્રત્યેક સૂર્યોદયને આશા અને શ્રદ્ધાથી વધાવીએ – આ પુસ્તકમાં જયવતીબહેન એમની સરળ અને ઊંડી સમજદારીથી આ વિષાદમાંથી કેમ ઊગરવું એના ખૂબ જ સુંદર ઉદાહરણ આપ્યા છે.
આ પુસ્તકનું પ્રત્યેક પ્રકરણ વિચારપ્રેરક છે. જિંદગી જીવવાની જડીબુટ્ટી જયવતીબેન આપણી સાથે માણી રહ્યા છે. ધન્ય હો!
– રસીલા શાહ
જન્મદિને, લગ્નપ્રસંગે, લગ્નતિથિએ, નૂતનવર્ષે કે પછી જીવનનો કોઈ પણ મહત્વનો અને શુભ પ્રસંગ હોય ત્યારે લોકો આશીર્વાદ આપતાં કહે છે : ‘સુખી થજો.’ માણસની ઇચ્છા સુખી થવાની હોય છે. એને સુખી થવું હોય છે. એને સુખ અને શાંતિ જોઈતાં હોય છે. સુખી થવા માટે એ મથામણ કરે છે, છતાં કોણ જાણે કેમ સુખ અને શાંતિ ચંચલ પતંગિયાની માફક એને પકડવા જઈએ, એની પાછળ દોડીએ તેમ દૂર ને દૂર ઊડી જાય છે ! સુખ અને શાંતિને બદલે આજના આપણાં જીવનમાં અશાંતિ, અજંપો અને ઉદ્વેગ ખૂબ વધી ગયાં છે.
અમેરિકા તો વિશ્વનો ઘણો સમૃદ્ધ દેશ છે. જીવનમાં ઘણી સગવડ છે, છતાં લોકોના મનને શાંતિ નથી. ‘ટેન્શન’ને લીધે ઊંઘવા માટે ગોળીઓ લેતા હોય છે. વધુ ને વધુ લોકો માનસિક ‘ડિપ્રેશન’નો ભોગ બનતાં જાય છે. સમજ નથી પડતી કે આવું કેમ બને છે ? આપણી જીવનશૈલી ખોટી છે ? આપણી વિચારધારામાં ક્ષતિ છે ? પ્રગતિની એ કિંમત છે ? કે પછી માનવીની એ નિયતિ જ છે ? સુખ એ શું મૃગજળ છે ? સુખ માટેની માનવીની ઝંખના એ શું માત્ર ઝંખના રહેવા જ સર્જાઈ છે કે પછી માનવીને સુખ શું છે એની જ ખબર નથી ?
એમ થાય છે કે કૉલેજનો અભ્યાસ પૂરો થાય એટલે બસ ! પછી થાય છે કે સરસ નોકરી મળી જાય એટલે થયું ! નોકરી-વ્યવસાયમાં સ્થિર થઈએ એટલે
નિરાંત ! પછી એક સુંદર, ‘સ્માર્ટ’ મનગમતી યુવતી સાથે લગ્ન થાય એટલે સુખી ! પણ વાત ત્યાં અટકતી નથી. પછી જોઈએ છે એક ઘર, મોટર અને વધુ પૈસા. બાળકો મોટાં થઈ જાય અને ભણી રહે એટલે જવાબદારી પૂરી ! પછી નિવૃત્ત થઈ જઈશું અને શાંતિથી સુખચેનમાં જીવન પૂરું કરીશું ! આપણી પાસે દસ હજાર રૂપિયા એકઠા થાય છે, ત્યાંરે આપણને થાય છે એક લાખ હોય તો સારું ! નાની મારુતિ ગાડી આવે છે ત્યારે મર્સિડીઝ હોય તો કેટલું સારું એમ થાય છે. આમ, આપણી અપેક્ષાઓ વધતી જાય છે. લાલસા વધતી જાય છે. મનમાં અસંતોષનો અગ્નિ જલતો રહે છે અને એની સાથે સુખ-શાંતિ-નિરાંત આઘાં ને આઘાં ઠેલાતાં જાય છે.
આપણે મેળવીને કે મેળવતાં જઈને અટકી જતાં નથી. પણ સતત બીજાંને જોતાં રહીએ છીએ. બીજા લોકો સાથે સરખામણી કરતાં રહીએ છીએ. તમે કહેશો કે એ તો સ્વાભાવિક છે. બીજાનું જોઈને આપણે શીખતાં અને સુધરતાં જવું જોઈએ. એમ ન કરીએ તો આપણો વિકાસ કેવી રીતે થાય ? બીજા સાથેની સરખામણી અને સ્પર્ધા અમુક હદ સુધી ઠીક છે, પણ જ્યારે એ સમગ્ર જીવનમાં અને વ્યવહારમાં ઇર્ષ્યાનું કીટાણુ બનીને પ્રસરી જાય, ત્યારે એનું પરિણામ ભયંકર આવે છે.
‘પામ્યા તેને માપ્યું નહિ ને
માપીને ના પામ્યા,
મળ્યું તેનું ગાણું નહિ ને
રહી ગયું તેની ખંજવાળ,
મળ્યું તેની મસ્તી નહિ ને
ખૂટ્યું તેનો કકળાટ !’
ઘણાં વિચારે છે કે યુવાનીનાં થોડાં વર્ષો મહેનત કરી લઈએ – સંઘર્ષ વેઠી લઈએ અને અમુક સ્થિતિએ પહોંચ્યા પછી ધાંધલ-ધમાલ અને હૈયાવરાળ છોડી આરામથી જીવનનો આનંદ માણીશું. પરંતુ આ ખ્યાલ ભૂલભરેલો છે. સુખ તો મૃગજળ જેવું લોભામણું છે. દૂર ને દૂર તમને એ ઘસડતું જાય છે, કારણ કે આપણને સુખ શું છે ? સુખ શેમાં રહેલું છે ? સુખ ક્યાંથી મળી શકે એની ખબર નથી !
ખરે જ ! સુખની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. જિંદગીની પ્રત્યેક અવસ્થાએ એ બદલાતી હોય છે ! સુખ એ તો માનસિક અવસ્થા છે. સુખ બહારથી નથી મળતું. એ આપણાં અંતરમાં વસે છે. એની અનુભૂતિ કરવાની હોય છે અને માણસ જ્યાં સુધી પોતે સુખી થવા ન માંગે, ત્યાં સુધી એ સુખી નહિ થઈ શકે ! બાળપણમાં સાંભળેલી સુખી કાગડાની વાર્તાની માફક માણસ પોતે ગમે તે સંજોગોમાં સુખી રહેવાનો સંકલ્પ કરે, તેને કોણ દુઃખી કરી શકે !
આપણે જો આપણાં જીવનની ‘પોઝિટિવ’ શુભ વસ્તુઓ જોઈશું. આપણને પ્રભુએ બક્ષેલા સુખનો – ‘blessings’નો વિચાર કરીશું તો આપણને કોઈ અફસોસ નહિ રહે. એક અજ્ઞાત કવિએ બહુ સરસ રહ્યું છે :
‘Happiness is all around us
If we only find the key
That opens up the doorways
To where ‘happiness’ may be.’
સુખ તો આપણી આજુબાજુ બધે ફેલાયેલું છે. ફક્ત આપણને એનું દ્વાર ખોલવાની ચાવી મળતી જોઈએ ! ‘ખુલ જા સિમસિમ’ની માફક સુખના ખજાનાનાં દ્વાર ખુલી જાય એટલે બસ ! સુખ તો અહીંયા છે – ત્યાં છે – બધે જ પડેલું છે, પરંતુ એને જોતાં-શોધતાં શીખવાનું છે. સુખ તો પ્રિય પુસ્તકમાં છુપાઈને પડ્યું છે. કોઈકની મૈત્રીભરી દ્રષ્ટિમાં એ રહેલું છે; તો કોઈકના ‘મોહક સ્મિત’માં સંતાયેલું છે ! કોઈક પ્રિય વ્યક્તિના ઉષ્માભર્યા સ્પર્શમાં, તો કોઈક અપરિચિતના મૃદુ સ્વરમાં એ રહેલું છે. સુખ ! સુખ તો આપણા સમગ્ર વિચારમાં વ્યાપી રહેલું છે. આપણી પ્રત્યેક પ્રાર્થનામાં સુખનું સ્વરૂપ રહેલું છે. સુખને દૂર શોધવા જવાની જરૂર નથી. સુખ સર્વત્ર છે ! સુખનો વાસ છે પ્રેમભર્યા હૈયામાં. આપણે એને પુષ્પની મધુર સુવાસની માફક શ્વાસમાં ભરવાનું હોય છે.
આજે જ્યારે જીવનસંધ્યાના સાગરતટે અમે બંને ઊભાં છીએ, ત્યારે ચોથી પેઢીના શિશુના આગમનથી અનેરું સુખ અનુભવીએ છીએ.
આપણે પોતે સુખી થઈશું તો બીજાંને સુખી કરી શકીશું. સુખી થવાનું આપણું કર્તવ્ય છે. છતાં કોને ખબર, આપણે એને મહત્વ જ નથી આપતા ! સુખી થઈને આપણે અજ્ઞાત રીતે દુનિયાનું ભલું જ કરતાં હોઈએ છીએ. આર. એલ. સ્ટીવન્સને સરસ રહ્યું છે :
‘There is no duty we so much
Underrate as the duty of being happy !’
સુખનાં પણ કેટલાંક ધારાધોરણો હોય છે. કેટલીક વિલક્ષણતા હોય છે. સુખની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે, એટલું જ નહિ, પણ જીવનની અવસ્થા સાથે એ બદલાતી જાય છે. બાળપણમાં રમતગમતમાં સુખ લાગે. કિશોરાવસ્થામાં મિત્રો સાથે આનંદપ્રમોદમાં સુખ લાગે, યુવાવસ્થામાં ધન-સંપત્તિ-પ્રેમ અને સફળતા મેળવવામાં સુખ લાગે. પરિવારને સુખી કરવામાં આનંદ આવે અને ઢળતી ઉંમરે થાય, ‘બસ ! તબિયત સારી રહે. કોઈના ઓશિયાળા થવું ન પડે અને આમ ને આમ ઊકલી જઈએ તો થયું.’ સુખનું કોઈ એક સ્ટેશન કે ‘destination’ નથી. આટલું મળે-આટલું થાય એટલે નિરાંત… સુખ, પણ આપણું એ સુખનું સ્ટેશન દૂર ને દૂર ઠેલાતું જાય છે.
જિંદગી કેવી જશે, કેમ જશે એ આપણાં હાથમાં નથી. જિંદગી મનસ્વિની છે. એ પોતાની રીતે જ વહેતી, ગતિ કરતી રહે છે. એના પર – જિંદગીના તમામ સંજોગો પર આપણો અંકુશ બહુ ઓછો હોય છે, પરંતુ એના પ્રત્યે કેવો પ્રતિભાવ રાખવો-સંજોગોને કેવો પ્રતિસાદ આપવો એ જ આપણા હાથની વાત છે.
દુનિયામાં આપણા કરતાં તો અનેક માણસો દુઃખી હોય છે. એમની પાસે તો ધન-દોલત-સગવડ જેવું કશું નથી હોતું. આપણે તો એમનાં કરતાં ઘણાં વધારે સુખી છીએ ! એમના તરફ જોઈએ તો આપણને થશે કે આપણને જિંદગી સામે – ઈશ્વર સામે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. દુનિયાના કયા દેશના લોકો સુખી છે એવું એક સર્વેક્ષણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તમે કહેશો, અમેરિકા અને સ્વીટ્ઝરલેંડના લોકો સૌથી સુખી હશે ! ના રે ના ! દુનિયાના સુખી દેશોમાં નંબર છે બાંગ્લાદેશ, ભારત, પોલેંડ અને માલદિવનો ! કારણ સુખનું સ્થળ છે માનવીનું મન.
સુખી થવું હોય તો ભૂતકાળને ભૂલી જવો પડે. ભવિષ્યની ચિંતા સતત ન કરો. કારણ કે, જિંદગી એટલે આજ-વર્તમાન, ભૂતકાળ વીતી ગયો છે. એ પાછો નથી આવવાનો. ભવિષ્યની કશી ખબર નથી. ભાવિ રહસ્યમય છે, જ્યારે વર્તમાન એ જ પરમાત્માની પરમ બક્ષિસ છે. ગઈકાલના ખેદમાં અને આવતીકાલની ચિંતામાં આજને શા માટે રગદોળવી ?
આપણે એટલું જ યાદ રાખીએ કે સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. બન્ને જોડિયાં છે. સુખની પાછળ દુઃખ હોવાનું જ. દિવસ પછી રાત અને વસંત પછી શિશિરની માફક, એ કુદરતનો ક્રમ છે. કારણ કે જીવનમાં કશું જ શાશ્વત નથી. કશું જ કાયમ નથી રહેતું. બધું જ બદલાતું જાય છે. યાદ રાખવા જેવું એક જ સૂત્ર છે, ‘This too shall pass.’ આ પણ પસાર થઈ જશે. ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’ જે મળ્યું તેમાં સંતોષ માનીએ. પુરુષાર્થ ઉચ્ચ ધ્યેય માટે સતત કરતાં રહેવાનો. સફળતા-નિષ્ફળતા હરિને હાથ. મનમાં એક જ વિશ્વાસ રાખવાનો જે થશે તે સારા માટે થશે. જીવન માટેનો વિધેયક, ‘Positive outlook.’ આત્મશ્રદ્ધા અને પરમાત્મામાં શ્રદ્ધા. ‘ચિત્ત, તું શીદને કરે ચિંતા? કૃષ્ણને કરવું હોય તે કરે.’
જીવનના પ્રત્યેક સૂર્યોદયને આશા અને આનંદથી વધાવીએ. પ્રત્યેક દિનને-પ્રત્યેક ઘડીને પૂરા દિલથી જીવીએ. જિંદગી જેમ આવે તેમ ઝીલતાં જઈએ, અને એ માટે પરમાત્મા પાસે બળ માંગીએ. કુંતામાતાની માફક આપણે ભગવાન પાસે દુઃખ નથી માંગવાનું, એટલું જ માંગીશું – અમને શક્તિ આપજો, સુખ અને દુઃખ એ બંને અમે જીરવી શકીએ એટલાં જ આપજો, અમને આપજો :
મધુર રહીએ એટલું સુખ,
માનવી રહીએ એટલું દુઃખ,
સુખી રહીએ એટલી આશાઓ,
જરૂરિયાતો સંતોષે એટલી સમૃદ્ધિ,
હૂંફ આપે એટલા મિત્રો, અને
આજને ગઈ કાલ કરતાં વધુ સુખદ
બનાવે એટલી નિશ્ચયશક્તિ.
પરમતત્વથી તરફથી આપણને આ જિંદગીની અમૂલ્ય ભેટ મળી છે. એને દુઃખ અને નિરાશાથી વેડફી નાખવી કે આનંદમય પ્રસન્નતાભરી યાત્રા બનાવવી એ આપણા વિચારો અને અભિગમ ઉપર આધાર રાખે છે. જિંદગી ટૂંકી છે, ક્ષણભંગુર છે માટે આપણે હસી લઈએ, હસાવતા રહીએ અને હસતાં હસતાં વિદાય લઈએ. જિંદગીને કેડીએ ચાલતા-ચાલતાં, વાંચેલા, સાંભળેલા જીવનના અનુભવો, જયવતીબહેને ચૂંટેલા પુષ્પો આ પુસ્તકની છાબમાં પ્રાપ્ત થશે.
જયવતીબહેન કાજી એ પ્રેરક પુસ્તકોના જાણીતા લેખિકા છે. ‘જીવનની કેડીએ ચાલતાં ચાલતાં’ એ એમનું 27મું પુસ્તક છે, જે આપણા વિચારોને, આપણા અભિગમનને અને આપણી જીવનદ્રષ્ટિને વિધેયક અને આશાવાદી વળાંક આપવામાં ઉપયોગી થશે, એની શંકા જ નથી.
-કચ્છમિત્ર
કવિશ્રી ઉમાશંકર જોષીએ કહ્યું છે, ‘શબ્દને લઈને હું મારા ગામથી નીકળ્યો હતો અને શબ્દો મને લઈ ગયા જગતને દ્વાર.’
શબ્દમાં અદભુત સામર્થ્ય રહેલું છે. એટલે તો શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે. વાણી માનવીના હૈયાને ચંદનલેપની શીતળતા અર્પી શકે છે તો એ અગનદાહ પણ આપી શકે છે.
ક્યારે શું બોલવું અને શું ન બોલવું, ક્યારે મૌન રહેવું, જે બોલીએ તે કેવી રીતે બોલીએ છીએ અને બીજાને કેવી રીતે સાંભળીએ છીએ એમાં ઘણુંબધું આવી જાય છે. મિતભાષી અને મધુરભાષી વ્યક્તિ સહેજે અન્યના હૃદયને જીતી લે છે અને જીવનમાં મધુર સંબંધો એ સહેજે રચી શકે છે તો ક્યારેક બોલાયેલા કટુ શબ્દો એવા તો ઘા હૈયા પર કરે છે કે એની ગાંઠ મરતા સુધી રહી જાય.
આપણા જગતના વ્યવહારો વાણી દ્વારા ચાલે છે. સારા વક્તા થવાની સાથે સારા શ્રોતા થવાની કળા એટલી જ અગત્યની છે. કોણ જાણે કેમ આપણને બોલવું ગમે છે પણ સહૃદયી શ્રોતા થવાનું ગમતું નથી. બીજાને સાંભળવાની આપણામાં ધીરજ હોતી નથી. પરિણામે આપણે સાંભળતા હોઈએ છીએ, પણ શબ્દો એક કાને પડી બીજા કાને નીકળી જતા હોય છે. આપણા અંતર સુધી કશું પહોંચ્યું નથી પછી એની અસર આપણા પર કેવી રીતે થાય ? એટલે જ કદાચ કવિ અખાએ કહ્યું હશે :
કથા સુણી સુણી ફૂટ્યા કાન
પણ તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન
આનું કારણ એ જ છે કે શબ્દો કાન પર અથડાય ત્યાંથી જ હવામાં વીખરાઈ જતા હોય છે. અંદર સુધી જતા નથી અને હૃદય એને ઝીલતું નથી. પછી આચરણની વાત જ શી કરવી ?
આપણે બીજાને શું કહીએ છીએ એ વાતનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ આપણે એ વાત કેવી રીતે અને કેવા toneમાં કહીએ છીએ તેનું પણ છે. વાત તો સાદી છે. બે વ્યક્તિઓ બોલે છે. એક માત્ર બોલે છે. બીજી વાત કરે છે. બીજી વ્યક્તિ વાતચીતની કળા જાણે છે. એને શબ્દની સૂઝ છે. એના વિચાર સ્પષ્ટ છે. એ મુદ્દાસર, ટૂંકમાં પોતાને જે કહેવાનું છે તે કહે છે. જ્યારે પહેલી વ્યક્તિની વાત નીરસ લાગે છે. એમ થાય છે કે બોલવાનું મન થાય, કારણ કે સામાન્ય વાતને પણ સરસ રીતે કહેવાની એનામાં આવડત છે. એ Jokes પણ એવી રીતે કહે છે કે બધા ખડખડાટ હસી પડે.
મારા કૉલેજકાળ દરમ્યાન મેં ડૉ. રાધાક્રિષ્નન, શ્રી સરોજિની નાયડુ, પંડિત જવાહરલાલ નેહરુને સાંભળ્યાં હતાં. વર્ષોનાં વર્ષો વીતી ગયાં હોવા છતાં હું એમના મોહક, અસ્ખલિત, કાવ્યાત્મક વાણીપ્રવાહને વીસરી નથી. મહાત્મા ગાંધીનું વક્તવ્ય સાદું, ટૂંકું, મુદ્દાસરનું હોય; પણ એમાં ભારોભાર વિશ્વાસ અને દૃઢતા હોય. એમના પ્રત્યેક શબ્દનું મૂલ્ય હતું. એમના વિચારોમાં સ્પષ્ટતા હતી. શ્રોતાઓનો એમને પૂરો ખ્યાલ હતો. સમયની એમને કિંમત હતી.
મને અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકનનો પ્રસંગ યાદ આવે છે. એમને એક વખત વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપવા ચાર-પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ગઈ. ‘સાહેબ ! આપનું વક્તવ્ય દોઢ કલાકનું રાખ્યું છે.’ એમણે લિંકનને કહ્યું, ‘આપ ક્યારે પધારી શકશો ?’
‘પંદર દિવસ પછી રાખી શકશો.’
‘પણ આપને માત્ર એક કલાકનું વ્યાખ્યાન આપવાનું હોય તો જલદી સમય આપી શકશો ?’
‘એક કલાકનું વ્યાખ્યાન હશે તો એક મહિના પછી આવી શકીશ.’ પ્રમુખના ઉત્તરથી આમંત્રણ આપવા આવનારને આશ્ચર્ય થયું.
“સાહેબ, તો પછી અમે માત્ર 15 મિનિટનો જ આપનો સમય રાખ્યો હોય તો ?”
‘તો હું દોઢ મહિના પછી આવીશ.’ પ્રમુખે હસીને જવાબ આપ્યો.
‘સાહેબ ! આપને માત્ર 15 મિનિટ જ વક્તવ્ય આપવાનું છે. પછી શા માટે આટલા લાંબા સમયની જરૂર છે ?’
‘પંદર મિનિટ બોલવાનું છે માટે જ એ વધારે અઘરું છે. મારે એની તૈયારી કરવી પડે. ટૂંકમાં, મુદ્દાસર વાત કહેવા માટે વધુ સમયની તૈયારી કરવી પડે.’
અબ્રાહમ લિંકનમાં આ એક અદભુત આવડત હતી. એટલે તો એમનું જીત્યા પછીનું વ્યાખ્યાન ‘ગેટીસબર્ગ સ્પીચ’ વિશ્વના શ્રેષ્ઠ વ્યાખ્યાનોમાં સ્થાન પામે છે.
જ્યારે કેટલાક નેતાઓ અને રાજપુરુષોની વાત જ શું કરવી ? એક વાર સ્ટેજ પર બેઠા કે માઈક્રોફોન હાથમાં લીધું એટલે થઈ રહ્યું.
એક સરસ રમૂજી પ્રસંગ મારા વાંચવામાં આવ્યો. કેટલાક વક્તાઓ શ્રોતાઓના કેવા હાલ કરતા હોય છે ! એક સારી પ્રેમાળ માતા પોતાના બે બાળકોને શાંતિથી નિદ્રાવશ કરી શકે ત્યારે રાજદ્વારી નેતા ? હજારો શ્રોતાઓને નિદ્રાવશ કરી શકતા હોય છે. તમે એમને બોલતા બંધ નહીં કરી શકો ! એમને બંધ કરવા માટે શ્રોતાઓ જાતજાતનાં સિગ્નલો આપે, બગાસા ખાય, ઉધરસ ખાય, ઝોકાં ખાય કે પછી વારંવાર ઘડિયાળનો કાંટો જુએ.
To My Dear Daughter
This is a Translation of a very popular Book in Gujarati called “વહાલી દીકરીને” published in 2012.
The translation of this book is in response to great interests expressed by many parents, to have such a thought provoking book available for their young daughters, who may not be verse in Gujarati.
This is a collection of letters from a mother to her adolescent daughter who is at a threshold of adulthood. The author shares her inner turmoil, thoughts and vision on the life’s complex facets such as sex, relationship, love, marriage, career and challenges of balancing them. These letters are honest, reflective and probing.
Author echoes sentiments of mothers who share their predicament and concerns for their young daughters in this fast-paced world. Her message to all young women, which is how to make a daily life and relationships more meaningful and complete. Author has high hopes, aspirations and expectations from them. She challenges them to assume an active role in defining the new social order that offers equality and justice for the women.
Author’s own diverse study of social phenomena combined with her immense reading makes her writing insightful. Her profound ability to extract essence and presenting these conceners in her delightful and conversational manner is sure to appeal and inspire young readers.
Dearest Shuchi!
Women in India are at the crossroads – a turning point today. She doesn’t want to shun all her previous roles and the new roles that she desires have not become acceptable. She is swinging between two diametrically opposite poles – the poles of modernity and tradition. Shuchi! This is true, not only for women but for the men and society, too. They are all torn between two alternatives.
Dear Shuchi!
It has become imperative that Indian women carve a new, unique trail for themselves. She has to give special attention to one thing. She should desist from following the trail western women have taken. Western women are facing loneliness, estrangement and insecurity today. She is confused about the future course of action that she needs to take in her life. When she moves away from being the hub or pivot of home and family life – she gets flung in the appalling abyss of external world.
In her mad craving for becoming a ‘Super Woman’, she experiences tremendous stress. She loses her pivotal role of a loving housewife and in the bargain loses her composure, calm, contentment, joys and bliss. In a special issue of ‘New York Times’, majority of the 20 most successful celebrities and high-positioned women opined that giving priority to children during the course of building a high profile career is what they deem fit, proper and worth doing.
There is a poem by Nalini Madgaonkar which corroborates the opinion mentioned above. The poem ‘Woman (Naari)’ goes like this:
Without ever forgoing the Rights given by Nature
If I perform a task of my choice
If I cleanse the mind of my Spouse along with my male counterparts
Who says that I am enslaved even a bit?
The lines following these lines also mention that:
‘I don’t want to sacrifice my family-life with spouse
At the altar of ‘equal rights’
I am a woman
A woman to the core’
Shuchi! Women have made a choice between ‘love’ & ‘live’, and ‘LOVE’ has come a cropper in their lives. ‘Love’ is the most essential of all the treasures that women need. She has ‘Power’ in her. She wants to carve a ‘Niche’ for herself. Simultaneously she does not want to neglect or sideline the ‘womanhood’ that god has given her. She must take decisions as to where she needs to go and where she needn’t. She asks of herself, ‘Am I going to get enslaved by doing what I like without ignoring the rights given by Nature? Why should I feel diffident in doing those tasks or playing those roles? If women ‘will’ they can work wonders,
and still ….
I don’t want to sacrifice my family-life with my spouse
At the altar of ‘equal rights’
Women have a beautiful Ideal Idol in the form of ‘Half-male Half-female Deity’ i.e. Ardhanareeshwar. How beautiful the whole concept is! Don’t you feel so, Shuchi? Men and Women – enjoying equal status as a human being but still playing complementary role together! One is incomplete without the other. Woman is the most wonderful invention of Nature; she is extremely attractive, pleasing to the core, beauty incarnate, Yogi, a female protagonist, a devotee, a housewife. She is singular in any of these roles.
These are all the roles that a woman plays. Dear Shuchi! a woman has to become a complete and perfect woman. To accomplish that perfection Prakriti (the Nature) and the Purush (the Essence) have to conjoin, amalgamate and emerge as one. The matter and the spirit – the intellect and the essence have to combine to relish fulfillment.
The 21st century woman should take pleasure in in her womanhood. She should not feel herself inferior to anyone. She is neither weaker nor inferior to man. In the same manner- the male counterpart should not consider her as inferior or weaker. Man brings woman to the fore and woman makes man complete. Intellect without faith and devotion without knowledge are both imperfect.
Shuchi! Males should shoulder the household responsibility of mundane daily domestic chores, rearing and nurturing children and playing common social roles – on equal footing. This requires cooperation and companionship of both the players – male and female. Unless this is accomplished, human race is half-complete. To realize completeness & perfection, both have to put in concerted efforts, together. It is necessary that they do not compete with each other; they should rather play a complementary and supportive role for each other.
Shuchi! The poet laureate Rabindranath Thakur had stated something on the subject, which is worth noting and underlining.
“When women begged of Him a garland of tender flowers, He gave her the boon of intense effort-making. He gave her the arduous responsibility of committing herself to the avowal. It is her religious penance. The dignity of being a woman is enshrined in this penance. Women did not know their own value therefore they wanted the most delicate of things for themselves. But God knew her potential, greatness and majestic glory, therefore he did not pay heed to what they asked of him, but gave them what they were capable of – severe penance as a gift. He gave them purity, humility, devotion and capacity to surrender their selves – to a much greater extent than he gave these things to men.
In this landmark phase of history, our culture is more male dominated as they create it. Women have been sidelined and pushed into a shadowy place. This is why our culture has lost its balance. The time has come that women come to the fore – in the frontline – to endow concord to the thoughtless authority of the authoritarian men– it is like bringing a kind of harmony to make up for the shortcoming in men.
Margaret Mead is considered as the world-renowned archaeologist, scientist, writer and a humanist. Her thoughts go in tune with what Rabindranath Thakur had said. Mrs. Margaret Mead says that women should not become a tool of continuing the system that men have created – not in the same manner that is prevalent today. She must dedicate herself to the task of creating a humane society using the divine embellishments that she inherited from her creator and the age-old cultural legacy that she imbibed.
Shuchi! Equal rights or equality lies in letting women get all the opportunities so that she can fulfill her responsibility of converting the dream of a Humane Society into a reality. Shuchi! Don’t you think that we should look at these two viewpoints side by side and blend them integrally? The movement of Equal Status for Women is a revolutionary event. It has given a new dimension to human life and human relations. However, this movement has to be given a new meaningful dimension. We have wasted all these years in trying out defective and evil thoughts on the issue.
Women do hold the lamp of the world
Still the world has put her in chains
Dear one! One very important dimension is still not covered in this elucidation. Women need to journey inwards for the sake of family and social life, for keeping our culture active and thriving. Let us raise our hands upwards, pray to Him with full concentration and seek from the Supreme only one thing – Let me think beyond the commonplace matters of life. Let me go beyond the everyday pains and sufferings of life. Let the love that He has put in our hearts – come to the fore and accomplish the goals He has ordained upon us.
Shuchi! When women have started treading on the path of revolution – the only wish that we need to make is:
O, My daughter! Let your path go along the cool embankments of a stream
And let the green canopy protect you from the tortuous heat
Let the winds be always cool and propitious for you and
Let the path be ever unbroken and out-and-out good
Let this journey be auspicious and fulfilling for the entire human race.
With all the good wishes at my command.
Mahakavi Kaalidaas
Mom / Mummy
શ્રીમતી જયવતી કાજીનું આ ઓગણીસમું પુસ્તક છે.
સુખ-આનંદ તો મનની અવસ્થા છે. આપણે જો જિન્દગીને સુન્દર અને રસમય યાત્રા બનાવવાની હોય તો આપણે પોતે જ મનમાં સંકલ્પ કરવો પડશે કે “મારે ખુશ રહેવું છે”. “જીવનરસ છલકે” પુસ્તકમાં આ અંગે વિચારણા કરેલી છે. જયવતીબહેન કહે છે કે સુખની કોઈ પણ વ્યાખ્યા થઇ શકે નહિ, કારણ કે સ્વભાવે સુખ આત્મલક્ષી છે. જીવન ની પ્રત્યેક અવસ્થાએ સુખ વિશેના વિચાર બદલાતા રહે છે. જયારે સુખપ્રાપ્તિ જીવનનો મંત્ર બની ગયો છે ત્યારે મનુષ્ય ખુબ જ અશાંતિ અને તણાવ અનુભવે છે. કારણકે મનુષ્યની લાલસા અને કામનાઓનો ક્યારેય અંત નથી આવતો।.
આ પુસ્તક ખુબ જ સરળ રીતે વાચકને કહે છે કે આપણે નાની નાની વાતોને અને પ્રશ્નોને મોટું સ્વરૂપ ન આપીએ. આપણી જાતને અને બીજાને હળવાશથી લઇએ. હસીએ અને હસી કાઢીએ તો જિંદગી ભારેખમ નહિ બની રહે.
આ સંગ્રહ જીવનની દરેક ક્ષણને કઈ રીતે માણવી અને કઈ રીતે જીવનનો ઉલ્હાસ લેવો, તે ખુબ જ પરિપૂર્ણતિથી વહેતો કરે છે. જીવનના બનતાં ઘટનાનો નિચોડ વાચકની થાળમાં પીરસે છે. આ રસભરપુર વાતો વાચકને જરૂર થી પ્રેરણા આપશે, એ મારી ખાત્રી છે.
શ્રી ધારીવાલા ફોરજેટ
‘વહાલી દીકરીને’ જયવતીબહેનનું આ ચોવીસમું પુસ્તક છે – આમાં ગુંથાયેલ પત્રો ‘વહાલી દીકરી શુચિને’ એ આજની તમામ શિક્ષિત યુવાન દીકરીઓને ઉદ્દેશીને લખાયેલા છે. એમની અંગત સુખદુઃખની, મથામણની અને દ્વિધાની અંતરંગ વાતો, જયવતીબહેન સુંદર રીતે રજૂ કરી છે. લેખિકા ભારતીય નારીને સર્વાંગી વિકાસ માટે શુભેચ્છા અને પડકાર કહે છે, લેખિકાનું દૃઢ માનવું છે કે જે આપણે સૌએ એક એવો સમાજ નિર્માણ કરવાનો છે જેમાં અધિકારનું સન્માન થાય, કર્તવ્યનું પાલન થાય, હિંસાનો પ્રતિકાર થાય, સમાનતા ચરિતાર્થ થાય અને જ્યાં ન્યાય અને કાયદો સુપ્રીમ હોય.
૨૧ મી સદીના આ યુગમાં સ્ત્રીઓ આ મહાન જવાબદારી પૂર્ણ કરી શકે, એવી પ્રાર્થના અને સંકલ્પ સાથે, લેખિકાએ આ પુસ્તક દરેક યુવાન નારી માટે અગત્યનું પ્રેરણાજનક કર્યું છે.
આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ ‘To My Dear Daughter’ 2015 વર્ષમાં પ્રસિદ્ધ થયું છે.
” વ્હાલી દીકરીને” …આ પુસ્તકમાંના પત્રો દીકરી શુચીને ઉદ્દેશીને લખાયા છે, પરંતુ આજની તમામ શિક્ષિત યુવાન દીકીરીઓને ઉદ્દેશીને લખાયા છે.
જયવતીબેનની સરળ – પ્રવાહી શૈલિ અને કલાત્મક રીતે મૂકી આપી હૃદય સુધી પહોંચવાની ફાવટથી આ પુસ્તક દરેક પરિવારમાં વસાવવાં જેવું સરસ છે.
– જનકલ્યાણ – 2013
વહાલી દીકરી શુચિ,
તને એમ થાય છે ને કે મમ્મી આ બધી વાત મને શું કામ કરે છે ? હું શું કરું ? અમારે અમારી પણ કેટલી સમસ્યાઓ હોય છે ! અભ્યાસની ચિંતા સારી કૉલેજ, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની ચિંતા, સતત ચિંતા અને તણાવ ! મા-બાપ અને કુટુંબીજનો સાથે મતભેદ-ઘર્ષણ અને અમારા સમવયસ્કનો સ્વીકાર-Acceptance… દુનિયામાં બધું ચાલ્યા કરે. હું જાણું છું, ઘણુંબધું ખરાબ છે-બદલાવું જોઈએ પણ…
શુચિ ! તમારી વાત સાચી છે પણ આ નિરાશા સારી નથી. આ થાકેલા-હારેલાના વિચારો છે અને આપણે એ સાચા માની લઈએ છીએ પણ બહેન ! જીવન અંધકારમય ત્યારે જ હોય છે, જો એ પ્રેરણારહિત હોય, એ જ્ઞાનહીન હોય. ખલીલ જિબ્રાને યુવાનોને સંબોધીને જે કહ્યું છે તે જાણવા જેવું છે. એ કહે છે, ‘એ મહેનત નકામી છે જેમાં પ્રેમ ન હોય. જ્યારે તમે પ્રેમથી મહેનત કરો છો ત્યારે એ પોતાની સાથે, બીજા સાથે તેમજ ઈશ્વર સાથે યોગ કરશે.’ પ્રેમથી કરેલું કાર્ય એ યોગ છે. આપણે જે સમાજમાં જન્મ્યા-રહ્યા અને વિકસ્યા એનું ઋણ ચૂકવવું એ આપણું સામાજિક કર્તવ્ય છે. તમારી પેઢીનું એ ઉત્તરદાયિત્વ તમારે નિભાવવાનું છે.
શુચિ ! જગતની ઘણી ઘણી વસ્તુઓ-વસ્તુમાત્ર એમ જ કહો ને કે પરિવર્તન માગી રહી છે અને તે માટે મોં માંગી કિંમત ચૂકવીને એ નવું સર્જન પામી પણ રહી છે.
શુચિ ! આપણે જ્યારે જ્યારે જાગૃત રીતે વિચારતાં થયા છીએ ત્યારે ત્યારે આપણી આસપાસ આપણને છેલ્લાં બે વિશ્વયુદ્ધો પછી જગત જાણે નવી ક્રાંતિના ઉંબર પર ઊભેલું દેખાય છે. આ ક્રાંતિ પહેલાંની ક્રાંતિઓ કરતાં ઘણી જુદી, ઊંડી છે.
‘પહેલાંની ક્રાંતિઓ રાજકીય હતી, આર્થિક હતી. આજની આ ક્રાંતિ મૂલગામી છે. માણસ જે મૂલસમ સમજીને વળગી રહેતો હતો તે બધાં આજે ઉપરતળે થઈ રહ્યાં છે. વિસર્જિત થઈ રહ્યાં છે. માણસ જેને પરમ આદર્શ અને પરમશક્તિ માનતો હતો તે પણ હવે પોલાં સત્વહીન દેખાવા લાગ્યાં છે. બહેન ! આપણાં નૈતિક અને વૈચારિક મૂલ્યો, આજના વૈશ્વિક સંબંધમાં – આજની પરિસ્થિતિ માટે નકામાં લાગે છે. આ સમયે જાણે જીવનસિદ્ધિનો એક નવો મોરચો રચાઈ રહ્યો છે. એમ જ કહોને કે જગતમાં આટલાં વિશાળ પાયા પર થઈ રહેલી ઊથલપાથલ એ આ બધાં અપતત્વનો જાણે કે વિદાય સમારંભ જેવી છે. આને અંતે મંગલમય મધુર, સુંદર, શિવરૂપ જગત રચવાનું છે.’ આવું કવિ શ્રી સુંદરમે એમના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું.
શુચિ ! હવે તું સમજીને. આવા મંગલમય ન્યાયપૂર્ણ સમાજનું સર્જન નારીના પૂર્ણ સહયોગ અને પ્રદાન વગર શક્ય નથી. એ માટે નારીના આત્માનો અને વ્યક્તિત્વનો બરાબર વિકાસ થાય એ જરૂરી છે અને એનો જો પૂરતો અને યોગ્ય વિકાસ થાય તો તે પુરુષ કરતાં પણ વધુ બળવાન પુરવાર થઈ શકે. શુચિ ! જરા સમજ, સ્ત્રી તો પરિવારનો પ્રાણ હોય છે. જીવનના દરેક મહત્વપૂર્ણ અંગ પર નારીની છાયા અને પ્રભાવ છે. તદુપરાંત તેની કરુણા, મમતાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરાય તો તે દેશના ઘડતરમાં ક્રાંતિકારી પરિણામ લાવી શકે છે.
દેશ કે સમાજનો ખરો આધાર તો એના લોકો જ છે ને ? વ્યક્તિઓનું નિર્માણ જ એનો અંતિમ અર્થ છે ને ? આ નિર્માણના કેન્દ્રમાં કોણ હોય છે ? મા, પત્ની, બહેન, દાદી જ હોય છે ને ? જો તેની મમતા અને પ્રેમ સર્જનાત્મક હશે, પુરુષ માટે પડકારરૂપ હશે, પ્રેરણાદાયી હશે, તો એક નવા ભારતનું નિર્માણ થશે તે નિઃશંક વાત છે.
શુચિ ! આપણે આજની સામાજિક અને રાજકીય વ્યવસ્થામાં જે જે દૂષણો ઘૂસી ગયાં છે, એને દૂર કર એક નવા સમાજનું નિર્માણ કરવાનું છે, જેમાં કાયદાનું રાજ હોય. એક એવો સમાજ જેમાં અધિકારોનું સન્માન થાય છે. કર્તવ્યનું પાલન થાય છે. હિંસાનો પ્રતિકાર થાય છે. સમાનતા ચરિતાર્થ થાય છે અને સત્તાનો દુરુપયોગ સત્તાધીશો દ્વારા ન થાય. જ્યાં ન્યાય અને કાયદો સર્વોચ્ચ સુપ્રીમ હોય. બહેન ! આ બધું યુવા પેઢીએ કરવાનું છે અને મહિલાઓના સાથ અને સહયોગ વગર નહિ થાય.
તું જાણે છે, નારીના કાર્યનું મહત્વ ? દેશના-દેશના જ નહિ પણ જગતના ભાવિનો આધાર આપણાં પોતાનાં કૃત્યો પર અને આપણી ઊગતી પેઢીઓ-બાળકોનો ઉછેર આપણે કેવી રીતે કરીએ છીએ તે પર નિર્ભર છે. માતાએ જ પોતાની પુત્રી માટે નવી કેડી અંકારવી પડશે. સ્ત્રી એટલે લાચાર, પરવશ, પરાધીન કે નિર્બળ સ્ત્રી નહિ. નીચી કક્ષાની નહિ પણ ચેતનાથી ધબકતી વ્યક્તિ. બહેન ! સ્ત્રીનો અવતાર શાપિત નથી, પણ અનેક સુંદર શક્યતાઓથી ભરેલો છે. નારી મોહિની સ્વરૂપ છે પણ મહિષાસુર-મર્દિની પણ છે જ. પ્રતિબદ્ધ સ્ત્રીઓ જ સામાજિક પરિવર્તન કરી શકે. એ માટે એણે એની ક્ષમતા અને શક્તિનો યોગ્ય વિકાસ કરવો જરૂરી છે.
શુચિ ! દુઃખની વાત છે. આપણે ગાંધીજીના જીવનમૂલ્યોને ભૂલી ગયા છીએ ! એમણે સ્ત્રીઓને જાગૃત કરી અને એમનું કર્તવ્ય બતાવ્યું. એમણે શીખવ્યું હતું કે ‘સચ્ચાઈ અને સ્વમાનને વળગી રહેવું. કોઈ રૂઢિ કે સમાજને ખોટું નમતું ન આપો. નિર્ભયતાથી અન્યાયનો પ્રતિકાર કરો. એમણે બહેનોને સમજાવ્યું હતું કે સ્ત્રીઓની ભાગીદારી ખરી પણ ગુલામગીરી નહિ. બધા જ સંબંધો ખરા પણ ખુદવફાઈ સૌથી મહત્વની છે.’
શુચિ ! સ્ત્રી એટલે માતા. માતાનો ખોળો એટલે બાળકની પ્રથમ શાળા. સંતાનની ઉંમર ગમે તેટલી હોય અને એ ગમે તે સ્થળે અને ગમે તે સ્થાને હોય પણ માતાનો ખોળો એટલે શાંતિનું-સ્નેહનું ધામ. જગતના મોટા મોટા માણસોના જીવનઘડતરમાં માનો અમૂલ્ય ફાળો હોય છે. ગઝલકાર બરકત વીરાણીએ માતાને ઈશ્વરનું પ્રતીક કહ્યું છે :
ઈશ્વર !
‘એ માનવીને સર્જે છે,
પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો
અને લખે છે ત્યારે એ માતાનું નામ લખે છે
પણ માતા એ ઈશ્વરનું પ્રતીક છે
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે !’
માતૃમુખેન ભોજનમ્ માતૃમુખેન શિક્ષણમ્ !
શુચિ ! તું જ કહે, સર્જનહારે નારી પર કેટલી જવાબદારી મૂકી છે ! આવતી પેઢીનું ભાવિ એણે નિર્માણ કરવાનું છે.
બહેન ! આજે આપણે સ્ત્રીઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. આપણે નવી ઊગતી પેઢીમાં શીલ-સંયમ-સદાચાર અને સંસ્કારનું સિંચન કરીએ છીએ ? આપણે દેશવ્યાપી ભ્રષ્ટાચારની ફરિયાદ કરીએ છીએ પણ આપણે જ એને આડક્તરી રીતે ઉત્તેજન નથી આપતાં ? આપણા પિતા-ભાઈ-પતિ અને પુત્રને ખરી ખોટી રીતે કમાવા માટે ઉશ્કેરતા નથી ?
શુચિ ! તું માને કે ન માને પણ એ હકીકત છે કે આજે પૈસાનો મોહ અને નકલ કરવાની વૃતિ ખૂબ જ વધતાં ગયાં છે ! દેખાદેખી આપણને બધું જ જોઈતું હોય છે – બધું જ કરવું હોય છે. એમાં આપણે આપણું બેલેન્સ-સમતુલા ગુમાવી બેઠા છીએ. આપણે યાદ રાખીશું કે દેખાદેખીથી ખોટા ખર્ચ કરવા એ ખોટું છે ? ક્યારેક તો આપણે એ માટે આંખ મીંચી દોટ મૂકતાં અટકવું જ પડશે.
બહેન ! આપણે સંસ્કૃતિ અને માનવતાભર્યા રાષ્ટ્રનું નિર્માણ કરવું છે. એમાં મહિલાઓનો સહયોગ અને ઊચેરું સ્થાન જરૂરી છે. પરવશ-લાચાર નારી રાષ્ટ્રના નવઘડતરમાં ફાળો ન આપી શકે…
ફિલ બોસામત્સનું અતિ સુંદર પુસ્તક ‘Give Happiness a chance’નો શ્રી રમેશ પુરોહિતે ભાવાનુવાદ કર્યો છે. એમાં સ્ત્રી અને નૂતન સમાજ વિષે જે લખ્યું છે તે ખરેખર અત્યંત મનનીય છે. શુચિ ! એ તને ગમશે, એટલું જ નહિ પણ તારા મનમાં થતા પ્રશ્નનો જવાબ તને મળી પણ રહેશે…
‘પોતાની જાતને કવરપેજ પર ચિતરાવવાનું, પોસ્ટરોમાં છપાવવાનું કે જાહેરખબરોમાં વિખરાવવાનું ખરેખર મુક્ત મહિલા પસંદ નહિ કરે. સ્ત્રીને એના કરતાં વધારે વિશાળ અને અર્થપૂર્ણ ઉમદા કાર્ય કરવાનાં છે. એમની લાગણીસભર અખિલાઈભરી સર્જનાત્મક શક્તિને ફરીથી પુષ્પિત કરવી જોઈએ. આ ગળાકાપ હરીફાઈ, સત્તા, જટિલ વેપારની લે-વેચ, ટેક્નોલૉજી વગેરેથી ફેરફાર થતી પુરુષોની દુનિયામાં સ્ત્રી એ મહત્વની શક્તિ છે. નબળા અને નિર્બળને જ્યાં કોઈ સ્થાન નથી એવા આ સમાજનું પુનઃનિર્માણ કરવામાં આજની યુવાન મહિલાઓની ભૂમિકા નિર્ણયાત્મક રહેશે.’
એટલા માટે જ શુચિ ! મેં આપણી સામાજિક પરંપરાઓની અને માન્યતાઓની તેમજ આપણી મહિલાઓના એક વિશાળ સમુદાયની વેદના અને વ્યથાની, એમના સંઘર્ષ અને સમસ્યાઓની તેમજ આજની શિક્ષિત યુવતીઓની આશા-આકાંક્ષા-સ્વપ્ના અને તેમની વિવિધ સમસ્યાઓની વાત આટલી વિગતે લખી.
બહેન ! હર્યાભર્યા સુંદર સમાજના નવનિર્માણમાં તમારી ભૂમિકા અત્યંત મહત્વની છે. તમારું એ કર્તવ્ય છે. તમને અમારી શુભેચ્છાઓ છે…
પરિવર્તનશીલ જગતમાં સંબંધોના પરિમાણો પણ બદલાતા શીખવું જોઈએ. ‘જડતા એ શિસ્ત નથી’ એ જો વડીલો સમજે અને ‘સ્વચ્છંદતા એ સ્વતંત્રતા’ નથી એ જો નવી પેઢી સમજે તો અવસ્થા ભેદ (generation gap) અદ્રશ્ય બની જાય.
આ પુસ્તકમાં જયવતીબહેનની અભ્યાસની સાક્ષરતા દ્રષ્ટિગોચર થાય છે. જાતને પામ્યા છે, તેવી જ રીતે જગતને પારખી શક્યા છે. સરળ વાતોમાં ગહનતા અને સહજતા શ્રેષ્ઠતાના દર્શન થાય છે.
પરિપકવ કલમે લખાયેલું આ પુસ્તક અનેક લોકોનાં સંબંધોને મઠારવામાં પ્રયોગશાળાનું કામ કરશે એ નિશંક છે.
-હરિભાઈ કોઠારી
એક ખ્યાતનામ ચિત્રકાર હતો. એણે એના વિદ્યાર્થીઓને એક સુંદર કલાકૃતિનું નિર્માણ કરવા કેટલી જહેમત ઉઠાવવી પડતી હોય છે, કેટલો પ્રેમ અને લગાવ જોઈએ એ સમજાવવા માટે ક્લાસરૂમના પ્રવેશદ્વારની સામે દીવાલ પર એનું એક વિખ્યાત ‘માસ્ટર પીસ’ કહેવાતું ચિત્ર મૂક્યું. વર્ગમાં દાખલ થતાં જ વિદ્યાર્થીઓની નજર એ ચિત્ર પર પડતી અને તરત જ એમના મોંમાંથી ઉદગાર નીકળી જતો,
‘ઓહ ! કેટલું અદભુત ચિત્ર છે !’
સમય જતાં એ ચિત્રકાર વર્ગમાં દાખલ થયા અને રૂમમાં મૂકેલાં ટેબલ પાસે બેઠા. ટેબલ પર મૂકેલા સફેદ કેન્વાસ પર વોટરકલર્સ લઈ ચિત્ર દોરવા માંડ્યું. અંદર રંગો પૂરાતાં હતા. અર્ધાએક કલાકમાં એણે ગ્રામીણ દ્રશ્યનું એક ચિત્ર તૈયાર કરી દીધું. ચિત્રકારે ઊભા થઈ, આ ચિત્રને પેલા સુંદર ‘માસ્ટર પીસ’ની પાસે મૂક્યું.
‘મિત્રો ! મને ખબર છે. તમને મારું દીવાલ પર મૂકેલું ખ્યાતનામ ચિત્ર ખૂબ પસંદ પડ્યું છે. તમારા પ્રશંસાના શબ્દો મેં સાંભળ્યા પણ તમને આ મેં હમણાં જે ચિત્ર દોર્યું છે, એનામાં અને ‘માસ્ટર પીસ’ ચિત્રમાં શું તફાવત લાગે છે ?’
‘એ બે ચિત્રો વચ્ચે આસમાન જમીનનો તફાવત છે.’ ચિત્રકારને જવાબ મળ્યો.
પરંતુ ચિત્રકારનો જવાબ તો આશ્ચર્યચકિત કરે તેવો હતો. ‘આ વિખ્યાત કલાકૃતિ પાછળ મારા સેંકડો ને સેંકડો કલાકો પ્રેમભર્યા કલાકો રહ્યા છે ? ‘Hundreds And Hundreds Hours of Love !’ અમુક પ્રકારના છાયા-પ્રકાશ-વાતાવરણ અને ‘મૂડ’ એ બધાને સાકાર આપતાં કંઈ કેટલાયે પ્રેમભર્યા-લગનીભર્યા કલાકો રહ્યા છે !’
આ જ વાત બાળકોના ઉછેરને લાગુ પડે છે. બાળક પોતાનું સુંદર સર્જન બની શકે તે માટે માતા-પિતાએ સેંકડો પ્રેમભર્યા કલાકો આપવાના હોય છે.
બાળકો આપણી આશા છે. આપણું સ્વપ્નું છે. આપણાં જીવનનું સુખ-દુઃખ ઘણે અંશે એમનાં પર અવલંબે છે. આપણે એમને બધી રીતે સુખી અને સફળ કરવા ઇચ્છતાં હોઈએ છીએ. એટલે જ બાળકનો ઉછેર મા-બાપ માટે એક મોટો ‘પ્રોજેક્ટ’ બની જાય છે.
બાળકને ઉછેરવાનો ઘણો આનંદ હોય છે. છતાંયે માતા-પિતાની મૂંઝવણ અને વિમાસણ ઓછાં નથી હોતાં. કદાચ આના જેટલું કપરું છતાં આનંદપ્રદ કામ એક પણ નહીં હોય. એટલે જ વડીલો કહેતાં હોય છે કે બાળકને ઉછેરવું એટલે માથે ઝાડ ઉગાડવું ! બે અઢી દાયકા પહેલાં બાળકને ઉછેરવાનું કાર્ય હતું એનાં કરતાં આજે એ ઘણું વિકટ અને તણાવભર્યું બન્યું છે.
બાળકને સુખી અને પ્રસન્ન બનાવવું – આજની અત્યન્ત ઝડપથી બદલાતી દુનિયાની પરિસ્થિતિ, સમસ્યાઓ અને સંઘર્ષ સામે ટકી શકે અને પોતે પોતાનું એક સરસ સુખી કુટુંબ નિર્માણ કરી શકે એવું સક્ષમ બનાવવું એ માતા-પિતા માટે ભગીરથ કાર્ય છે. એ ખૂબ જ સાધના માંગી લે છે. એનું પરિણામ લાંબે ગાળે જોવા મળે છે, પણ એ માતા-પિતા માટે, પછી તે ગમે તે સ્થિતિના કેમ ન હોય પણ એમને માટે જીવનનું પરમસુખ અને મોટી ઉપલબ્ધિ બની રહે છે, અને સંતાનો માટે જીવનભરનું પાથેય.
બાળકને જન્મ આપવો એ એક શારીરિક ઘટના છે, પણ બાળક એક સારો જવાબદાર નાગરિક અને સરસ માણસ બને તેવો ઉછેર કરવો એ બીજી વાત છે. આપણે માત્ર ઈચ્છા રાખીએ કે મારો દીકરો કે દીકરી આ થાય કે તે થાય, એવી માત્ર ઇચ્છાથી કંઈ નીપજી શકતું નથી. માતૃત્વ અને પિતૃત્વ એ અત્યન્ત મુશ્કેલ અને જટિલ કામગીરી છે, એટલે જ તો આ કાર્યમાં ઘણાં માતા-પિતા ઊણાં ઊતરે છે, નિષ્ફળ નીવડે છે.
તમને કદાચ નવાઈ લાગશે પણ રવિ એના પિતા સાથે ભાગ્યે જ બોલે છે. પિતા આવે એટલે રવિ કાં તો પોતાના ઓરડામાં ચાલ્યો જાય અથવા ઘરની બહાર જતો રહે. બંને વચ્ચે કોઈ સંપર્ક જ નથી ! નથી વાતચીત, વ્યવહાર કે સંવાદ. બંને વચ્ચે ભાવસંક્રમણનો સેતુ તૂટી ગયો છે. આવું કંઈ અચાનક જ નથી બનતું. ધીમે ધીમે વર્ષોથી ચાલતી પ્રક્રિયાનું આ પરિણામ હોય છે.
તમને રીનાની વાત કરું. રીના એ જુવાન છોકરી છે. રોજ રાતે બાર-એક વાગે ઘેર આવે છે. એને ખબર છે કે એની મા એની ચિંતા કરતી જાગતી ઘરમાં બેઠી હશે. એના પિતા ઓરડામાં મૂંગા મૂંગા આંટા મારતા હશે. મા સતત ચિંતિત રહે છે, પિતા વ્યથિત રહે છે, પણ એની કોઈ અસર રીના પર થતી નથી. એ તો ઊલટું મા-બાપને દુઃખી જોઈ મનમાં ખુશ થાય છે !
રવિ અને રીના જેવાં કેટલાંયે તરુણો તમને જોવા મળશે. એમને પૂછશો તો કહેશે કે એમના માતા-પિતા અને કુટુંબ સાથેના સંબંધોમાં એક પ્રકારની ગુપ્ત ઉદાસીનતા અને તિરસ્કારનો આંતરપ્રવાહ સતત વહેતો રહ્યો હતો.
એમના પ્રત્યે એમના કુટુંબમાં પૂરતો સ્નેહ દર્શાવાયો નહોતો. એમની અને એમનાં માતા-પિતા વચ્ચે ભાવસંક્રમણ થઈ શક્યું નહોતું. ‘Communication’ હતું જ નહીં. બંને એક ઘરમાં, એક છાપરા નીચે સાથે રહેતાં હતાં, પણ મા-બાપ અને સંતાનોએ એમનાં જીવનના મહત્વના અંશ અને વિસ્તારની આસપાસ પોતાની જાતે જાણે કે ‘Silence Zone’ રચી દીધો હતો અને એમાં તેઓ જીવતાં હતાં ! સંતાનોના ભાવજગતમાં માતા-પિતાનો પ્રવેશ નહોતો ! જીવનની આ કેવી મોટી કરુણતા કહેવાય ! માતા-પિતા માટે જ્યારે સંતાનો જીવનનું મોટું સુખ અને સંતોષ હોય છે અને જ્યારે માતા-પિતા જેવો બીજો કોઈ પર્યાય સંતાનો માટે નથી હોતો ત્યારે આ કેટલી વિષમ પરિરિસ્થિતિ કહેવાય ! લોહીનો આ સંબંધ વકરે છે ત્યારે ઊભય પક્ષે દુઃખ જ થતું હોય છે.
‘અમારા મમ્મી-પપ્પા પાસે અમારે માટે સમય જ ક્યાં છે ! એ લોકો એમની દુનિયામાં, એમનાં કામકાજમાં અને પ્રવૃત્તિઓમાં રચ્યાં-પચ્યાં હોય છે. અમારી પાસે મોંઘી વીડિયો ગેમ્સ છે, સરસ કપડાં-લત્તાં છે, સાહ્યબી છે, પણ મા-બાપનો સાથ અને સહવાસ નથી. ‘They are not available to us !’ ખાસ કરીને સમાજના ઉપલા વર્ગમાં આવી સ્થિતિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ‘Absentce Landlordism’ વિષે આપણે સાંભળ્યું છે, જાણ્યું છે પરંતુ ‘Absentce Parents’ આ આધુનિક યુગનું દુઃખદ અને કરુણ પાંસુ છે !
બંને મા-બાપ કાં તો નોકરી કરતા હોય અને પરિણામે બાળકને માનો પૂરતો સહવાસ અને સોબત ન મળે, અથવા તો મા પોતાની સામાજિક પ્રવૃત્તિઓમાં અને પાર્ટીઓમાં અને પિતા પોતાના વ્યવસાયમાં અને મિત્રોમાં રચ્યા પચ્યાં હોય.
જયવતબહેન લખે છે કે , જિંદગીમાં એક જ માર્ગે એક જ વખત પસાર થવાનું છોય છે, તો પછી એનો પ્રત્યેક દિન શા માટે ઉત્કટાથી ન જીવવો? રોજ રોજ નવું પરોઢ ઉજવીએ। આપણે ઉદાસીભર્યા વાદળના નહિ પણ ચમકતા સોનેરી સૂર્યપ્રકાશના માનવી બનવાનું છે. એ માટે શ્રદ્ધા અને શાણપણથી જીવીએ.
જયવતીબહેન કહે છે કે, પ્રત્યેકનું જીવન જુદું, જીવનનો ઉઘાડ જુદો, છતાં એમણે જે મનોમંથન અનુભવ્યું છે, તેમાંથી એમણે થોડાક મણિમૌક્તિકો સાંપડ્યા છે, તેને એમણે આ પુસ્તકમાં ગૂંથ્યા છે.
“સુખ વસ્યું અંતરમાં” તેમણે જીવનનાં સુખની ચાવીઓ દર્શાવી છે, જે વાચકને જરૂર ઉપયોગી પડશે….
શ્રીમતી જયવતીબહેનનું આ એકવીસમું પુસ્તક છે. અલૌકિક ગુણસંપત્તિથી ઓપતા માનવરત્નોની આ કથાઓમાં આપણી સવેન્દનાંને ઝન્કૃત કરે એવું આ લખાણ છે…. ઉત્તમ વાંચન અને બહોળા અનુભવથી સમ્રુધ થયેલાં આ લખાણો વાચકને પ્રતીતિકર છે……એમની શીખ કે સલાહ શુષ્ક નથી લાગતી, કેમ કે ક્યાંક એ અનુરૂપ પ્રસંગો કે કિસ્સાવિહોણી નથી….
તરુ કજારિયા
જન્મભૂમિ
જીવન અને જગત પરિવર્તનશીલ છે. બધા પરિવર્તનનો અને સંઘર્ષો વચ્ચે માનવીને જીવવાનું છે. પ્રત્યેકનો પોતાનો આગવો અનુભવ હોય છે. પરંતુ દુનિયાના કેટલાક ચિંતકો, વિચારકો અને સાહિત્યસર્જકોએ ઊંડાણથી ચિંતન કર્યું છે. ગહરાઈથી તેઓ જીવ્યા છે. જયવતીબહેને એમના લખાણનો નજદીકથી અભ્યાસ પછી તેમની કૃતિઓ દ્વારા, તેમનાં પાત્રો અને ઘટનાઓના નિરૂપણ દ્વારા જીવનનું સત્ય આપણને આપ્યું છે. જેથી જિંદગીની કઠોર વાસ્તવિકતા ઝીલવામાં આપણે માટે મુલાયમ ઓશિકારૂપ બની જાય છે, અને જિંદગીના અદભુત શામિયાણાને વધારે સુશોભિત બનાવે છે.
આ પુસ્તક જીવનલક્ષી નિબંધો, જે લલિત, અંગત અને સ્વૈરવિહારી છે, તે આપણને બોધક તત્વની અપેક્ષા વગર, વાચકોની ઘણી ક્ષણોને સજાવશે એવી મારી શ્રદ્ધા છે. કેમ કે, લેખિકા જયવતીબહેન જીવનની એવી જ અનેક સજાવાયેલી ક્ષણોની અનુભૂતિનું સર્જન છે.
-ભગવતીકુમાર શર્મા
કેલેન્ડરના દટ્ટા પરનું છેલ્લું પાનું ફાડ્યું અને એને સ્થાને નવા વર્ષનું નવું કૅલેન્ડર મૂક્યું. એક વર્ષ પૂરું થયું… આમ કાળના અનંત પ્રવાહમાં એક પછી એક દિવસ અને વર્ષ વિલીન થતા જાય છે. ભગવાન મહાકાળનું સામર્થ્ય અપૂર્વ છે. કાળનો પ્રવાહ કોઈને માટે અટકતો નથી. સમયનાં ચક્રો સતત ફર્યા કરે છે. મહાભારતમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને આ શાશ્વત નિયમનની વાત કરતાં કહે છે, ‘સમયને કોઈ સ્વજન કે કોઈ પ્રિય નથી અને કોઈ તિરસ્કૃત કે દ્વેષ કરવા જેવું પણ નથી.’ ‘ન કાલસ્ય પ્રિયઃ કશ્ચિત્ ન દ્વેષ્યઃ કુરુસત્તમ !’ કાળ કાળનું કામ કરતો રહે છે અને આપણે જોતાં રહી જઈએ છીએ !
વાયુને જો આપણે પકડી શકીએ કે મુઠ્ઠીમાં બાંધી શકીએ તો સમયને બાંધી શકીએ. હા, આપણે કાળને પકડી રાખી શકતાં નથી પણ સમય તો આપણને પકડી રાખે છે ! વહેતી પળ તો પરપોટા જેવી છે એને પકડવા જઈએ તો ફૂટી જાય… સમયનું લક્ષણ જ માનવીને હાથતાળી આપીને સરકી જવાનું છે.
સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ…
કવિ મણિલાલ દેસાઈએ લખ્યું છે તે પ્રમાણે આ પળ કેટલી બધી ચંચળ અને નાજુક છે !
‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ…’
જોતજોતામાં સમય સરકી જાય છે અને પછી માનવી માટે રહે છે એ ગુમાવેલા સમય માટેના મિથ્યા નિસાસા અને અફસોસ… કોઈક આથમતી એકાંત સંધ્યાએ અથવા તો રાત્રિની નીરવતામાં મનમાં અજંપો સળવળી ઊઠે છે. મન બેચેન બની જાય છે અને થાય છે, ‘આમ ને આમ આટલાં વર્ષો વહી ગયાં ?… ખબરેય ના પડી!’
‘શામ ઇતની જલ્દી કૈસે રાસ્તેમેં ગિર ગઈ
‘સુબહકી પહલી કિરન લેકર ચલે થે ઘરસે હમ.’
અરે ! પ્રભાતનું પહેલું કિરણ લઈને તો અમે ઘેરથી નીકળ્યાં હતાં અને જોતજોતામાં સાંજ ઢળી ગઈ ? માટે જ જીવનમાં આવતી પળની રાહ જોવાને બદલે વર્તમાન પળ સરકી જાય તે પહેલાં એને સજાવી લેવી જોઈએ. શાયર મુકબિલ કુરેશીની આ વાત ખૂબ યાદ રાખવા જેવી છે :
‘સમયની વાટ જોઈને કદી બેઠો નથી રહેતો.
સમય જેવો મળ્યો એવા સમયથી કામ લીધું છે.’
એક કુશળ કલાકાર હાથવગું જે હથિયાર હોય એનો ઉપયોગ કરી એક સુંદર કલાકૃતિનું નિર્માણ કરી દે છે. એ અનુકૂળતાની રાહ જોતો બેસી નથી રહેતો. આપણે માટે અનુકૂળ સમય જીવનમાં બહુ ઓછો આવતો હોય છે પણ આપણે જ સમયને અનુકૂળ થઈને જે સમય આવ્યો, જે તક આવી મળી એનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે આમાં સમય સાથે તાલ મિલાવીને ચાલવાની વાત પણ છે. હસતે મોંએ પ્રત્યેક ક્ષણને વધાવી લેવાની વાત છે, એને ઉજમાળી બનાવવાની વાત છે. ઋતુચક્રની માફક સુખદુઃખની ઘટમાળ તો માનવજીવન સાથે અવિછિન્ન રીતે સંકળાયેલી છે અને તેમાં પણ સુખ ઓછું અને અલ્પકાલીન; દુઃખ વધુ દીર્ઘકાલીન…
ઘણીય વખત એક નાનકડી તુચ્છ બાબતમાં આપણું મનસરોવર ડહોળાઈ જાય છે. દુઃખની એક નાની શી કાંકરી પણ પડતાં આપણું જીવનસરોવર ક્ષુબ્ધ થઈ જાય છે. આપણે તરત જ પ્રારબ્ધનો દોષ કાઢવા બેસી જઈએ છીએ અને દુઃખનો ડુંગર ઊભો કરી દઈએ છીએ.
આપણે ભૂતકાળને ભૂલી શકતાં નથી અને ભવિષ્યની ખોટી અને વધુ પડતી ચિંતામાંથી છૂટતાં નથી. એમાં ને એમાં વર્તમાનમાં જીવવાનું જ જાણે વીસરી જઈએ છીએ, અને મેં આગળ કહ્યું તે પ્રમાણે વર્તમાનની પળને શણગારવાનું – સજાવવાનું ભૂલી જઈએ છીએ અને જ્યારે આપણે માટે પેલો ચિંતામુક્ત અને સુરક્ષિત ભવિષ્યકાળ ધનની થેલી લઈને આવે છે ત્યારે શરીર અને મન બંનેથી આપણે એવાં કથળ્યાં હોઈએ છીએ કે એ ભોગવી પણ નથી શકતાં. એટલે જ પ્રત્યેક દિવસ – પ્રત્યેક કલાક અને પ્રત્યેક ઘડી આપણે જીવી જાણવી જોઈએ. આજનો દિવસ સરસ રીતે જીવ્યાં એનો અર્થ એ થયો કે ગઈ કાલ અને આવતી કાલ બંને સરસ બની રહ્યાં.
જીવનની નાની નાની મુશ્કેલીઓને હસીને ફૂંક મારીને મનમાંથી ઉડાવી દઈ શકીએ અને એમ માનીએ કે મુશ્કેલીની ક્ષણ પણ ચાલી જશે… It will also pass away તો…? તો આપણે જીવનમાં નાનાં દુઃખો અને મુશ્કેલીઓથી ભાંગી પડીશું નહિ. સુખ અને દુઃખ માનવીના જીવનના પોતમાં તાણાવાણાની માફક વણાયેલાં છે. કોઈક કહે કે બસ ! હું તો જિંદગીમાં માત્ર સુખ જ લઈશ અને દુઃખને નહિ લઉં તો એ મોટા ભ્રમમાં જીવે છે, કારણ કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ‘Happiness comes to us wearing the crown of sorrow !’ સુખનો આધાર જીવન પ્રત્યેનાં આપણાં વલણ અને દ્રષ્ટિ પર મહદ્ અંશે હોય છે.
ભૂતકાળના પ્રસંગોને યાદ કરી કરી વાગોળવાથી ઘણી વખત દુઃખ પ્રાપ્ત થતું હોય છે. જે થયું તે ન થયું બનતું નથી. એવી દુઃખદ સ્મૃતિઓને સંકોરી સંકોરીને જીવંત રાખવાથી કોઈ રાહત મળતી નથી. માત્ર વેદના જ ઘૂંટાતી રહે છે. આપણે પોતે શું ન કરી શક્યાં, શું શું ન મેળવી શક્યાં – જીવનમાં કઈ કઈ મુસીબતો વેઠી, કયા વિપરીત સંજોગો આવ્યા, કોણે મદદ ન કરી. કોણે ક્યારે અપમાન કર્યાં – અન્યાયો કર્યાં – એ સતત યાદ રાખનાર – ભૂતકાળમાં જીવનાર વ્યક્તિ દુઃખી જ થાય છે. આવાં past mongers ભૂતકાળમાંથી ક્યારેય બહાર નીકળી વર્તમાનની પળનો આનંદ માણી શકતાં નથી અને ભાવિનાં ઉજ્જવળ સ્વપ્નાં જોઈ શકતાં નથી. ગયેલી તક પર ઢોળાયેલા દૂધની માફક નિઃશ્વાસ નાખી બેસી રહે છે અને આવતી તકને જોઈ શકતાં નથી. કોઈને મન મૂકીને પ્રેમ કરી શકતાં નથી, અને જીવનમાં આવી પડતાં અન્યાય અને અપમાનને સ્વમાનપૂર્વક જીરવી આત્મગૌરવ જાળવી શકતાં નથી…
બસ ! તો પછી આ મંગળ ક્ષણે એ જ પ્રાર્થના કરીએ કે, ‘હે કાળપુરુષ ! હે પરમનિયંતા પરમેશ્વર ! તેં અર્પેલી મારા જીવનની પ્રત્યેક પળને, પ્રત્યેક સંજોગને તારા પ્રસાદરૂપે માની એને સ્વીકારી શકું, એને અપનાવી શકું એવી શક્તિ આપજે. જેથી હું પણ કવિ રમેશ જાનીની માફક ગાઈ શકું—
‘જે મળી જીવનની પળો, ચલો મન માણી લઈએ…’