જીવન સતત સંગ્રામ છે. સુખ – આનંદ તો મનની અવસ્થા છે. આપણે જો જિંદગીને સુન્દર અને રસમય યાત્રા બનવવાની હોય તો આપણે પોતે જ મનમાં સુખી થવાનો સંકલ્પ કરવો પડે. આધિ, વ્યાધિ, ઉપાધીયુક્ત જીવનમાં પ્રસન્નતાથી મધુમયી ધારા કેવી રીતે...
Read More પ્રાપ્તિ Buy‘આંખે આંસુ, હોઠે સ્મિત’ ભારતીય નારીની પ્રતિમા એ કેવી હોવી જોઈએ એણે શું કરવું જોઈએ, કેવો વેપાર કરવો જોઈએ. એ પ્રતિમા સમાજે નિર્માણ કરી, પુરુષ સમાજે નક્કી કરી અને સ્ત્રીને કહ્યું, ‘આ તું છે’ એ પ્રતિમા સ્ત્રીના માનસ પર...
Read More પ્રાપ્તિ Buyદુર્ભાગ્યે આપણે ભૂતકાળની વ્યથા અને ભવિષ્યની ચિંતા વચ્ચે આપણે સતત ઝોલાં ખાઈએ છીએ. પણ આપણે જેમાંથી પસાર થઈ રહ્યા છીએ, તે વર્તમાનની આ ક્ષણને અવગણીએ છીએ. પણ જીવનનું એકમાત્ર અનુભવગમ્ય સત્ય હોય તો તે છે અત્યારે જીવાતી આ ક્ષણ,...
Read More પ્રાપ્તિ Buyજયવતીબેન ખુબ જ સુન્દેર રીતે આ મુલાકાતોનો સંગ્રહ વાચકોના આનંદ માટે પ્રગટ કર્યો છે. મુલાકાત માટે એક માહૌલ રચવાનો હોય છે. ભવન્તુ રચવાનો હોય છે. પુષ્પ ની એક એક પાંખડી ધીમે ધીમે ખુલતી જાય અને એની સુવાસ અને સૌંદ્રય...
Read More પ્રાપ્તિ Buyકાલાતીતથી માનવી સુખને ઝંખે છે. અને સુખી થવું છે એને સુખ જોઈએ છે એ સુખની પાછળ પડે છે. પરંતુ સુખ તો કાંચનમૃગની માફક એને છલીને આગળ ને આગળ દોડતું જ રહે છે ! સુખ આપણને જોઈએ છે, પણ સાચું...
Read More પ્રાપ્તિ Buyજીવનમાં સફળતા મળે એ સૌ ઇચ્છીએ છીએ, એટલું જ નહિ પણ સફળતાની પાછળ આપણે અહર્નિશ દોડ્યાં કરીએ છીએ. પરંતુ સાચી સફળતા શું છે અને શેમાં રહેલી છે તે આપણે ઘણી વખત ભૂલી જઈએ છે. જયવતીબહેને આ પુસ્તકમાં મનનીય, પ્રેરક...
Read More પ્રાપ્તિ Buyજીવનમાં અનેક પ્રશ્નો રહેતા હોય છે. ઉંમરની સાથે જો પ્રશ્નોને જોડવામાં આવે તો બાલ્યાવસ્થાના, યુવાવસ્થાના અને વૃદ્ધાવસ્થાના જુદા જુદા પ્રશ્નો હોય છે. ધર્મ, સમાજ અને રાજ્યવ્યવસ્થા આ પ્રશ્નોને ઉકેલવામાં મહત્વનો ફાળો આપતાં હોય છે. જો આ ત્રણેય સંસ્થાઓ નિષ્ક્રિય...
Read More પ્રાપ્તિ Buyમાતાપિતા અને સંતાનો વચ્ચેના સંબંધનું સ્વરૂપ એકદમ વિરલ છે. એ લોહીનો, સ્નેહનો અને હૃદયનો સંબંધ છે. એ સંબંધ ગમે તે કારણે વણસે તો ઉભય પક્ષે દુઃખ જ ઊભું થાય છે. એ સંબંધ અત્યન્ત ગાઢ, મૈત્રીભર્યા અને આત્મીય બની રહે,...
Read More પ્રાપ્તિ Buyજુદા જુદા ક્ષેત્રના અનેક પ્રતિષધિત લોકોની મુલાકાત લઈ ને જે વિગતોથી જાહેર પ્રજા વાકેફ ન હતી, જે પ્રસંગો તે વ્યક્તિઓના જીવનમાં ભુલાઈ ગયા હતા, તે જયવતીબેને બહાર લાવી આપણી સમક્ષ રજુ કર્યા છે. આ વ્યક્તિઓએ પોતાંય જીવન કેવી રીતે...
Read More પ્રાપ્તિ Buyજીવન જીવવાની કળા વિષે અનેક ફિલસૂફ, ચિંતક, સર્જક અને અનુભવીઓએ લખ્યુ છે. આ પુસ્તકમાં જયવતીબહેને જીવનને આનંદમય બનાવવાની થોડીક વાત કરી છે પ્રત્યેકનું જીવન જુદું, જીવનનો ઉપાડ જુદો છતાં જે જયવતીબહેને મનોમંથન અનુભવ્યું છે, તેમાંથી થોડાંક મણિમૌક્તિકો આ પુસ્તકમાં...
Read More પ્રાપ્તિ Buyઆધુનિક વિશ્વની નારીઓ સામે ઉભા થયેલા પડકાર તેમ જ તેના નિરાકરણ સંદર્ભે તલસ્પર્શી આલેખન થયું છે. સમાજ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. નવા પડકારો પણ સાથે સાથે ઊભા થવાના જ. સ્ત્રી , પુરુષે અને સમગ્ર સમાજે એ ઝીલવા...
Read More પ્રાપ્તિ Buyભારતીય સ્ત્રીઓને સૈકાઓથી પુરૂષોએ અને ધર્મશાસ્ત્રોએ પછાત અને દબાયેલી રાખી છે. જયવતીબહેને આ વિષય ઉપર છેલ્લા છ દાયકાથી અભ્યાસ કર્યો છે અને અનેક પાસા પર લખાણ કર્યું છે. એ દ્રઢતાથી માને છે કે સ્ત્રીઓએ પોતાની તાબેદારી સ્વીકારી લીધી છે....
Read More પ્રાપ્તિ Buyજીવન સતત સંગ્રામ છે. સુખ – આનંદ તો મનની અવસ્થા છે. આપણે જો જિંદગીને સુન્દર અને રસમય યાત્રા બનવવાની હોય તો આપણે પોતે જ મનમાં સુખી થવાનો સંકલ્પ કરવો પડે. આધિ, વ્યાધિ, ઉપાધીયુક્ત જીવનમાં પ્રસન્નતાથી મધુમયી ધારા કેવી રીતે વહેતી રહી શકે આ અંગેની, થોડી વિચારણા “અવસર નો આંણદ” માં કરવામાં આવી છે.
વિધાયક જીવનનો સૂર રેલાવતા આ નિબંધોમાં લેખિકાએ અનેક પ્રસંગોના માધ્યમે મહેકતી મૈત્રીની, સ્વજનોની ઉષ્માની અને ભીતરની શાંતિની વાત આલેખી છે..
સંધ્યાશાહ
મુંબઈ સમાચાર-2010
આ પુસ્તકનું પ્રત્યેક પ્રકરણ વિચારપ્રેરક છે, પરંતુ અંતિમ પ્રકરણ “મૃત્યુ: જીવન પૂર્ણાહુતિનો ઉત્સવ” તો સોંએ વાંચીને અંતિમ પંક્તિઓ મઢાવી રાખવા જેવી છે. ધન્યવાદ જયવતીબેન…
ડૉક્ટર દિનેશ ભટ્ટ, જન્મભૂમિ 2009
જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું ? યક્ષના આ પ્રશ્નના જવાબમાં ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હતું : ‘અનાદિ કાળથી સઘળાં પ્રાણી મરતાં જોવામાં આવ્યાં છે, છતાં દરેક પ્રાણી પોતાને જ અમર માને છે. મરણનું ભાન મનને પણ થવા દેતાં નથી. આનાથી વિશેષ મોટું આશ્ચર્ય કયું હોઈ શકે ? દુનિયાના સઘળા તત્વજ્ઞાનીઓએ, ધર્માચાર્યોએ અને મનીષીઓએ જીવન અંગે ચિંતન કર્યું છે. મરણનું રહસ્ય ઉકેલવા પ્રયત્ન કર્યો છે. આપણે ક્યાંથી આવ્યાં ? ક્યાં જવાનાં છીએ ? મરણ શું છે ? મરણને પેલે પાર શું છે ? આ બધા પ્રશ્નો થયા છે. નચિકેતા તો મૃત્યુનું રહસ્ય જાણવા મૃત્યુના દેવ યમરાજ પાસે પહોંચી જાય છે. સતી સાવિત્રી યમરાજ પાસેથી એના પતિને છોડાવી જીવંત કરે છે એવી પૌરાણિક કથા છે. પરીક્ષિત રાજાને શુકદેવજી તક્ષક નાગના દંશથી થનાર મૃત્યુના ભયમાંથી મુક્ત કરતાં કહે છે : ‘હું સર્વાધિષ્ઠાન પરબ્રહ્મ છું, સર્વાધિષ્ઠાન બ્રહ્મ હું જ છું. એ પ્રમાણે તું તારી જાતને તારા વાસ્તવિક, એકરસ, અનંત, અખંડ સ્વરૂપમાં સ્થિત કરી લે. પછી ભલેને તક્ષક એની વિષપૂર્ણ દાઢથી તારા પગને દંશ દે, તને કશી પરવા નહિ રહે. તું તારા આત્મસ્વરૂપમાં સ્થિર થઈ વિશ્વને પોતાનાથી જુદું નહિ જુએ.’ શ્રીમદ્ ભાગવત કહે છે તે પ્રમાણે શુકદેવજીના આ ઉપદેશથી પરીક્ષિત રાજા બ્રહ્મના સ્મરણમાં લીન થઈ મોક્ષ પામ્યા.
જીવનનો આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે મરણનો વિચાર આવે જ આવે. મરણ એક અદભુત રહસ્યમય સમસ્યા છે. તે મનુષ્યને જીવનનો અર્થ ઘટાવવાની ફરજ પાડે છે. જીવન અને મરણ બે અંતિમ બિંદુઓ છે, અને જોવા જઈએ તો બંનેમાં પરમાત્માની વિભૂતિનાં દર્શન થાય છે. જીવન માણસની અનેક રીતે કસોટી કરે છે, એને તાવે છે, એને થકવે છે, તો મરણ ક્ષમાશીલ અને પરમ કરુણામય પરમાત્માની દયા છે. જરા કલ્પના કરીએ, મૃત્યુ જ ન હોય તો ? તો જીવન કેટલું નીરસ અને કંટાળાજનક બની જાય ! તો નવજીવન ક્યાંથી હોય ? સૂર્યાસ્ત વિના સૂર્યોદય ક્યાંથી થાય ? શિશિર વિના વસંતનું આગમન ક્યાંથી થાય ? સર્જન અને વિસર્જન એ સૃષ્ટિનો ક્રમ છે. પીળું, પાકટ પર્ણ વૃક્ષ ઉપરથી ખરે તો જ નવી કૂંપળ ફૂટી શકે. જૂનો ક્રમ પૂરો થાય અને તેનું સ્થાન નવીન લે તો જ સંસારની ગતિ ચાલુ રહી શકે. પરંતુ આપણે તો મરણની તુલના ઘોર અંધકાર સાથે કરીએ છીએ. એને અનિષ્ટ અને અશુભ માનીએ છીએ. જીવન જેટલું જ નિશ્ચિત જીવનને અંતે મૃત્યુ છે જ. માર્ક ટ્વેઇને કહ્યું છે, ‘Life is a losing proposition. No one comes out of it alive !’
મૃત્યુના ભયનું શું કારણ હશે ? પોતાના સ્વજનો, સ્નેહીઓ, કુટુંબીજનોને છોડવાનું, એમની વિદાયનું દુઃખ હશે ? જીવનભર પરિશ્રમ પછી સંચિત કરેલી માલમિલકત અને સંપત્તિ છોડવાનું દુઃખ હશે ? આટલાં વર્ષો સુધી જે દેહ દ્વારા જીવનને માણ્યું હતું, ઇન્દ્રિયોનું સુખ ભોગવ્યું હતું તે દેહ પ્રત્યેની આસક્તિ હશે કે પછી અજ્ઞાત, એકલવાયા અજાણ પ્રવાસનો ભય હશે ? જીવન માટેનો મોહ હશે ? કદાચ મરણ પૂર્વેની શારીરિક વેદનાની કલ્પના પણ માનવીને ભયગ્રસ્ત અને ચિંતાતુર કરતી હોઈ શકે. મૃત્યુ ઇચ્છો કે ન ઇચ્છો પણ એ આવવાનું જ, તો પછી તેના પ્રત્યે આંખમિંચામણાં કરવાથી શું વળવાનું ? ઘણાં દલીલ કરે છે, જ્યાં સુધી જિંદગી છે, ત્યાં સુધી જિંદગીનો વિચાર ન કરીએ કે મૃત્યુનો વિચાર કરીને દુઃખી થઈએ ? જ્યારે આવવાનું હશે ત્યારે મરણ આવશે. પડશે ત્યારે દેવાશે. બહુ બહુ તો ઘડપણ આવશે ત્યારે ભગવાનને ભજીશું. મૃત્યુનો વિચાર કરીશું. આ રીતે મૃત્યુના વિચારને આપણે ટાળતાં હોઈએ છીએ. જે જીવન સાથે અતૂટ અને અટલ રીતે જોડાયેલું છે તેના પ્રત્યેના દુર્લક્ષ્યથી આપણને ફાયદો નથી જ થવાનો. જે મરણ નિશ્ચિત રીતે આવવાનું છે, જેના પ્રતિ પ્રતિક્ષણ આપણે જઈ રહ્યાં હોઈએ છીએ તેને ન ઓળખીએ કે ન સ્વીકારીએ તો કેમ ચાલવાનું ?
ખરું જોતાં જીવન જ્યારે લડતાં લડતાં થાકી જાય છે, હારી જાય છે, ત્યારે મૃત્યુ જીતી જાય છે. જીવનમાં પ્રત્યેક વસ્તુ મેળવીને, ભોગવીને અંતે તેનો ત્યાગ કરતાં શીખવાનું છે, તેવી જ રીતે જીવન પૂરું કરીને એનો ત્યાગ કરવાનો છે. જીવન જીવવાની જેમ કલા હોય છે તેવી જ રીતે મૃત્યુનો ગૌરવપૂર્વક સ્વીકાર પણ એક કલા છે. મૃત્યુ એ તો નવજીવનના પ્રવેશનું દ્વાર છે. જે મરણનું સ્મરણ સેવીને અલિપ્તપણે જીવી શકે છે તેને જ તો અમર લોકનો અધિકાર પ્રાપ્ત થાય છે. મૃત્યુ વગર જીવન કૃતાર્થ ન થઈ શકે. મૃત્યુ એ જીવનની દીક્ષા છે. મૃત્યુ નવજીવનનું વૈતાલિક છે. મૃત્યુ છે તો નવજીવન છે.
મૃત્યુ શબ્દ સર્વસામાન્ય રીતે ભયનો ભાવ વ્યક્ત કરે છે. પરંતુ જે બધા પુરાવા મળે છે તેના ઉપરથી લાગે છે કે મૃત્યુમાં ભય રહેલો નથી. જેઓ ગંભીર રીતે માંદા છે, જેઓ જીવનનો ભાર ઊંચકી શકે તેમ નથી, સાવ લાચાર અને પરવશ છે, જેમનું જીવન ‘વેજીટેબલ’ જેવું છે, જેમના જીવનમાં કોઈ અર્થ રહેલો ન હોય, જીવનનો કોઈ ઉપયોગ જ ન હોય, જે કુટુંબને, સમાજને કે પોતાને માટે ભારરૂપ હોય તેમને માટે તો મૃત્યુ મુક્તિદાયક છે. સર્વ યાતનામાંથી ઉગારનાર અમૃતમય ઔષધ છે.
મૃત્યુથી આપણે ડરીએ છીએ કારણ કે તેની સાથે આપણે ભયંકર શારીરિક યાતનાને સાંકળીએ છીએ. વિખ્યાત ડૉક્ટર સર વિલિયમ ઓસ્લરે 500 મૃત્યુનો અભ્યાસ કર્યો. તેમને એવું જાણવા મળ્યું કે મૃત્યુ સાથે આપણે મૃત્યુ પહેલાંનાં રોગનાં ચિહ્નો અને તેમાંથી ઉદભવતી વેદનાને સાંકળીએ છીએ અને તે યાતનાને મૃત્યુની યાતના માનીએ છીએ. વાસ્તવમાં તો રોગની અંતે જીત થતી હોય છે. દેહનું યુદ્ધ પૂરું થયું હોય છે. જીવંત રહેવાના બધા પ્રયત્નો કરતાં કરતાં દેહ થાક્યો છે. તેને હવે મૃત્યુથી શાંતિ થાય છે. ખરું દુઃખ તો મૃત્યુને વિવશ રીતે નિહાળનારાઓને થાય છે કારણ કે તેમને તો મૃત્યુનો ભોગ બનતી વ્યક્તિના દુઃખની કલ્પના જ કરવાની રહે છે અને પોતાને પણ એવે સમયે કેટલું દુઃખ વેઠવું પડશે તેનો વિચાર, તેની કલ્પના, તેમને વિહ્વળ કરી મૂકે છે, ડરાવી મૂકે છે.
તબીબોને એવું પણ જાણવા મળ્યું છે કે મૃત્યુ પહેલાં માનવી ઘણી વખત તેને માટે તૈયાર થતો હોય છે. કેટલાકને મૃત્યુની આગાહી પણ થતી હોય છે. મૃત્યુ પહેલાં રોગને લીધે ગમે તેટલી વેદના અનુભવવી પડી હોય પણ છેલ્લી વખતે બધું શમી જાય છે. જીવન સમાપ્ત થાય, જ્યોતિ ઓલવાય, દીપકનો પ્રકાશ બુઝાય તે પહેલાં ઘણી વખત ઉલ્લાસ અને શાંતિ ચિત્તમાં વ્યાપી જાય છે. જીવનજ્યોતનો પ્રકાશ ધીમે ધીમે ઓછો થતો જાય છે. ઇન્દ્રિયોના perceptions ખલાસ થાય અને સાથે છેલ્લી માંદગીનાં દુઃખ પણ જવા માંડે છે. દર્દીને જાણે ઘંટારવ થતો હોય એવું લાગે છે. પોતાની આજુબાજુ અજવાળાં પથરાતાં હોય એવું લાગે છે. ધીમે ધીમે વેદના વગર દર્દી અંધકારમાં સરવા માંડે છે. તો પછી મૃત્યુનો આટલો બધો ડર શા માટે લાગતો હશે ? જીવન પ્રત્યેનો મોહ હોઈ શકે. ઉપાડેલાં કામ પૂરાં કરવા માટે આયુષ્ય જોઈતું હોય પણ મને લાગે છે કે મોટે ભાગે તો અજાણ, અજ્ઞાત પંથની એકલવાયી યાત્રાની કલ્પના જ માણસને ભયભીત કરતી હશે. અજ્ઞાત, અપરિચિત પ્રવાસ ! એ પ્રવાસ કેવો હશે ? ક્યાંનો હશે ? પછી શું થશે ?
આખા દિવસના પરિશ્રમ પછી રાત્રીની નિદ્રા આરામદાયક લાગે છે. એ નિદ્રા પછી બીજા દિવસના પ્રભાતે આપણે તાજગી સાથે ઊઠીએ છીએ. મૃત્યુ પણ જીવનના થાક અને તણાવ પછી વિશ્રાંતિ લાવે છે. એટલા માટે એ આવકારદાયક છે, કૃપાળુ છે, પરમાત્માની કૃપારૂપ છે.
મૃત્યુ કષ્ટ અને યાતનામાંથી ઉગારે છે, એટલું જ નહિ, પણ એ જીવનને ઘડે પણ છે. મૃત્યુનો ખ્યાલ, મૃત્યુનો વિચાર, મૃત્યુનું સ્મરણ મનમાં જાગ્રત રહે તો આપણે ઘણી ભૂલો અને ગુનામાંથી ઊગરી શકીએ. એનું ચિંતન અને સ્મરણ જીવનમાં ઊંડાણ લાવે છે. જેને એનું સ્મરણ રહે છે તે નકામી ક્ષુલ્લક વાતોમાં પોતાનો કિંમતી સમય બરબાદ નહિ કરે. જીવનમરણ સાથે વાતચીત કરતાં કરતાં માનવી જીવનની સફર ખેડે તે ઉત્તમ રીત છે. મરણના સ્મરણથી માનસિક આરોગ્ય જળવાય છે. ચિત્ત સમતોલ રહે છે. આનંદ અને શોકમાં એ ડૂબી જતો નથી. સફળતાથી એકદમ ફુલાઈ જતો નથી અને નિષ્ફળતાથી હતાશ થઈ નથી જતો. એ બંનેમાં વધારે સ્વસ્થતાથી જીવી શકે છે. એનાથી ચિત્તની પ્રસન્નતા જળવાય છે. હૃદય વધુ ક્ષમાશીલ અને ઉદાર બને છે. પ્રાણીમાત્ર તરફ સમભાવ અને અનુકંપા વધે છે. જે જીવન મળ્યું તેને માણી લેવાની વૃત્તિ વિકસે છે. મોહમાયા, પરિગ્રહ, અને ‘મારું-તારું’ ઓછું થાય છે. આપણું પોતાનું કશું જ રહેવાનું નથી અને કશું જ સાથે લઈ નથી જવાના એની પ્રતીતિ જીવનમાં થોડીક અલિપ્તતા અને અનાસક્તિ આપે છે.
તમે કહેશો કે મૃત્યુનો પ્રસંગ જીવન વિષે વિચાર કરતાં કરે છે. થોડોક વૈરાગ્ય પણ ઊપજે છે, પણ એ તો સ્મશાનવૈરાગ હોય છે. મન તરત જ સંસાર તરફ વળી જાય છે અને આપણે હતાં તેવાં થઈ જઈએ છીએ. જરા, વ્યાધિ અને મૃત્યુ જોઈ કુમાર સિદ્ધાર્થ જ મહાભિનિષ્ક્રમણ કરે. યુગોથી દુનિયા ચાલતી આવી છે એમ ચાલે છે. પરંતુ મૃત્યુ વિષેનું ચિંતન, એનું સ્મરણ અને એ માટેની તૈયારી જીવનભર ચાલુ રહે તો એનાથી જરૂર આધ્યાત્મિક વિકાસ થાય.
‘આંખે આંસુ, હોઠે સ્મિત’ ભારતીય નારીની પ્રતિમા એ કેવી હોવી જોઈએ એણે શું કરવું જોઈએ, કેવો વેપાર કરવો જોઈએ. એ પ્રતિમા સમાજે નિર્માણ કરી, પુરુષ સમાજે નક્કી કરી અને સ્ત્રીને કહ્યું, ‘આ તું છે’ એ પ્રતિમા સ્ત્રીના માનસ પર સદીઓથી એટલી તો દૃઢ રીતે અંકિત થઈ ગઈ છે કે માત્ર પુરુષો જ નહિ સ્ત્રીઓ પોતે પણ એને ભૂલી નથી શકતી.
આ પુસ્તક અનેક સ્ત્રીઓને પોતાનો વિકાસ અને સમાજના અને રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ જ પ્રેરણાજનક વિચારો અને કાયદા દ્રષ્ટિની માહિતી આપે છે.
‘આંખે આંસું હોઠે સ્મિત’ નારી જીવનની સમસ્યાઓની માર્મિક અને વસ્તુલક્ષી ચર્ચા કરી છે. આપણા આ પ્રકારના સાહિત્યમાં આ પુસ્તક નિઃશંક મૂલ્યવાન ઉમેરો કરે છે.
-શ્રી રતિલાલ બોરીસાગર
આજે માનવીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. સુખ-સગવડનાં અનેક સાધનો વિકસાવ્યાં છે, છતાં મનુષ્યમાં રહેલી જે આદિમ (‘પ્રિમિટિવ’) લાગણીઓ છે, તેના પર સંસ્કૃતિનું બહુ ઓછું આવરણ થયું છે. માણસમાં રહેલી શોષણવૃત્તિ, લોભ, લાલસા, વહેમ, ધાર્મિક અસહિષ્ણુતા અને પ્રાદેશિકતાએ માનવજાતિમાં ભાગલા ઊભા કર્યા છે. માનવીની આ પ્રકૃતિ વિકાસ સાધવામાં અને શાંતિ સ્થાપવામાં અવરોધ ઊભો કરે છે.
આપણા દેશની વાત કરીએ. વિવિધ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પશ્ચાત્ ભૂમિકામાંથી સ્ત્રીઓની લડત, એમની સિદ્ધિ, એમની ચિંતા, આશા અને નિરાશાનું આલેખન કરવું સહેલું નથી. આપણા દેશમાં વિવિધતા વચ્ચે એકતા – ‘Unity in diversity’ છે. ભારતીય મહિલાઓને આ ખૂબ જ લાગુ પડે છે.
વીસમી સદીના અંતિમ દાયકામાં માનવપ્રગતિના એક મહત્વના ‘ઇશ્યુ’ તરીકે સ્ત્રીની સમસ્યાનો ‘ઇશ્યુ’ સ્વીકારાયો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્થપાયું ત્યારથી દુનિયાના દેશોએ એવી નીતિ અને વલણ કેળવવા યત્ન કર્યાં છે કે જેથી સ્ત્રીઓ રાષ્ટ્રના ઉત્પાદનમાં અને ઉત્થાનમાં સમાન ભાગીદાર બને. પરંતુ આ ત્યારે જ શક્ય બને કે જ્યારે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય અને એમને સ્વવિકાસ માટેની તક મળે. એમના પ્રત્યે આચરવામાં આવતાં અન્યાય અને અસમાનતા દૂર થાય. એમનું શોષણ થતું અટકે.
સ્ત્રી પ્રત્યેના અત્યાચાર અને હિંસા એક વૈશ્વિક સમસ્યા છે. એ માનવ અધિકારનો ભંગ છે. આજથી લગભગ પા સદી પહેલાં 1979માં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ પ્રસ્તાવ પસાર કર્યો હતો : ‘Elimination of all forms of discrimination’ – બધા જ પ્રકારના ભેદભાવો દૂર કરવાનું સ્વીકાર્યું છતાં આશ્ચર્યની વાત તો એ છે કે સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને ગુનાઓ વધતા જાય છે. નવાઈની જ વાત છે, પણ એ હકીકત છે. માણસ માણસ પ્રત્યે ક્રૂર છે, પણ પુરુષ સ્ત્રી પ્રત્યે વધારે ક્રૂર છે.
‘Growth and Development’ – ‘વિકાસ અને ઉન્નતિ’
આ બે શબ્દો આપણે ઘણી વખત સાંભળતાં હોઈએ છીએ. આ શબ્દોમાં ઘણું ઊંડાણ રહેલું છે. રાજદ્વારી પુરુષો અને અર્થશાસ્ત્રીઓ આ શબ્દો વારંવાર વાપરે છે. આપણા દેશ માટે આ ધ્યેય સિદ્ધ થઈ શકે તે માટે કેટલીક પરિસ્થિતિ નિર્માણ થવી જરૂરી છે. આપણો દેશ એક વિશાળ દેશ છે. બધે સ્થળે સરખી સ્થિતિ કે વિકાસની કક્ષા નથી. આર્થિક અને શૈક્ષણિક કક્ષા પણ અલગ છે. શહેરી અને ગ્રામીણ અને પહાડી વિસ્તારની પરિસ્થિતિમાં ઘણું અંતર છે.
સ્ત્રીઓની સક્ષમતા ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. એમાં સ્વનિર્માણથી માંડી સામૂહિક વિરોધ અને સત્તાના સંબંધમાં ઊભા થતા પડકારોને પહોંચી વળવાની શક્તિ અને તાકાત કે સ્ત્રીઓનું શોષણ કરતાં પરિબળોની જાણકારી એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ સક્ષમતા અથવા તો સશક્તીકરણ એટલે પ્રવર્તતી ‘પાવર રિલેશનશીપ’ને બદલવાની તાકાત. સ્ત્રીઓને બાજુએ હડસેલી દેતાં પરિબળો અને એમના માર્ગનાં વિઘ્નો-અંતરાયો અને નડતર એ બધાંને બદલવાની પ્રક્રિયા તે સશક્તીકરણ. સક્ષમતા એટલે સત્તાની પુનર્વહેંચણી…
જે પરિબળો સ્ત્રીઓ માટે જાતિભેદ અને અસમાનતા નિર્માણ કરે છે, એ સામાજિક રૂઢિઓ અને સમગ્ર માળખાને બદલવાની તાકાત-શક્તિ એટલે સક્ષમતા. સ્ત્રીઓમાં એ પ્રકારની સક્ષમતા નિર્માણ કરવાના પ્રયાસો લગભગ સો વર્ષથી થઈ રહ્યા છે. આ પ્રયાસોની આછી ઝલક આપણે જોઈએ.
ઈ.સ. 1885માં ‘નેશનલ સોશ્યલ કોન્ફરન્સ’ સ્થપાઈ. એણે સમાજસુધારાની ચર્ચા રાષ્ટ્રીય ભૂમિકા પર કરી.
ભારતીય નારી વીસમી સદીમાં પોતાના હક્કો માટે વધારે સજાગ થાય છે, અને પોતાનું સ્થાન સમાજમાં ઊંચું આણવા અનેક પ્રકારની સામાજિક સંસ્થાઓ ઊભી કરે છે. સ્ત્રી સંસ્થાઓની સંખ્યામાં છેલ્લાં પચાસ વર્ષમાં ઘણો વધારો થયો છે. એમની કામગીરીમાં વિવિધતા આવી છે. એમના કાર્યક્ષેત્રનો વિસ્તાર થયો છે. તે વખતે સમગ્ર ભારતને સ્પર્શતી મુખ્ય સંસ્થાઓ હતી – ‘નેશનલ કાઉન્સિલ ઑફ વીમેન’, ‘વીમેન્સ ઇન્ડિયન એસોસિયેશન’ અને ‘ઓલ ઇન્ડિયા વીમેન્સ કાઉન્સિલ’. ઈ.સ. 1929માં ‘ઓલ ઇન્ડિયા વીમેન્સ કોન્ફરન્સે’ સ્ત્રીશિક્ષણના પ્રશ્નો સાથે સમાજસુધારાના પ્રશ્નો હાથમાં લીધા. આ ઉપરાંત ‘ભારત મહિલા પરિષદે’ અને ‘આર્ય મહિલા સમાજે’ વીસમી સદીના પહેલા બે દાયકાઓમાં એમની કામગીરીનો આરંભ કર્યો હતો.
મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા અને એમણે આઝાદીની લડત શરૂ કરી. ગાંધીજીએ દેશની મહિલાઓને આહવાન કર્યું અને જે મહિલાઓએ બહારની દુનિયામાં પગ નહોતો મૂક્યો એ જેલમાં ગઈ, પિકેટિંગ કર્યાં, સરઘસમાં જોડાઈ અને પુરુષોની સાથે ખભેખભા મિલાવી બ્રિટિશ સલ્તનત સામે લડી ! ગાંધીજીએ ભારતીય મહિલાઓને એમની શક્તિઓનો પરિચય કરાવ્યો.
સ્ત્રીઓની પ્રગતિની આ યાત્રામાં મહિલા સંસ્થાઓ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો ઘણો મહત્વનો રહ્યો છે. સામાજિક દૂષણો દૂર કરવા માટે કાયદા લાવવા માટે તેઓએ માગણી કરી છે. કાયદામાં જરૂરી ફેરફાર લાવવા માટે પણ તેઓ સરકાર પર દબાણ લાવતાં રહ્યાં છે. સામાજિક પરિવર્તન માટે જાગૃતિ લાવવાનું મોટું કાર્ય આ સંસ્થાઓએ કર્યું છે.
શરૂઆતમાં આ બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓનું ધ્યાન સામાજિક સમસ્યાઓ પર હતું. તેમાં સુધારણા કરવા પર હતું. ખાસ કરીને સમાજના નબળા વર્ગને સંસ્થા દ્વારા મદદ કરવામાં આવતી. 19709ના દાયકાની મધ્યમાં આમાં થોડોક ફેર થયો અને સામાજિક દૂષણો અટકાવવા તરફ અને વિકાસની દિશામાં એમણે પગલાં ભરવા માંડ્યાં.
આ સંસ્થાઓએ મહિલાઓમાં એમના દરજ્જા અને અધિકારો માટે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવા માંડ્યા. મહિલા સંસ્થાઓના દબાણથી જ ‘રાષ્ટ્રીય મહિલા પંચ’ – ‘National commission for women’ સ્થપાયું.
1990ના દાયકામાં અને ત્યાર પછી આ સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં ધીમે ધીમે વિસ્તાર થતો ગયો. સ્ત્રીઓની સમસ્યાઓ ઉપરાંત સ્વાસ્થ્ય, બાળકલ્યાણ, વનીકરણ, વેરાન ભૂમિનો વિકાસ, વૉટર રિસોર્સિસ ડેવલપમેન્ટ, કાઉન્સેલિંગ, ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારી માટે તાલીમ અને સ્થાનિક લોકોને મદદ કરવાનું કામ એમણે ઉપાડ્યું છે.
આર્થિક રીતે સ્ત્રીઓ જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી સમાનતા એમને ક્યાંથી મળવાની છે ? પોતાનું ગુજરાન કરી ન શકે ત્યાં સુધી એ લાચાર અને પરવશ જ રહેવાની છે. કલાકોના કલાકો સુધી વૈતરું કરનાર ગ્રામીણ મહિલાઓનાં કામોનું કંઈ મૂલ્યાંકન થતું નથી. એમને માટે કમાણીનાં સાધન ઊભાં કરવાનાં છે. આ દિશામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા – ‘Self Employed Women’s Association’ ‘Sewa’ એ અલ્પશિક્ષિત અસંગઠિત બહેનોના લાભ અને ઉત્કર્ષ માટે ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. મહિલા બૅન્ક, મહિલાઓ માટે વીમા યોજના અને સ્વરોજગારી માટે તાલીમ અને સહાય દ્વારા આ વર્ગની હજારો બહેનોનું જીવન બદલી નાખ્યું છે.
ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી તાલીમ અને સહાયથી બહેનોને સ્વરોજગારી તરફ પ્રેરવાનું કામ અમદાવાદની સંસ્થા, ‘ઇન્ટરનેશનલ સેંટર ફોર એન્ટ્રેપ્રેનોરશીપ એન્ડ કેરિયર ડેવલપમેન્ટ’ – ICED પણ કરે છે. આવી સંસ્થાઓ અક્ષરજ્ઞાન, શિક્ષણ, સ્વાસ્થ્યસંભાળ, બાળસંભાળ, આંગણવાડી જેવી પ્રવૃત્તિઓના સંચાલન માટે સ્થાનિક બહેનોને તૈયાર કરે છે.
સ્વરોજગારી અને માઈક્રો ઇન્ડસ્ટ્રીનો ફાયદો એ છે કે એ કામકાજ મહિલાઓ પોતાની કૌટુંબિક જવાબદારીઓ, બાળકો અને ઘરના કામકાજ સાથે સંભાળી શકે છે. આ ક્ષેત્રમાં દાખલ થવાનું એમને માટે બહુ મુશ્કેલ હોતું નથી, કારણ કે, આ માટે ઉચ્ચ શિક્ષણની કે ઔદ્યોગિક જ્ઞાનની જરૂર નથી હોતી. સ્ત્રી પોતાના કામના કલાકો પણ પોતાની અનુકૂળતા પ્રમાણે ગોઠવી શકે છે. સમૃદ્ધ અર્થતંત્રનો સીધો સંબંધ ઉદ્યોગસાહસિકતા સાથે છે.
સ્વરોજગારીની તકથી ગ્રામીણ મહિલાઓની જિંદગીમાં ઘણો ફેર પડ્યો છે. આપણા દેશમાં શ્વેતક્રાંતિ થઈ છે. દૂધ અને ડેરીવિકાસમાં ‘અમૂલ’નો ફાળો ખૂબ જ અગત્યનો છે. ‘અમૂલ’ દેશનું ગૌરવ છે અને હજારો ગ્રામીણ મહિલાઓને એણે પગભર કરી છે. તેવું જ લિજ્જત પાપડનું છે. સામાન્ય બહેનોએ કેટલું સરસ સંગઠન કરી મોટો ઉદ્યોગ વિકસાવ્યો છે !
તામિલનાડુમાં પણ આવો ‘સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ’ સેંકડોની સંખ્યામાં થયા છે અને એનો લાભ હજારો મહિલાઓને અને એમનાં પરિવારને મળતો થયો છે.
સ્વૈચ્છિક બિનસરકારી સંસ્થાઓ ઉપરાંત સ્ત્રીઓના વિકાસ અને સમાનતા માટે સરકારે પણ ‘એજન્સીઝ’ કરી છે. મહિલાઓના હિતના રક્ષણ માટે ‘વીમેન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ’ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સ્થાપ્યાં છે. ‘સ્ટેટ સોશ્યલ વૅલફૅર બોર્ડ’ અને ‘સેન્ટ્રલ સોશ્યલ વૅલ્ફૅર બોર્ડ’ સામાજિક કાર્યને સંગઠિત કરવાનું કામ કરે છે.
આ ઉપરાંત 1992માં ‘નેશનલ કમિશન ફૉર વીમેન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એક ‘સ્ટેટ્યુટરી’ સંસ્થા છે. એનો ઉદ્દેશ સ્ત્રીઓને જીવનનાં તમામ ક્ષેત્રોમાં સમાનતા અને ન્યાય મળે તે છે. જ્યાં સમાનતાના કાયદાનો ભંગ થતો હોય, સ્ત્રીઓને તક માટે મનાઈ હોય, એના અધિકાર ઝૂંટવાતા હોય ત્યાં એ વચ્ચે પડે છે. આ ઉપરાંત આ કમિશન કન્યાઓ, વિધવા, રૂપજીવિની, જેલની કસ્ટડીમાં રખાયેલી સ્ત્રીઓ અને પછાત વર્ગની મહિલાઓ માટે કામ કરે છે. આ ઉપરાંત ‘હ્યુમન રાઈટ્સ કમિશને’ સ્પષ્ટ કહી દીધું છે કે સ્ત્રીના અધિકારનો ભંગ એ માનવઅધિકારનો ભંગ છે.
સ્ત્રીઓ રાષ્ટ્રના નીતિનિર્ણયો કરવામાં ભાગ લઈ શકે તે માટે પંચાયત અને સ્થાનિક શહેરી સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે પ્રતિનિધિત્વ રખાયું છે. લેજીસ્લેચર અને લોકસભામાં 1/3 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવાની ચર્ચાવિચારણા કેટલા સમયથી ચાલ્યા કરે છે. આ લાવવાનું કારણ સ્ત્રીઓ રાજકારણમાં સક્રિય થાય એ છે. અંતે તો આરક્ષણને બદલે સ્ત્રીઓએ પોતાની લાયકાત જ પુરવાર કરવાની રહેશે.
સ્ત્રીઓ પોતાની આર્થિક અને સામાજિક આકાંક્ષાઓને સિદ્ધ કરવા માટે સ્વરોજગારી અને ઉદ્યોગસાહસિકતાની એક નવી દિશા તરફ વળી રહી છે. એનાથી આપણે આગળ જોયું તે પ્રમાણે મહિલાઓમાં વધુ આત્મશ્રદ્ધા અને આત્મસન્માનનો સંચાર થઈ રહ્યો છે. એમનાં બાળકો અને કુટુંબીજનોને એનો આર્થિક લાભ તો થાય છે, પણ એ ઉપરાંત બાળકોને પણ પ્રેરણા મળે છે અને અંતે ‘કોમ્યુનિટી’ની પ્રગતિ થાય છે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ શ્રી પી.એન. ભગવતીએ કહ્યું હતું, ‘સ્ત્રીઓની સમાનતા અને સક્ષમતા રાષ્ટ્રનો પ્રાણ બચાવવા માટે અત્યંત મહત્વનાં છે.’
મેં આગળ જણાવ્યું તે પ્રમાણે સ્ત્રી-સમાનતાના પ્રશ્નને હવે પ્રાધાન્ય મળતું થયું છે. ‘Aware-Action for Welfare and Awakening In Rural Areas’ હરિજનો ગિરિજનો અને દલિતો માટે ખૂબ સુંદર કામ કરે છે. ‘Hunger Project’ – ‘Care’ વગેરે સંસ્થાઓ પણ સક્રિય કામગીરી બજાવી રહી છે. ‘કસ્તૂરબા મહિલા સમિતિ’નું કામ પણ ઘણું નોંધપાત્ર છે. ગ્રામવિકાસ સંસ્થા જેની સ્થાપના 1979માં મદ્રાસ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ કરી હતી તે પણ ઓરિસ્સામાં ઘણું સારું કાર્ય કરી રહી છે.
દેશભરમાં આવી કેટલીય સંસ્થાઓ કામ કરી રહી છે. કેટલાંય સેવાભાવી સંનિષ્ઠ ભાઈબહેનો સેવાનો ભેખ લઈ ગામેગામમાં ત્યાંની પ્રજાના ઉત્કર્ષ માટે ધૂણી ધખાવી બેસી ગયાં છે. આપણને એની ક્યાં ખબર છે ? છતાં દેશમાં બધાં જ ક્ષેત્રોની માફક આ સેવાના ક્ષેત્રમાં પણ કેટલીક ગેરરીતિઓ ક્યારેક થાય છે. જોઈએ તેટલું વ્યવસ્થિત કામ થતું નથી, છતાં જરૂર થઈ રહ્યું છે.
સ્ત્રી-સમાનતા અને ન્યાયની દિશામાં આપણે આગળ વધી રહ્યાં છીએ. જાગૃતિ આવતી જાય છે. કન્યાશિક્ષણ વધતું જાય છે, અને આજે અત્યાર સુધી જે ક્ષેત્રો માત્ર પુરુષોનાં જ ગણાતાં હતાં એ તમામ ક્ષેત્રોમાં ભારતીય મહિલાઓ યશસ્વી થઈ રહી છે. છતાં… છતાં ! હજી મંઝિલ દૂર છે. હજી પણ અગણિત સ્ત્રીઓના મોં પર ઉદાસીનતા છે. એમનું શરીર કૃશ અને થાકેલું છે. એમનું મન મૂરઝાયેલું છે. એમનાં પગમાં બેડી છે. જીવન રગશિયું છે. એમનાં મોં પર ઉજાસ અને આંખમાં ચમક લાવવાનાં બાકી છે. આપણે દિશા પકડી છે, યાત્રા ચાલુ છે, પણ હજી ઘણું અંતર કાપવાનું બાકી છે. ‘બંદર છો દૂર છે, જાવું જરૂર છે.’ આપણે જરૂર મંઝિલ પર પહોંચીશું. ભારતીય મહિલાઓના મોં પર સ્મિત અને પ્રસન્નતા પથરાય એ માટે દૃઢ સંકલ્પ કરીને નિષ્ઠાપૂર્વક કામે લાગી જવાનું છે. મહિલાઓ માટેના હિત-રક્ષણ અને સમાનતા માટેના કાયદાઓને માત્ર કાગળ પર રહેવા દેવાના નથી. એમને વ્યવહારમાં ચરિતાર્થ કરવાના છે.
દુર્ભાગ્યે આપણે ભૂતકાળની વ્યથા અને ભવિષ્યની ચિંતા વચ્ચે આપણે સતત ઝોલાં ખાઈએ છીએ. પણ આપણે જેમાંથી પસાર થઈ રહ્યા છીએ, તે વર્તમાનની આ ક્ષણને અવગણીએ છીએ. પણ જીવનનું એકમાત્ર અનુભવગમ્ય સત્ય હોય તો તે છે અત્યારે જીવાતી આ ક્ષણ, જે જીવનમાં ફરી નથી આવવાની. તો પછી શા માટે આ ક્ષણને ચિરંતન ન બનાવીએ ?
આ પુસ્તકમાં જયવતીબહેને એમની મધુર વાણીએ સંબંધોના મેઘધનુષના સપ્ત રંગોનો નિર્માણ કર્યું છે.
આ પુસ્તકને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પારિતોષક મળ્યુ છે.
આ સંગ્રહમાં જીવનની પ્રત્યેક ક્ષણને ઉત્કટ્તાથી, પરિપૂર્ણતાથી માણવાનો વિચાર વહેતો કરે છે…”આજ” ને અર્થાત આજ ની ઘડીને સ્પર્શતા પ્રશ્નો ચર્ચ્યા છે, અને તેના ઉકેલો સૂચવ્યાં છે…
તરુ કજરીઆ
જન્મભૂમિ – 2005
માનવહૃદય પણ કેટલું રહસ્યમય છે ! અસંખ્ય માનવીઓથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. કેટલાને આપણે ચાહતાં હોઈએ છીએ, અને કેટલાકના આપણે પ્રિય હોઈએ છીએ, છતાં આપણે સૌને જીવનમાં ક્યારેક ને ક્યારેક જબરજસ્ત એકલતા લાગતી હોય છે. આપણને થાય છે, આ તો મારો ખાસ મિત્ર છે, બાળપણમાં સાથે રમ્યાં-ભણ્યાં-તોફાનમસ્તી કરી. ભાવિનાં સ્વપ્નાં સાથે સેવ્યાં… એકબીજાંની બધી વાત જાણતાં હતાં, છતાં ક્યારેક થાય છે મારી ખુશી, મારો આનંદ શો છે – શામાં છે એનાથી એ કદાચ અજાણ છે ! મારા હૃદયની વેદના-કટુતાનો એને ખ્યાલ નથી. અરે ! વર્ષોનાં વર્ષો એક છત નીચે રહેવા છતાં અસંખ્ય પતિ-પત્ની એકબીજાંને કેટલાં જાણતાં હોય છે ? ત્યારે આપણને થાય છે, ‘મારી સંવેદનાને – મારી લાગણીઓને યથાર્થ રીતે કોઈ સમજતું નથી !’ આપણે અંદરથી પોકારીએ છીએ, ‘મને કોઈ સમજે, મને કોઈનો અંતરથી સાથ મળે.’ છતાં આપણે આપણાં એકાંતમાં-એકલતામાં ઘૂમતાં રહીએ છીએ. આ વાસ્તવિક જીવનની એક હકીકત છે. આપણે ક્યાંય પણ હોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, આપણને ગમે કે ન ગમે, પણ માણસે પોતાના આંતરિક જીવનમાં જીવતાં શીખવાનું છે. ‘એકલતા’ અને ‘એકલવાયાપણું’ એ બેમાં ભેદ છે. એકલતા એટલે એકલાં રહેવું તે alone. એકલવાયાપણું એટલે Loneliness – લોકોથી વિમુખતાની સ્થિતિ. આપણે આવી વિમુખતાની કે એકલપેટા થવાની સ્થિતિ ઇચ્છતા નથી.
તમે કદાચ કહેશો કે આજે તો સ્થળકાળનાં અંતર વિજ્ઞાને કાપી નાખ્યાં છે. દુનિયા આખી હાથવગી થઈ ગઈ છે. તમે દુનિયામાં કોઈ પણ છેડે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકો છો. એટલે તો ઇન્ટરનેટ પર કેટલીયે દોસ્તી થાય છે. એમાંથી જીવનસાથીની પસંદગી પણ કેટલીક વખત થાય છે અને લગ્ન પણ થાય છે ! સમય અને શ્રમ બંને આજે ઘણા જ બચી ગયા છે. ટેલિફોન-મોબાઇલ-ફેક્સ-કમ્પ્યૂટર !
બસ ! ઘડાધડ બધાં કામ થઈ જાય છે !
આ તો ગતિનો યુગ છે. પહેલાં કરતાં માનવી પાસે અનેકગણા સુખસગવડનાં સાધનો છે, છતાં જીવન જીવવા માટે સખત સંઘર્ષ કરવો પડે છે. ‘વધુ ને વધુ’ અને ‘જલદીમાં જલદી’ મેળવવાની લાલસાએ માણસ અશાંત, છિન્નભિન્ન, હતાશ અને અસંતુષ્ટ બની ગયા છે. સમય અને શ્રમનો બચાવ અને અનેકવિધ સાધનોની સગવડ વચ્ચે માણસને સમય મળતો નથી ! આજે તો બાળક પાસે પણ આપણે એનો સમય રહેવા દીધો નથી. છ-સાત વર્ષના બાળકનું કેલૅન્ડર પણ શાળા, હોમવર્ક અને ઇતર પ્રવૃત્તિઓથી ભરચક હોય ! જાણે કે અંતરીક્ષ યુગમાં શાંતિ-એકાંત-એકલતા-સ્થિરતા એ શબ્દો માત્ર શબ્દકોષમાં રહી ગયા છે. એટલે આજે માનસિક બીમારીનો ભોગ વધુ ને વધુ લોકો બનતા જાય છે. બાળકોને પણ ડિપ્રેશન થઈ જાય છે. હકીકતે બાળકોની સંગત જ ડિપ્રેશન ભગાડનાર હોય છે. ડિપ્રેશન મટાડવા ઢગલાબંધ દવાઓ બજારમાં વેચાય છે.
આપણે જેનાથી આપણું જીવન વધુ સુંદર, સમૃદ્ધ અને સમર્થ બને એ માર્ગ વિચારવાની ખાસ જરૂર ઊભી થઈ છે. એટલે જ ભૌતિકવાદી પાશ્ચાત્ય દેશો ‘યોગ’ અને ‘ધ્યાન’ તરફ વળવા લાગ્યા છે. હૃદયરોગ-ડાયાબિટીસ, વગેરે બીમારીઓ માટે યોગ અને ધ્યાનનું મહત્વ સ્વીકારાયું છે. હવે થવા માંડ્યું છે કે આપણે આપણી જાતને અંદરથી સીધી કરવાની, ઠીક કરવાની જરૂર છે. ‘We have to fix the inside of us.’ આપણે આપણા બાહ્ય અને આંતરિક જીવન વચ્ચે સુમેળ ને સંવાદિતા કેવી રીતે નિર્માણ કરી શકીએ એ વિચારવાનું છે. મહાન તત્વચિંતક સૉક્રેટિસે પ્રાર્થનામાં માગ્યું હતું. ‘May the outword and inward man be it one’, બહારનો અને અંદરનો માનવી એક હોય…
આ આંતરિક યાત્રા માટે જરૂરી છે એકાંત અને એકલતા. આગળ મેં કહ્યું છે તે પ્રમાણે આપણે સૌ ટોળાં વચ્ચે એકલાં છીએ. છતાં આવું વિચારવાનું આપણને ગમતું નથી, કારણ કે એનો અર્થ એ થાય કે આપણે લોકોને પ્રિય નથી. લોકો આપણો અસ્વીકાર કરે છે. આપણે એકાંત અને એકલતાથી એટલા ગભરાઈએ છીએ કે આપણે એ ટાળીએ છીએ. ઘરમાં કોઈ ન હોય તો રેડિયો કે ટી.વી. ચાલુ કરી દઈશું, અને હવે તો કેટલાક લોકો કલાકો સુધી ઇન્ટરનેટ સર્ફિંગ કરતાં બેસી રહે છે. આપણા એકાંતમાં આપણાં સ્વપ્નાંને વાવવાને બદલે, ‘સ્વ’નો વિકાસ કરવાને બદલે એને સતત રેડિયો, ટી.વી. કે કૅસેટ્સના સંગીતથી કે પછી ટેલિફોન પરનાં ગપ્પાંથી ભરી દઈએ છીએ. પરંતુ જ્યારે બહારનો અવાજ બંધ થાય ત્યારે એનું સ્થાન લેવા માટે અંદરનું સંગીત શરૂ થતું હોય છે. આને માટે જરૂર છે એકલા પડવાની – એકલતાની. એકલાં પડતાં આપણે શીખવાનું છે. ‘We have to learn to be alone.’ આપણા ‘માહ્યલા’ સાથે સંગતમાં રહેવાની આ વાત છે.
જ્હૉન ડૉને કહ્યું હતું, ‘No man is an island, but we are all islands in a common sea’ – કોઈ માણસ ટાપુ નથી હોતો, પરંતુ મને લાગે છે કે આપણે બધા જ એક મહાસાગરના ટાપુઓ જેવા છીએ. આપણે જ એકલા છીએ એવું નથી, આપણે સૌ એકલા છીએ. આપણો ખોટો ખ્યાલ છે કે આપણે એકલા હોઈએ એટલે આપણે બીજાં લોકોથી દૂર ધકેલાઈ જઈએ છીએ ! ખરું જોતાં શારીરિક દૂરત્વ આપણને દૂર નથી રાખતું પરંતુ મનનું ઉજ્જડ, વેરાન અને આપણા અંતરમા જામેલો કચરો જ અન્ય લોકોથી દૂર ધકેલી, આપણને અજનબી બનાવે છે. આપણે જ્યારે આપણી જાત સાથે, અંતરતમ સાથે, પરમતત્વ જોડે સંકળાયેલા હોઈએ છીએ ત્યારે જ બીજાં સાથે સાચી રીતે સંલગ્ન થઈએ છીએ.
મૌન અને એકાંત આપણી ચેતનાને ઊર્ધ્વગામી બનાવે છે. એટલે જ પ્રાચીન કાળમાં ઋષિઓ શાંતિ અને એકાંત માટે પર્વતો પાસે, હિમાલય પાસે જતા. એકાંત અને એકલતામાં જ આપણી અંદરના ‘સ્વ’ સાથેનો ઘરોબો બાંધી શકાય. પોતાની જાત સાથેનો રોમાન્સ પણ એકલતામાં જ થાય ને ? આ કોઈ આપણી આસક્તિઓથી બંધાયેલી જાત સાથે પ્રેમમાં પડવાની વાત નથી.
શ્રદ્ધા, માન્યતા, આશા, કલ્પના, સર્જકતા આ બધું જ શાંતિમાં-એકાંતમાં પલ્લવિત થાય છે. સર્જનાત્મક એકલતાની આ વાત છે. ‘Our greatest experiences are our quietest moments’ – સૌથી મોટામાં મોટી અનુભૂતિ નીરવ શાંતિની ક્ષણોમાં થતી હોય છે. સ્થિરતામાં-એકાંતમાં કોઈક અવર્ણનીય આનંદ અનુભવાય છે. આને આપણે ‘The gift of privacy – this jewel of loneliness’ એકાંત અને એકલતાની મહામોલી ભેટ કહી શકીએ.
પરંતુ આપણે તો સતત સફળતા, સંપત્તિ અને સત્તા પાછળ દોડવામાં આવા સુંદર એકાતંની ભેટને જોઈ પણ નથી શકતાં અને માણી પણ શકતાં નથી. આપણે તો આંતરિકતા કેળવવાથી ડરીએ છીએ, ગભરાઈએ છીએ, કારણ કે આપણને આપણી પોતાની સાચી જાતથી ડર લાગે છે. આપણે આપણી જાતને છેતરતાં હોઈએ છીએ. આપણાં બાહ્ય અને ભીતરમાં – વાણી અને વર્તનમાં સંવાદિતા નથી હોતી. આપણે લોકો આગળ બહાર સારા દેખાવું હોય છે. આપણે જે વાસ્તવમાં નથી તે બહાર બતાવવું હોય છે. માટે એક મહોરું – એક કોચલું પહેરી જીવીએ છીએ.
સ્ત્રીઓને આ વાંચીને કદાચ થશે, કેવી વાત કરો છો ? એકાંત અને એકલતા અમારે માટે શક્ય જ ક્યાં છે ? નાનાંમોટાં ઘરનાં કામકાજ, બાળકોની સંભાળ, રોજિંદા વ્યવહાર અને સામાજિક સંબંધોની જવાબદારી. આ બધાં વચ્ચે સમય જ ક્યાં રહે
છે ? ઘરકામ અને નોકરી કે વ્યવસાય કરીને થાકીને લોથપોથ થઈ જઈએ છીએ. ક્યારે દિવસ ઊગે છે અને ક્યારે આથમે છે એનીય ખબર નથી પડતી. આરામ કરવાનો – પોતાની જાત માટેનો પોતાનો સમય જ ક્યાં હોય છે ? ફરજોનો-જવાબદારીઓનો ગોફ અમે ગૂંથતા જઈએ છીએ. આ બધું થયાં કરે છે પરંતુ પુરુષને એના કામનું જે પરિણામ દેખાય છે તે સ્ત્રીને દેખાતું નથી. ઘરકામમાં નથી કોઈ પગારવધારો. ઉપરીની-બોસની પ્રશંસા ભાગ્યે જ મળે ! બાળક સિવાય સ્ત્રીનું બીજું કોઈ દૃશ્યમાન સર્જન નથી હોતું ! એણે તો બસ, આપ્યાં જ કરવાનું – કરતાં જ રહેવાનું – વહેતાં જ રહેવાનું !
આપવું એ સ્ત્રીની પ્રકૃતિ છે. જ્યારે કોઈક ઉદ્દેશથી હેતુપૂર્વક આપવામાં આવે છે, ત્યારે આપણો ભંડાર – આપણો સ્રોત ઘટતો નથી. કુદરતી ક્રમ પ્રમાણે તે આપવામાં પણ પુનરુત્થાન પામતો રહે છે. માતા બાળકને સ્તનપાન કરાવે છે. બાળકને પોષણ આપે છે અને કુદરતી રીતે સ્તનમાં પાછું દૂધ ભરાય છે. સ્તનમાં દૂધ ભરાય છે માતાના ખોરાકમાંથી. સ્ત્રીનું કર્તવ્ય જો આપવાનું હોય તો એની શક્તિનો, એની આંતરચેતનાનો ઝરો ભરાતો રહે એ પણ જરૂરી છે.
જયવતીબેન ખુબ જ સુન્દેર રીતે આ મુલાકાતોનો સંગ્રહ વાચકોના આનંદ માટે પ્રગટ કર્યો છે. મુલાકાત માટે એક માહૌલ રચવાનો હોય છે. ભવન્તુ રચવાનો હોય છે. પુષ્પ ની એક એક પાંખડી ધીમે ધીમે ખુલતી જાય અને એની સુવાસ અને સૌંદ્રય આપણે માણતા જઈએ , તેવી જ રીતે આ પુસ્તક, વાચક ને મહાન વ્યક્તિની જાણ, અને સર્વાંગી દર્શન થાય એ રીતે આનંદ સાથે આપવામાં સફળ બન્યું છે…
“પ્રિય તમને”….
છપ્પન પ્રતિભાઓના અતરંગ પત્રોનું આ સંપાદન છે. અહીં ચૂંટીને મુકેલા સત્વશીલ પત્રો જુદા જુદા ક્ષેત્રની અનન્ય વ્યક્તિઓના અંતરમાં ડોકીયુ કરવાની વાચકોને તક આપે છે.
જન્મભૂમિ
કાલાતીતથી માનવી સુખને ઝંખે છે. અને સુખી થવું છે એને સુખ જોઈએ છે એ સુખની પાછળ પડે છે. પરંતુ સુખ તો કાંચનમૃગની માફક એને છલીને આગળ ને આગળ દોડતું જ રહે છે ! સુખ આપણને જોઈએ છે, પણ સાચું સુખ શું છે, એ શેમાં રહેલું છે તેની આપણને પૂરેપૂરી જાણ નથી. આપણે એને સગવડ અને સાધનોનો પર્યાય માની લઈએ છીએ.
જયવતીબહેને આ પુસ્તકમાં જિંદગીને કેમ શ્રદ્ધાથી વધાવીને અને રોજરોજ નવું પરોઢ કેમ ઊજવી શકીએ એ માટે ખૂબ જ સુંદર ઉદાહરણો આપ્યા છે.
“માનવજીવનમાં સંબંધોનું મુલ્ય સમજાય છે”. પ્રત્યેક દિનને, પ્રત્યેક ઘડીને પુરા દિલ થી જીવીએ। એમની શીખ કે સલાહ શુષ્ક નથી લાગતી, કેમ કે એ અનુરૂપ પ્રસંગો કિસ્સાવિહોણી નથી. ઉત્તમ વાંચન અને બહોળાં અનુભવથી સમૃદ્ધ થયેલાં આ લખાણો વાચક ને પ્રતીતિકર છે.
– શ્રીમતી તરુબેન કજારિયા,
જન્મભૂમિ – 2002
‘આ તે કાંઈ જિંદગી છે ! હું તો એવી કંટાળી ગઈ છું. રોજ સવારથી સાંજ સુધી દોડધામ ને દોડધામ !’ પારુલે એના હૈયાનો ઊભરો ઠાલવતાં કહ્યું, ‘તું જ કહે, આ તે કાંઈ જિંદગી છે ? સવારે સફાળા ઊઠી જવાનું. પછી ઘાણીના બળદની માફક કામમાં જોતરાઈ જાવ અને રાત પડે લોથપોથ થઈ પથારીમાં પડો, અને પાછી બીજા દિવસની સવાર તમારે માટે પડી જ છે.’
‘સવારનો નાસ્તો કરો, છોકરાંઓને તૈયાર કરી સ્કૂલે મોકલો, પછી રસોઈ અને ઘરનાં પરચૂરણ કામકાજ અને તેમાં પણ છોકરાંઓની પરીક્ષા હવે વર્ષમાં બે વખત ઓછી હોય છે ? યુનિટ ટેસ્ટ તો ચાલ્યાં જ કરે. એ ઉપરાંત શાળામાંથી જાતજાતના ‘એસાઈન્મેંટ્સ’ બાળકોને આપે ! મને થાય છે કે આ ‘એસાઈન્મેંટ્સ’ બાળકોને શિખવવા માટે હોય છે કે પછી માબાપને ? ના. ના. માની પરીક્ષા કરવા માટે જ હોય છે ! આ ઉપરાંત એમની બધી અભ્યાસેતર પ્રવૃત્તિઓ ! છોકરાંઓને ‘સ્વીમિંગ ક્લાસ’માં અને ‘ડાન્સિંગ ક્લાસ’માં મોકલવાનાં હોય. આ ઉપરાંત ટ્યુશન હોય ! મને એમ થાય છે કે આમ ને આમ ક્યાં સુધી ચાલશે ?’ શાલિની મને કહે છે. આ ફરિયાદ માત્ર પારુલ કે શાલિનીની જ નથી. એમના જેવી કેટલીયે યુવાન માતાઓની છે. તેમાં પણ સ્ત્રી જો નોકરી કે વ્યવસાય કરતી હોય તો તો થઈ જ રહ્યું.
આ કંઈ માત્ર સ્ત્રીઓની જ હાલત નથી. પુરુષો પણ આમ જ ચક્કીમાં પિલાતા હોય છે.
મુંબઈના એક પરામાં રહેતા અને નરીમાન પોઈન્ટ નોકરી કરતા નરેનભાઈ તો ક્યારેક કંટાળી જઈને કહે છે : ‘આ તે કંઈ જિંદગી છે ? આઠ કલાક ઑફિસમાં વૈતરું કરવાનું અને એ ઉપરાંત ઓછામાં ઓછા બેથી અઢી કલાક બસમાં અને લોકલ ટ્રેઈનમાં ટીંગાતા જવાનું. રોજ બપોરે લંચમાં ઠંડુ ટિફિન ખાવાનું, ઘેર પહોંચો તો એમ થાય કે કોઈક શાંત પડી રહેવા દે તો સારું.’
બધાંનો જીવનનો આવો ખ્યાલ નહિ પણ હોય, છતાં એમ તો કહી શકીએ કે મોટા ભાગના લોકોનું જીવન આવું યંત્રવત્ ચાલતું હોય છે. આજે જે યુગમાં આપણે જીવીએ છીએ તે ‘એસ્પિરિન યુગ’ બની ગયો છે. બસ, જ્યાં જુઓ ત્યાં ઉતાવળ, દોડધામ, ગળાકાપ સ્પર્ધા અને માનસિક તણાવ નજરે પડશે. જાણે કોઈ હિંસક પ્રાણી આપણી પાછળ પડ્યું હોય તેમ એકીશ્વાસે હાંફળાંફાંફળાં આપણે દોડતાં રહીએ છીએ. આપણો પ્રયત્ન હોય છે – To live with the Joneses ! આંખ મીંચીને આમ દોડવામાં આપણે ભૂલી જઈએ છીએ કે સાચેસાચ આપણને શું જોઈએ છે ? આ જ શું જીવન છે? અરે ! આ રીતે સતત દોડધામમાં જીવન વ્યતીત કર્યા પછી જીવનને અંતે એવું લાગે છે કે જાણે આપણે જીવન જીવ્યાં જ નથી ! જીવનને જોયું કે માણ્યું જ નથી ! છતાં પણ આંધળી દોટના આ જમાનામાં કયો માનવી અક્ષુબ્ધ રહી શકે ? ગતિ-વધુ ગતિ અને એથીયે વધુ ગતિ ! જલદી-જલદી અને જલદીના આ યુગમાં જાણે અજાણે, મને-કમને દુનિયા સાથે ઘસડાવવું જ પડતું હોય છે. ટેલિફોન, ફેક્સ, ઇ-મેઈલ અને ઇન્ટરનેટના આ યુગમાં ઘણાં બધાં કામ જલદીથી બટન દાબીને થઈ શકે છે, પણ એણે તો માણસનું કામ વધારી દીધું છે ! એને થોડોક વિરામનો-વિચારનો સમય જ લઈ લીધો છે ! મને તો લાગે કે એણે કામના કલાકો વધારી દીધા છે અને શાંતિને હણી નાંખી છે. આપણી શક્તિ કે મર્યાદા કે ઇચ્છાનો વિચાર કર્યા વગર પ્રવાહમાં એક વિવશ પાનની માફક ખેંચાવું પડતું હોય છે !
હેન્રી કોર્ટનીએ આ યુગની સમસ્યા વિષે બહુ સરસ રીતે કહ્યું છે : ‘Finding a way to live the simple life today is man’s most complicated task.’ આજે સીધીસાદી જિંદગી જીવવાનો રસ્તો શોધવો એ મનુષ્યનું સૌથી વધારે અટપટું કામ બની ગયું છે.
આપણે સમયના કાંટાને પાછળ મૂકી શકીએ નહિ, પરંતુ આપણે જીવનને એનો પોતાનો સહજ લય ન આપી શકીએ ? સાવ યંત્રવત્ જીવનમાં નવી ચેતના, પ્રાણ, ઉત્સાહ અને પ્રસન્નતા ન ભરી શકીએ ? રોજિંદી ઘટનાઓને થોડીક સરસ ન બનાવી શકીએ ? આ લખતી વખતે મને શાળામાં શીખેલી કવિતાની પંક્તિ યાદ આવે છે :
‘What is this life if full of care
We have no time to stand and stare !’
આ બે પંક્તિઓ આમ તો સરળ છે, પણ એનું હાર્દ ઊંડું છે. આ તે કેવું જીવન ! જો આપણી પાસે ઊભા રહીને આજુબાજુનું જગત જોવા માટે સમય જ ન હોય ! તમે કહેશો કે આજે આપણે જેટ યુગમાં જીવીએ છીએ. જીવન બદલાઈ ગયું છે. સંઘર્ષો વધ્યા છે. હા, એ સાચું છે કે આપણે ક્યાં જઈએ છીએ, શા માટે જઈએ છીએ એનો વિચાર કરવાનો પણ આપણી પાસે સમય કે શાંતિ નથી. ચારેબાજુ વાહનોનો ઘોંઘાટ, લોકોની ભીડ ને ભીડ. ખુલ્લાં મેદાન, એકાંત સમુદ્રતટ કે લીલીછમ વનરાઈ ક્યાં રહ્યાં છે ?
સંબંધોમાં ભારે પરિવર્તન આવી ગયું છે. કોઈને જાણે બીજા માટે સમય જ રહ્યો નથી ! ઘર-ઑફિસ કે વ્યવસાય સ્થળ-બધે જ મોટેભાગે ખેંચાખેંચી, કાપાકાપી અને મલિન રાજકારણ ઘૂસી ગયાં છે. આને લીધે માનસિક તણાવ વધ્યો છે. સુખ, સગવડ અને આનંદપ્રમોદનાં સાધનો વચ્ચે માણસનું મન ઉદ્વિગ્ન અને અશાંત છે. શાંતિ અને સંતોષ વગર સુખ ક્યાંથી હોય ? ચિત્તની પ્રસન્નતા ક્યાંથી હોય ? એટલે જ મોંમાંથી શબ્દો સરી પડે છે – ‘This is no life’ – ‘આ તે કંઈ જિંદગી છે…’
ધારો કે મોટે ભાગે જીવન આવું જ હોય – જગતની આ જ ગતિવિધિ હોય તો પણ શું થાય ? જીવવું તો પડે જ, તો પછી લાચાર અને વિવશ બની હાયવૉય કરતાં શા માટે જીવવું ? બીજી પણ એક વાત આપણે યાદ રાખવા જેવી છે, અને તે બહુ જૂજ, એટલે જ તો હું કહું છું કે જ્યારે આપણી પાસે પસંદગી ન હોય, ત્યારે એનો સ્વીકાર કરી એને જેટલું ઉત્તમ બનાવી શકાય તેટલું બનાવવા પુરુષાર્થ કરવો. જીવન છે – જે જાતનું છે, તેને પણ થોડીક સજાગતાથી અને પ્રયત્નથી વધુ રસપ્રદ અને મોહક બનાવી શકીએ ખરા.
આ કાર્ય અઘરું છે એ હું જાણું છું. અત્યન્ત વિકટ છે એ હું સમજું છું અને હું કોઈ ઊંચા આસને બેસી આ વાત નથી કરતી, પરંતુ એ અંગેના થોડાક વિચારો જ વાચકો સમક્ષ રજૂ કરવા ઇચ્છું છું.
આપણે સૌથી પહેલાં તો એ જ યાદ રાખવાનું છે કે નાનીનાની વાતોને મોટું સ્વરૂપ ન આપો. આપણાં મનને ક્ષુબ્ધ કરે એવું તો દિવસમાં કેટલી વખત બનવાનું ! આજે દૂધવાળો મોડો આવ્યો, બાળકને તાવ આવ્યો અને અચાનક ઑફિસમાં સહ કાર્યકર્તાએ રજા લઈ લીધી ! કોઈક આમ બોલ્યું અને કોઈક તેમ બોલ્યું, તો કોઈકે આપણા ફોનનો કે પુત્રનો જલદી જવાબ ન આપ્યો ! ટ્રાફિક જ એટલો નડ્યો ! વ્યવસાય કે ધંધામાં કંઈ ને કંઈ સમસ્યા ઊભી થવાની જ. ક્યારેક કૌટુમ્બિક સંબંધોમાં તાણ ઊભી થાય ! આવું બધું તો ચાલ્યાં જ કરવાનું. પરંતુ આપણે કેટલા સામે લડવાના ? એ બધાંને વધુ પડતી મહત્તા આપી શા માટે આપણા મન-સરોવરના જલમાં વમળો ઊભાં કરવાં ? લેખક રીચર્ડ કાર્લસને એમના પુસ્તક ‘Don’t sweat over the small stuff’માં કહ્યું છે, ‘રાઈનો પર્વત ન કરો ! સમગ્ર જીવનના પરિપ્રેક્ષ્યમાં આવી ઘટનાઓનું મહત્વ અને મૂલ્ય કેટલું ? ક્ષુલ્લક બાબતોને તમારી પ્રસન્નતા હણવા ન દો અને જાણી લો કે ઘણીખરી વાતો અને ઘટનાઓ ક્ષુલ્લક જ હોય છે.’
હા, આજે જીવન ઘણું જટિલ બન્યું છે. ‘ટેન્શન’ વધ્યું છે, પરંતુ એ ઓછું કરવા માટે વિચારોના ઘમસાણમાંથી અને પ્રવૃત્તિઓના આક્રમણમાંથી આપણી પોતાની મનગમતી આંતરિક સૃષ્ટિમાં વચ્ચે વચ્ચે ખોવાઈ જવું – એમાં લીન થઈ જવું જરૂરી છે. આજુબાજુનું નિરીક્ષણ કરો. પ્રકૃતિને જરાવારે થંભીને નિહાળો, કેટલું ખોટું નિરર્થક આપણે જોતાં હોઈએ છીએ, અને નિસર્ગની અમૂલ્ય લ્હાણ તરફ દુર્લક્ષ સેવીએ છીએ ! પ્રકૃતિ આપણાં ચિત્તને અદભુત શાંતિ આપે છે; અને સાથે કેટલું બધું શીખવે છે !
‘When you are close to nature
One impulse from a vernal wood
May teach you more of a man
Of moral evil and of good
Than all the sages can.’
જીવનમાં સફળતા મળે એ સૌ ઇચ્છીએ છીએ, એટલું જ નહિ પણ સફળતાની પાછળ આપણે અહર્નિશ દોડ્યાં કરીએ છીએ. પરંતુ સાચી સફળતા શું છે અને શેમાં રહેલી છે તે આપણે ઘણી વખત ભૂલી જઈએ છે. જયવતીબહેને આ પુસ્તકમાં મનનીય, પ્રેરક અને પથદર્શક લેખો દ્વારા ‘આપણે માનવ થઈ માનવ બનીએ’ સફળ માનવીની સાથેસાથે સારા માનવી બનવાનું આપણે ધ્યેય રાખીએ, એ ખૂબ જ સુંદર રીતે ઉલ્લેખાયેલું છે.
“સફળતાનો માપદંડ” માં જયવતીબેન સરળ ભાષામાં વાંચકોને પકડી દુનિયાના સર્જકો પ્રતિ અભિમુખ કરાવે છે. વાચનભુખ ઘટી રહી છે તેવા કપરા સમયે આવાં પુસ્તકો એકમાં અનેકનો પરિચય કરાવીને ધન્યતાનો અનુભવ કરાવે છે…..
– દિવ્ય ભાસ્કર
આ તે કંઈ જિંદગી છે ? સવારથી જ કંઈ ને કંઈ ખરાબ બનવાનું ! નિશિતાએ સવારે વખતસર નાસ્તો તૈયાર ન કર્યો, અને તેમાં પાછી બસ મોડી આવી ! કેટલો વખત બસની લાંબી લાઇનમાં ઊભા રહેવું પડ્યું ! અમીતનું ભણવામાં ધ્યાન જ નથી ! દોસ્તારો અને ટી. વી. માંથી એ ઊંચો જ નથી આવતો. મિ. મહેતાને તો કોઈ દિવસ કામથી સંતોષ જ ન થાય. કંઈ ને કંઈ વાંક કાઢવાના જ ! આપણાં બધાંના જીવનમાં આવું કંઈ ને કંઈ રોજ ને રોજ બનતું હોય છે. આવી બધી બાબતોથી આપણે વ્યથિત અને પરેશાન થઈએ છીએ. આપણાં ચિત્તની પ્રસન્નતા ગુમાવીએ છીએ. એની પાછળ આપણી કેટલી બધી શક્તિનો વ્યય કરીએ છીએ ! પરંતુ એ વિષે આપણે જો ઊંડાણથી વિચાર કરીશું તો થશે કે આ બધી બાબતોનું જીવનમાં મૂલ્ય કેટલું ? એનું મહત્વ કેટલું ? ખાસ કશું જ નહિ. એ બધી નકામી, નજીવી અને ક્ષુલ્લક બાબતો હતી. એમાં કંઈ આભ નહોતું તૂટી પડ્યું, છતાં આપણે ક્ષુબ્ધ થઈ ગયાં ! આવી બિનમહત્વની નકામી બાબતો પાછળ આપણે આપણાં મનસરોવરના જલને ડહોળી નાંખીએ છીએ. કોઈ નાની સમસ્યા ઊભી થઈ એટલે એના ઉકેલ માટે દોડધામ કરી મૂકીએ છીએ. કેટલીયે વખત રાઈનો પહાડ કરી મૂકીએ છીએ ! આપણે એવી રીતે જીવીએ છીએ કે જીવન જાણે કોઈ મોટી ‘ઇમરજન્સી’ ન હોય ! આપણે સુખ-શાંતિથી જીવવા ઇચ્છીએ છીએ, પરંતુ પ્રસન્ન, આનંદમય જીવન જીવવા માટેની આ રીત નથી.
જીવનને વધુ સરળ, સુખદ્ અને રાહતભર્યું બનાવવાનો એક ધોરી માર્ગ એ છે કે આપણે આપણી જૂની આદતો અને પ્રત્યાઘાતોને બદલીએ, એને સ્થાને એક નવો અભિગમ અપનાવીએ. આપણને અસ્વસ્થ બનાવતી આવી નાની નાની બાબતો પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ થોડોક બદલીએ. જીવનની આવી ઘટનાઓને જુદી રીતે પ્રતિસાદ આપીએ. પ્રસંગો અને ઘટનાઓ પ્રત્યેના આ નવા બદલાયેલા પ્રતિભાવથી આપણું જીવન વધુ અર્થસભર અને સંતુષ્ટ બનશે. એક મુખ્ય વાત યાદ રાખવાની છે, અને તે એ છે કે તમે નકામી, તુચ્છ, ક્ષુલ્લક અને બિનમહત્વની બાબતો પાછળ મરી ફીટો નહિ. એની પાછળ દુઃખી દુઃખી થાવ નહિ, કારણ કે, ઘણીખરી વાતો ક્ષુલ્લક અને નજીવી જ હોય છે.
‘Don’t Sweat The Small Stuff…
And It is All Small Stuff.’
જીવનયાત્રાને એક સુખદ્ આનંદપૂર્ણ બનાવવા માટેનો આ સોનેરી કીમિયો એમના આ વિખ્યાત અને અત્યન્ત લોકપ્રિય પુસ્તકમાં રીચર્ડ કાર્લસને આપ્યો છે. કેટલી નાની નાની વસ્તુઓથી આપણે આપણી માનસિક સમતુલા ગુમાવી બેસીએ છીએ ! તમે કહેશો કે જીવન જ કેટલું કઠોર અને સંઘર્ષમય હોય છે, એમાં શાંતિ મળે જ ક્યાંથી ? જીવનના ઘમસાણ વચ્ચે માણસ સ્વસ્થ કેવી રીતે રહી શકે ? એનો જ ઉપાય લેખકે આ પુસ્તકમાં બતાવ્યો છે. આપણી ચોગમ પ્રસરેલાં ધમાલ, ઘોંઘાટ, કોલાહલ અને ઝંઝાવાત વચ્ચે આપણું પોતાનું શાંત મધ્યબિંદુ (centre of the storm) કેવી રીતે જાળવી રાખવું એની મૂલ્યવાન તરકીબ આ પુસ્તકમાં આપણને ખૂબ જ સરસ અને સચોટ રીતે બતાવવામાં આવી છે. મુખ્ય વાત એ છે કે વસ્તુઓને, પ્રસંગોને અને ઘટનાઓને એના યોગ્ય સ્થાને અને સંદર્ભમાં મૂકતાં આપણે શીખવાનું છે, અને તે માટે રોજિંદા જીવનમાં ફેરફારો કરવાનું લેખક આપણને સૂચવે છે. દા. ત. (1) ભૂતકાળને સતત યાદ કરવાને બદલે અને ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાનમાં જીવો.
(2) કંઈ પણ સારું બને કે તમને સફળતા મળે તો એનો યશ બીજાને પણ આપો. બીજાને તમારા યશમાં ભાગીદાર બનાવો.
(3) તમારી પાસે શું નથી એના કરતાં શું છે એનો વિચાર કરો.
(4) એક સાથે એક જ કામ કરો; અને તમે તમારે પોતાને માટે થોડોક સમય રોજ ફાળવો.
(5) તમારાં કાર્યોને, તમારા વ્યવહારને વધુ સ્નેહાળ અને સહજ બનાવો, આથી તમારું પોતાનું જીવન તો શાંતિમય બનશે જ, પણ સાથે સાથે અન્ય લોકોનું પણ બનશે.
આ પુસ્તકના લેખક રીચર્ડ કાર્લસન પીએચ. ડી. છે. તેઓ `Stress and Happiness’ એ વિષેના સલાહકાર છે. તેઓ વ્યાખ્યાનકાર છે. આ પુસ્તક ઉપરાંત એમનાં બીજાં પુસ્તકો પણ ખૂબ જાણીતાં છે.
‘Don’t Sweat the Small Stuff
And It’s All Small Stuff.’
આ પુસ્તક અમેરિકાનું એક સૌથી વધુ વેચાયેલું-Best Selling પુસ્તક છે. સાદી સચોટ શૈલીમાં લેખક રીચર્ડ કાર્લસને આપણાં રોજબરોજના જીવનની ને એમાં બનતા પ્રસંગોની અને આપણા તીવ્ર પ્રત્યાઘાતોની વાત રસમય રીતે કરી છે. આપણાં દિલની, આપણાં ભાવજગતની વાત લેખકે એવી રીતે કરી છે કે, આપણને એ તરત જ સ્પર્શી જાય.
જ્હોન લેનને એક વખત કહ્યું હતું, ‘Life is what is happening while we are busy making other plans.’ આપણે જ્યારે એક પછી એક યોજનાઓ કરવામાં વ્યસ્ત હોઈએ છીએ ત્યારે આપણાં જીવનમાં ઘણુંબધું અગત્યનું બની ગયું હોય છે ! આપણને એનો ખ્યાલ પણ નથી આવતો. દા. ત., આપણાં બાળકો મોટાં થઈ જતાં હોય છે. આપણું એક સમયનું સુદ્રઢ શરીર એની સુદ્રઢતા અને ચુસ્તતા ગુમાવી બેઠું હોય છે. આપણે જીવનનો અમૂલો આનંદ, જીવનનો મર્મ, અર્થ અને અંતઃસ્તત્વ ખોઈ બેઠાં હોઈએ છીએ. We miss out on life ! એ બધું કેવી રીતે બની ગયું તે ખબર પણ નથી પડતી, અને ખબર પડે છે ત્યારે ઘણું પતી ગયું હોય છે ! મોટે ભાગે આપણે એવી રીતે જીવીએ છીએ કે હજી ખરી જિંદગી તો હવે પછી આવવાની છે ! આ જિંદગી જાણે પછીના જીવન માટેનું ‘ડ્રેસ રીહર્સલ’ કેમ ન હોય ! સમયની ‘સુપર ફાસ્ટ’ ટ્રેઈન સડસડાટ પસાર થઈ જાય છે !
આ વર્તમાન ઘડી જ એવો સમય છે, જે આપણી પાસે છે. જેના ઉપર આપણો અંકુશ છે. ગયું વર્ષ કેટલું ખરાબ ગયું ! કેટલી બધી મુશ્કેલીઓ આવી અને કોણ જાણે આવતી કાલે અને આવતે વર્ષે શુંનું શું થશે ! આ તો બધી ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો થઈ. ભૂતકાળની દુઃખદ ઘટનાઓને યાદ કરી આપણે દુઃખી થઈએ છીએ અને આવતી કાલે શું થશે એની ચિંતામાં સોહરાયાં કરીએ છીએ. પરંતુ લેખક રીચર્ડ કાર્લસન કહે છે કે આ વર્તમાન ક્ષણ જ આપણી પોતાની છે. વર્તમાન ક્ષણ પર આપણી દ્રષ્ટિ હોય છે ત્યારે ભાવિનો ભય આપણને સતાવતો નથી. મોટે ભાગે તો કાલ્પનિક દુઃખો અને એમાંથી ઉદભવતી ચિંતા જ આપણને દુઃખી કરે છે. ભૂતકાળ પસાર થઈ ગયો છે અને ભવિષ્યની આપણને ખબર નથી, માટે વર્તમાન ઘડી જ આપણી પોતાની છે. વર્તમાનમાં જ જીવો અને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓની કલ્પના કરી કરી દુઃખી ન થાવ. કારણ કે, સંભવ છે કે એમાંથી ઘણીખરી મુસીબતો તમારા પર ન આવે. યાદ રાખીએ કે –
‘Past is a history,
Future is a mystery,
Present is a present,
From God Almighty’
લેખક રીચર્ડ કાર્લસન આ પુસ્તકમાં શાંતિથી, પ્રસન્નતાથી જીવવા માટેના બે નિયમો આપે છે. (1) નાની નિરર્થક અને નજીવી બાબતો પાછળ હેરાન પરેશાન ન થાવ અને (2) યાદ રાખો કે ઘણું બધું ક્ષુલ્લક અને નકામું જ હોય છે.
તમે જીવનના પ્રવાહમાં સરળતાથી તરતાં રહો, અને જીવનની ઘટનાઓનો-સંજોગો અને પરિસ્થિતિનો સતત વિરોધ કરવાને બદલે આસાનીથી અને સૌજન્યથી જીવનને પ્રતિસાદ આપો. ‘Take the path of least resistance;’ અને જેને આપણે બદલી શકીએ એમ હોઈએ તે બદલીએ અને જે બદલી શકાય એમ હોય જ નહિ એનો સ્વીકાર કરીએ. આમ કરવાથી શાંતિ મળશે અને મનની પ્રસન્નતા જળવાશે, એટલું જ નહિ, પણ તમને તમારી પોતાની જાત ગમશે, આ પણ કંઈ નાનો ફાયદો તો નથી જ.
લેખક કહે છે કે તમે તમારી પોતાની પાસે અને અન્ય વ્યક્તિઓ પાસે સંપૂર્ણતાનો (perfection) આગ્રહ ન સેવો, કારણ કે, એ શક્ય જ નથી. આખો વખત આપણે આપણી પોતાની ક્ષતિઓ જોયા કરીશું અને બીજાઓની ઊણપો અને ક્ષતિઓ જોયાં કરીશું તો આપણે રુક્ષ અને કઠોર બની જઈશું. ઋજુતા અને મુલાયમતા આપણે ગુમાવી બેસીશું. જીવનમાં જે પ્રાપ્ત કરવા લાયક છે તે માયા, મમતા અને મૃદુતાથી આપણે દૂર થતાં જઈશું. લેખક મજાક કરતાં કહે છે કે જે સર્વસંપૂર્ણ છે તેના જીવનમાં ભાગ્યે જ શાંતિ અને સુખ હોય છે !
ઘણી વખત આપણને થાય છે, આપણા સંજોગો જ ખરાબ છે. આને બદલે પરિસ્થિતિ બીજી હોત તો કેટલું સારું થાત ! આ સ્થળને બદલે બીજા કોઈક સ્થળે રહેતાં હોત તો ! આ વ્યવસાય જ સાવ ખોટો છે, એને બદલે બીજો કોઈ વ્યવસાય હોત તો – આ જીવનસાથીને બદલે બીજી વ્યક્તિ સાથે જીવન જોડાયું હોત તો જિંદગી કોઈ ઓર જ હોત ! આ જાતના અફસોસ કરવાની ટેવમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરો. રીચર્ડ કાર્લસન કહે છે :
‘તમે તમારી જાતને મૃદુતાથી કહો કે અત્યારે જીવન જે રીતનું છે તે સારું છે. તે બરાબર છે. તે ઠીક છે. તમે જ્યારે પૂર્ણતાની જરૂરિયાત તમારા જીવનમાંથી બાકાત કરશો ત્યારે જીવનની પૂર્ણતાની શોધ શરૂ થશે.’
જીવન જીવવા માટે છે; માત્ર એક પછી એક યંત્રની માફક કામ કરવા માટે શા માટે જીવવું ? રાત્રે મોડે સુધી કામ. સવારે વહેલાં ઊઠી પાછું કામ શરૂ કરવાનું. પોતાના સ્વજનો માટે પણ સમય નહિ. આનંદ-વિશ્રાંતિ માટે અવકાશ નહિ. આનું પરિણામ શું આવે ? પરિણામ એ આવે છે કે સ્વજનો પરાયા બની જાય છે. સ્નેહસંબંધો ઢીલા થઈ જાય છે. લેખક પૂછે છે, અરે ભાઈ ! કામ કોનાં પૂરાં થાય છે ? આટલાં કામ પૂરાં થશે પછી કરીશું, ‘હાશ, હવે નિરાંત છે !’
પણ આ તો સાવ ભૂલભરેલું છે, કારણ કે વાસ્તવમાં આવું બનતું નથી. એક કામ પૂરું થાય એટલે બીજું ઊભું થવાનું જ. કામ તો અધૂરાં જ રહેવાનાં. કામ પૂરાં કરવાનું તમને જો વળગણ લાગું પડ્યું હશે તો તમે ક્યારેય ચિત્તની હળવાશનો અનુભવ નહિ કરી શકો.
રીચર્ડ કાર્લસન કામ પ્રત્યેના અભિગમ વિષે કહે છે : ‘The purpose of life is not to get it all done but to enjoy each step along the way and live a life filled with love.’
જીવન આપણું પ્રેમથી લીલુંછમ અને હર્યુંભર્યું રહે એ માટે બીજા પ્રત્યે સ્નેહ રાખો. કોઈકને માટે કશુંક સારું કરો. ઉપકાર કરો તો એ કહી બતાવવાનું નહિ. એ યાદ પણ નહિ રાખવાનું અને જો તમે બદલાની અપેક્ષા વગર કરશો તો એનો આનંદ અનેરો જ હશે. ભક્તકવિ નરસિંહ મહેતાએ એમના અમર ભજનમાં આ વાત કેટલી સુંદર રીતે કહીં છે ! ‘પરદુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે !’ પરંતુ આપણામાં એવો તો અહં રહેલો છે કે જે ઇચ્છે છે કે બધાં એને વિશિષ્ટ માને. એના તરફ લક્ષ આપે. અહં આપણાં અસ્તિત્વનો એવો અંશ છે કે જે અંદરથી પોકાર્યા કરે છે, ‘મને કોઈ જુઓ. મને કોઈ સાંભળો-હું કંઈક છું.’ આ તો ઠીક પણ ઘણી વખત બીજાને ભોગે એ પોતાને સંભળાવવાનો પ્રયત્ન કરે છે ! આ છોડી દો. તમે બીજાની વાત સાંભળો. બીજાને પણ યશ આપો. આમ કરવાથી તમને પોતાને વિશેષ આનંદ થશે અને તમે અન્ય લોકોનો સ્નેહ અને આદર સંપાદન કરી શકશો. બીજાના આનંદમાં અને સુખમાં પણ રાચો. આપણા અહંના સંતોષ કરતાં એમાં વધુ સુખ રહેલું છે. આપણે પોતે જ સાચા, આપણો અભિપ્રાય અને આપણી માન્યતા એ જ અંતિમ સત્ય એવું માની લઈએ છીએ અને આપણને સાચા પુરવાર કરવા માટે આપણે કેટલીયે દલીલબાજીમાં અને વિખવાદમાં ઊતરી પડીએ છીએ ! આ રીતે આપણે આપણાં મનની શાંતિ તો નષ્ટ કરીએ છીએ, પણ આપણે બીજાંને આપણાંથી દૂર હડસેલી દઈએ છીએ. ટૂંકમાં બીજાંને સાચા હોવાનો આનંદ માણવા દો. એનો અર્થ એ નથી કે આપણે આપણાં મૂલ્યોને અને સિદ્ધાંતોને બાજુએ રાખવાં, પરંતુ આપણાં મૂળભૂત અને જીવનનાં તાત્ત્વિક સત્યોને બાજુએ રાખ્યા વગર બીજાને ‘સાચા’ રહેવા દઈએ ! એમાં આપણી હાર નથી.
આ બધાં માટે ધીરજની આવશ્યકતા તો છે જ. જેટલી ધીરજ વધુ કેળવીશું તેટલો જીવનનો વધુ સ્વીકાર.
જીવનમાં અનેક પ્રશ્નો રહેતા હોય છે. ઉંમરની સાથે જો પ્રશ્નોને જોડવામાં આવે તો બાલ્યાવસ્થાના, યુવાવસ્થાના અને વૃદ્ધાવસ્થાના જુદા જુદા પ્રશ્નો હોય છે. ધર્મ, સમાજ અને રાજ્યવ્યવસ્થા આ પ્રશ્નોને ઉકેલવામાં મહત્વનો ફાળો આપતાં હોય છે. જો આ ત્રણેય સંસ્થાઓ નિષ્ક્રિય હોય અથવા માંદી હોય આ પ્રશ્નો વધુ વિકરાળ થતા હોય છે. આ પુસ્તક ‘જીવન સંધ્યાનો ઉજાસ’માં સિદ્ધહસ્ત લેખક જયવતીબહેને વૃદ્ધાવસ્થાના પ્રશ્નોની તલસ્પર્શી અને ઊંડાણભરી ચર્ચાવિચારણા કરી છે, એટલે વૃદ્ધાવસ્થા પહોંચનારા અને પહોંચી ચૂકેલા બધા માણસો માટે આ પુસ્તક ઉપયોગી થવાનું જ છે.
સ્વામી સચ્ચિદાનંદ કહે છે, ‘જીવન સંધ્યાનો ઉજાસ’ લખીને શ્રીમતી જયવતીબહેને વૃદ્ધો માટે બહુ ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એટલું જ નહિ યુવાન પેઢીને પણ ઉપયોગી સમજણ આપી છે. ખાસ કરીને મોટાં શહેરોમાં ભીડભાડમાં, ઓછી જગ્યામાં રહેનારા વૃદ્ધો માટે કપરો કાળ આવી રહ્યો છે; ત્યારે આ પુસ્તક વાંચનારે જીવનની સાચી દ્રષ્ટિ તથા વૃદ્ધત્ત્વને ધન્ય બનાવવાનું માર્ગદર્શન જરૂરથી મળી રહેશે એવી મને પુરેપુરી ખાતરી છે.
સ્વામી સચ્ચિદાનંદ
My candle burns at both ends
It shall not last the night
But O ! my friends ! O ! my foes
How beautiful is its light.
ઉપનિષદમાં માણસને પ્રવૃત્તિ કરતાં કરતાં સો વર્ષ જીવવાનું કહ્યું છે. શતં શરદં જીવ ! બાઇબલમાં માનવજીવનની અવધિ સિત્તેર વર્ષની ગણવામાં આવી છે. આટલું જીવવાની માણસ આશા રાખી શકે; પરંતુ સો વર્ષ બહુ ઓછા માણસો જીવતા હશે. ઈ.સ. 1991ની વસ્તીગણતરી પ્રમાણે એકસોથી વધુ ઉંમર હોય તેવા એક લાખ એકાવન હજાર છસો છેતાંળીશ માણસો ભારતમાં હતા. ટકાવારી પ્રમાણે 0.27 ટકા. તેના વીસ વર્ષ પહેલાંના આંકડા પ્રમાણે સદી વટાવી ચૂકેલાં વૃદ્ધોની ટકાવારી 0.40 ટકા હતી. તેનો અર્થ એમ થાય કે આઝાદી પછી ભારતીય લોકોની સરેરાશ આયુર્રેખામાં વધારો થયો હોવા છતાં સદીબાજોની ટકાવારી ઘટી રહી છે. અલબત્ત, ટકામાં ઘટાડો થવા છતાં વસ્તીવધારાને લીધે સો વર્ષથી વધારે ઉંમરના માણસોની સંખ્યા અગાઉ કરતાં વધારે હોઈ શકે. જ્યારે આપણે એકવીસમી સદીમાં અને નવા મિલેનિયમમાં – નવી સહસ્રાબ્દિમાં પદાર્પણ કરી ચૂક્યાં છીએ, ત્યારે આપણી સમક્ષ કોઈ પણ વિકટ અને વિષમ પડકાર હોય તો તે વસ્તીવિસ્ફોટનો છે. ખરું પૂછો તો વ્યક્તિ પર – કુટુંબ પર – જાતિ – સમાજ અને દેશ – આ બધાં પર જનસંખ્યાની પ્રચંડ અસર થાય છે. વસ્તીવધારો એ આપણા દેશની અને બીજા પણ કેટલાક ત્રીજા વિશ્વના વિકસિત દેશોની સમસ્યા છે જ, પરંતુ એ સાથે બીજી પણ સમસ્યા સંકળાયેલી છે, અને તે છે વધતી જતી વૃદ્ધોની સંખ્યા ! 1991ની વસ્તીગણતરી પ્રમાણે છેલ્લાં 40 વર્ષમાં વૃદ્ધોની સંખ્યામાં 183 ટકા વધારો થયો છે ! સામાન્ય વસ્તીવધારા કરતાં વૃદ્ધોની વસ્તીમાં વધુ વધારો થયો છે !
શહેરોમાં પૂરઝડપે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા દાયકાના આંકડા પ્રમાણે શહેરી વિસ્તારોમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યામાં 46.7 ટકાનો વધારો થયો છે. ગ્રામ વિસ્તારોનો આ વૃદ્ધિદર 27.6 ટકાનો રહ્યો. રસપ્રદ મુદ્દો એ છે કે ભારતની કુલ વસ્તીમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં વધારે છે. પશ્ચિમના દેશોમાં આથી ઊલટી સ્થિતિ છે. 15 થી 34 વર્ષની વયમાં – જે સ્ત્રીના જીવનમાં પ્રજોત્પત્તિનાં વર્ષો છે, તેમાં સ્ત્રીના જીવનને વધુ જોખમ હોય છે. પ્રસૂતિમાં મૃત્યુનું પ્રમાણ ભારતમાં ઘણું વધારે છે. કદાચ દુનિયામાં સૌથી વધુ હશે !
પાશ્ચાત્ય દેશોમાં શહેરોમાં પુરુષો વધારે છે અને ગ્રામવિસ્તારોમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય છે ! એવી ગણતરી કરવામાં આવે છે કે 60 વર્ષથી વધુ વયના લોકોની અત્યારે જે સંખ્યા છે એમાં છ ગણો ઉમેરો ઈ.સ. 2025ની સાલમાં થશે ! વિશ્વમાં અત્યારે 60 વર્ષથી વધુ વયના અઠ્ઠાવન કરોડ લોકો છે, અને ઈ.સ. 2020ના વર્ષ સુધીમાં તે સંખ્યા એક અબજ સુધી પહોંચવાની ધારણા છે. સમગ્ર દુનિયામાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. વિશ્વની વસ્તીનો 14 ટકા હિસ્સો વૃદ્ધોનો છે ! 71 ટકા આ વૃદ્ધોનો વધારો ત્રીજા વિશ્વના ગરીબ દેશોમાં થશે એવો અંદાજ છે ? Longevity revolution (દીર્ઘાયુષ્યની ક્રાંતિ) થઈ રહ્યો છે –
એકવીસમી સદીમાં ભારતમાં વસ્તીવધારો આ જ રીતે થતો રહ્યો તો સંભવ છે કે આપણે વસ્તીમાં ચીનને વટાવી જઈશું ! ચીન કરતાં આપણી વસ્તી વધારે હશે અને અર્ધી વસ્તી ગરીબાઈમાં હશે ! દુનિયાના છ માણસોમાંથી એક ભારતીય કે એક ચીની હશે !
આપણા દેશના વસ્તી વિષયક અભ્યાસ પ્રમાણે ઈ.સ. 2050 સુધીમાં બાળકો કરતાં વૃદ્ધોની વસ્તી વધારે હશે ! એમ જ કહો ને કે પચાસ વર્ષ પછી સંભવ છે કે બાબા-બેબી કરતાં દાદા-દાદીની સંખ્યા વધારે હોય ! 65 વર્ષના ને એથી વધુ વયના અમેરિકનોની સંખ્યા કિશોરો કરતાં વધારે છે ! છેલ્લાં 25 વર્ષમાં 85થી વધુ ઉંમરના લોકોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે.
એક તરફ વસ્તી નિયંત્રણ – બાળમૃત્યુનું ઘટતું જતું પ્રમાણ અને બીજી બાજુ તબીબી વિજ્ઞાનની પ્રગતિ – વધુ સારી તબીબી સારવાર – ઊંચું આવતું જીવનધોરણ અને સ્ત્રીશિક્ષણનો વધતો જતો વ્યાપ – આ બધાં પરિબળોને લીધે સરેરાશ આયુર્મર્યાદામાં વધારો થવાને લીધે આવું ગણિત મંડાય છે. પહેલાં ન્યુમોનિયા, ટાઇફોઇડ, ક્ષય જેવા કેટલાયે રોગો અસાધ્યા મનાતા હતા. આજે તો કેન્સર પણ જો પ્રારંભિક તબક્કમાં હોય તો એનો સફળતાપૂર્વક ઉપચાર થઈ શકે છે. હવે તો શરીરનાં મહત્વનાં અંગો બદલી નવાં મૂકી શકાય છે. હૃદય-આરોપણ અને બાયપાસ સર્જરીની વાત હાલતાંચાલતાં સાંભળીએ છીએ. એક કીડની બગડે તો એની જગ્યાએ બીજી મૂકી શકાય છે. કૃત્રિમ હાથ-પગ બેસાડી શકાય છે. લીવર પણ ‘ટ્રાન્સપ્લાન્ટ’થઈ શકે છે. રેટિના નવી મૂકી શકાય છે. આર્થ્રારાઈટીઝ અને ફ્રેક્ચરમાં નવા પાર્ટ્સ મૂકી શકાય છે ! નવાં ઔષધો અને વિકસતી જતી સર્જરીને લીધે મનુષ્યજીવન દીર્ઘ બન્યુ છે, પણ એની સાથે સાથે સંલગ્ન અને ઉપસ્થિત થતી સમસ્યાઓનો ઉકેલ આપણે લાવી શક્યા નથી. આ સમસ્યા તે વૃદ્ધાવસ્થાની અને વૃદ્ધજનોની સમસ્યાઓ. પરવશતા – એકલતા – ઇન્દ્રિયોની કમજોરી – શારીરિક અવરોધો અને સામાન્ય રીતે જીવનનાં પ્રશ્નોને પહોંચી વળવા માટે વધતું જતું અસામર્થ્ય એટલે વૃદ્ધાવસ્થા !
ઘણાં વૃદ્ધો પક્ષાઘાત-હૃદયરોગ-કેન્સર-આર્થ્રારાઈટીઝ તેમજ હાડકાંના ફ્રેક્ચરને લીધે અપંગ અને અશક્ત બની જતાં હોય છે. તેઓ પોતાની સંભાળ રાખવા માટે ઘણી વખત શક્તિમાન નથી હોતાં એટલે તેમને પોતાનાં સંતાનો, સગાંઓ અને રાજ્ય પર આધાર રાખવો પડે.
તમે કોઈક વૃદ્ધને સાવ અપંગ, શૂન્યમનસ્ક, ઓરડાની છત તરફ તાકીને નિઃશ્વાસ નાંખતા જોયા હશે. વૃદ્ધાવસ્થા જાણે કે બીજું બાળપણ ! બાળક તો દિનપ્રતિદિન મોટું થાય છે. શક્તિશાળી અને સમજદાર બનતું જાય છે. નવું નવું શીખતું જાય છે અને સ્વાવલંબી અને સ્વતંત્ર થતું જાય છે. બાળક સમક્ષ ભવિષ્ય છે. આવતીકાલ છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં ધીમે ધીમે બધું જ ક્ષીણ થતું જાય છે.
વૃદ્ધાવસ્થા એટલે શ્વેતકેશ, વાંચવા માટે ચશ્માંની જરૂર, શ્રવણશક્તિમાં ઘટાડો, અરે, એટલું જ નહિ પણ એક કાળે જે સ્મરણશક્તિ તીવ્ર હતી તે પણ આપણી સાથે સંતાકૂકડી રમી જાય છે ! પહેલાં કેટલું બધું યાદ રહેતું હતું ! વર્ષો પહેલાં વાંચેલી કવિતાઓ અને ગમી ગયેલાં ગીતો આખાં જ મોઢે હોય. ઑફિસના કામમાં બધાં આંકડાઓ અને વિગતો તમે આપી શકતાં હતાં. હવે ? સવારે ભોજનમાં શેનું શાક ખાધું હતું તે પણ યાદ કરવું પડે ! પરિચિત વ્યક્તિ મળી જાય અને એ તમારી સાથે વાત કરવા માટે આવે તો પણ તમને એનું નામ યાદ ન આવે ! મનમાં એટલું ખરાબ લાગે પણ શું થાય ? પૈસાનું પાકીટ, ઘડિયાળ, ચશ્માં અને ચાવી પણ ક્યાં મુકાઈ ગયાં હોય તેનો ખ્યાલ ન રહે ! અત્યારનું બધું ભૂલી જવાય અને બચપણના મિત્રો અને શાળાના દિવસોની સ્મૃતિ હોય !
થોડાં વર્ષો પહેલાં તમે જે જાતે સહેલાઈથી અને ઝડપથી કરી શકતાં હતાં તે કરવામાં મુશ્કેલી લાગે. લાંબો સમય ઊભા રહેતાં થાક લાગે છે. થોડું વજન પણ ઊંચકવામાં ભાર લાગે છે, એટલે બીજાંની મદદની જરૂર પડે છે. બીજા પર આધાર રાખવો પડે છે. આ લાચારી સખત ખૂંચે છે.
માતાપિતા અને સંતાનો વચ્ચેના સંબંધનું સ્વરૂપ એકદમ વિરલ છે. એ લોહીનો, સ્નેહનો અને હૃદયનો સંબંધ છે. એ સંબંધ ગમે તે કારણે વણસે તો ઉભય પક્ષે દુઃખ જ ઊભું થાય છે. એ સંબંધ અત્યન્ત ગાઢ, મૈત્રીભર્યા અને આત્મીય બની રહે, બન્ને વચ્ચે સમજણ, સ્નેહ અને સંવાદિતાનો સેતુ રચાય તો માતાપિતા માટે જીવનની એ મોટી ઉપલબ્ધિ અને સફળતા બની રહે છે, અને સંતાનો માટે મૂલ્યોનું જીવનભરનું પાથેય. એમાથી જ કુટુંબજીવનના પાયા પર જ એક સંસ્કારી અને શિષ્ટ સમાજનું અને રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે.
‘પરમાત્મા બધે સ્થળે ન હોઈ શકે, માટે એણે માતાઓનું સર્જન કર્યું ! આ આરબ કહેવતનો અર્થ જયવતીબેન સમજે છે. શ્રી બળવંતભાઈ પારેખને એમ હશે કે હું જયવતીબહેનને જાણતો નહિ હોઉં ! એ તે કેમ બને ? ઘીના જેવું એમનું વ્યક્તિત્વ છે. એમના નિબંધો અને ‘સંતાનો સંગે સેતુ’ એક મૂલ્યવાન ઉમેરો છે. અહીંના ચિંતનમાં વહાલપ છે.
-રઘુવીર ચૌધરી
જ્યારે સાતઆઠ વર્ષનાં બાળકોને પીઠ પર પુસ્તકોનો વજનદાર થેલો ઊંચકીને શાળાએ જતાંઆવતાં જોઉં છું, ત્યારે મને એમની દયા આવે છે, અને આવી કઠોર શિક્ષણપદ્ધતિ ચાલુ રાખનારાઓ પ્રત્યે ધૃણા ઊપજે છે.
અઢીત્રણ વર્ષના કુમળા ફૂલ જેવા બાળકને કોઈ સારી પ્રતિષ્ઠિત ગણાતી અંગ્રેજી માધ્યમવાળી શાળાના નર્સરી ક્લાસમાં પ્રવેશ માટે હવે જરૂરી ‘ઇન્ટરવ્યૂ’ માટે બાળકને પકડીને ભણાવતી જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે. કેટલીક શાળાઓમાં બાળકનો નહિ, પણ એનાં માબાપનો પણ ઇન્ટરવ્યૂ લેવાતો હોય છે !
સવારના પહોરમાં મોનિકાને હેંગિંગ ગાર્ડન પર જોઈ મને આશ્ચર્ય થયું.
‘તું અહીં ક્યાંથી ?’ મેં એને પૂછ્યું. એ સાન્તાક્રુઝ રહે છે ત્યાંથી સવારે સાડા છ વાગ્યે એ મલબારહિલ ફરવા આવે નહિ.
‘માસી, હું ગઈ કાલે નેપીયન્સી રોડ મમ્મીને ઘેર રહેવા આવી છું, એટલે થયું સવારમાં ફરી આવું !’
‘તારું વજન ઘટ્યું લાગે છે. છોકરાઓ કેમ છે ?’ મેં પૂછ્યું. ‘છોકરાઓ તો સારા છે, પણ હું થાકી ગઈ છું ! એમની પરીક્ષા હમણાં પતી એટલે ત્રણચાર દિવસ મમ્મીને ઘેર આરામ માટે આવી છું !’ ‘પરીક્ષા છોકરાઓ આપે અને તું થાકી ગઈ ?’ મેં મજાકમાં કહ્યું. ‘માસી, વાત તો એવી જ છે. તમે જાણો છો, આજકાલ છોકરાઓને ભણાવવાનું કેટલું મુશ્કેલ થયું છે’ આ વર્ષે સોહિલને બીજી સ્કૂલમાં દાખલ કરવાનો છે. સારા માર્કસ નહિ આવે તો ક્યાંથી દાખલ થશે ?’ હું મોનિકાના ચહેરા પર ચિંતાના ભાવ સ્પષ્ટ જોઈ શકી. ખરેખર આજે પરિસ્થિતિ તો એવી જ છે. બાળકોની સાથે માતાપિતાની પણ કેમ પરીક્ષા ન થવાની હોય !
નર્સરી ક્લાસથી માંડી શાળા-કૉલેજ અને પ્રતિષ્ઠિત ગણાતા કોચિંગ ક્લાસમાં દાખલ થવા માટે મારામારી થતી હોય છે. બિચારાં માબાપ ! કોઈ ને કોઈની ઓળખાણ શોધવા જાય, લાગવગ લગાડે, ડોનેશન આપવા તૈયાર થાય અને છોકરાઓનાં ફૉર્મ ભરી પરિણામ બહાર પડે એટલે રઘવાયાની માફક દોડાદોડી કરવા માંડે !
પોતાનું સંતાન દસમા કે બારમા ધોરણમાં આવે ત્યારે તો માબાપની ચિંતાનો અને બાળકના ટેન્શનનો પાર નહિ. શું થશે ? એના કેટલા ટકા માર્કસ આવશે ? થોડા ટકા માર્કસ ઓછા આવ્યા તો શું થશે ? એટલે પોતાનું બાળક જાણે રેસનો ઘોડો ન હોય એમ એને માતાપિતા સતત પાનો ચડાવતાં રહે. એમ જ કહું તો ચાલે કે દસમા અને બારમા ધોરણમાં તો વિદ્યાર્થીના બાર જ વાગી રહે. પરીક્ષાનું પરિણામ આવે એટલે બધાં એને એક જ પ્રશ્ન પૂછવાનાં ! તારા કેટલા ટકા આવ્યા ?’ તેમાં હવે રૂપિયાની માફક માર્કનું પણ ઇનફ્લેશન થયું છે ! છોકરા કે છોકરીના થોડાક ઓછા ટકા આવ્યા હોય તો એણે તો લજવાઈ જ મરવાનું ! માતાપિતાને નિરાશ થયેલાં જોઈ બાળકને પોતે કેટલો નકામો છે તેનું ભાન પ્રત્યેક પળે થતું રહે છે.
મેં સાંભળ્યું છે કે કેટલાંય માબાપ એવા હોય છે જે બાળકને કહે છે, ‘ગમે તે કર પણ માર્કસ સારા લઈ આવ. એના વગર નહિ ચાલે !’ એટલે જ એક વખત ગુજરાતમાં બારમા ધોરણની પરીક્ષામાં ચોરી કરવાના સૌથી વધારે કિસ્સા બન્યા એવા સમાચાર વાંચી મને દુઃખ થયું પણ આશ્ચર્ય ન થયું ! આપણા સમાજની રુગ્ણતાનું આ પ્રતીક છે. પરીક્ષામાં ચોરી કરવી, પેપર ફોડવા, પરીક્ષકોને લાંચ આપવી આ તો બધું હવે ‘નૉર્મલ’ બની ગયુ છે. આવું કરનાર કેટલાંક માબાપ તો છડેચોક બહાદુરીપૂર્વક કહેતાં હોય છે ‘શું થાય, વખત પ્રમાણે ચાલવું પડે. અમે તો પહેલેથી જ પાળ બાંધી દીધી હતી.’
માર્કસનો એવો ‘હાઉ’ ઊભો થાય છે, જે બાળકને સતત ડરાવે છે ને માબાપને ગભરાવે છે ! ટ્યુશન રાખો, કોચિંગ ક્લાસમાં મોકલો, રાત્રે મોડે સુધી બાળકને વંચાવો અને તે ટી. વી. અને વીડિયોના આક્રમણને લીધે સહેલું જરાય નથી જે કાંઈ થઈ શકે કે બધું જ કરી છૂટો, કારણ કે માર્કસ તો લાવવા જ પડશે.
વિદ્યા મેળવવી, જ્ઞાન પ્રાપ્ત કરવું એ એક આનંદમય અનુભૂતિ બનવી જોઈએ; પરંતુ આજે દુર્ભાગ્યે એ સહજ આનંદની અનુભૂતિ રહી નથી. શિક્ષણ એક માનસિક તણાવ અને દબાણરૂપ બની ગયું છે.
મને બરાબર યાદ છે. વર્ષો પહેલાં હું જ્યારે નાની બાલિકા હતી ત્યારે આવું નહોતું જ. લોકો માબાપને પૂછતા, ‘તમારા છોકરાઓ સારા છે ? ડાહ્યા છે ?’ એનાથી વિશેષ ખાસ કોઈ પૂછતું નહિ.
એની સ્કૂલમાં સારા માર્કસ આવે છે ? એ સ્કૂલની ટીમમાં છે ? એ તો પછીની વાત થઈ.
પરંતુ આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. બાળકના કુમળા મગજ પર અને નાજુક લાગણીતંત્ર પર ઘણું દબાણ હોય છે. જો છોકરો હોય તો એને સ્માર્ટ થવાનું, ભણવામાં હોશિયાર થવાનું એ તો ઠીક પણ એ ઉપરાંત એને રમતગમતમાં પ્રવીણ થવાનું. જો છોકરી હોય તો એણે નૃત્યના વર્ગમાં જવું જોઈએ, પિયાનો લેસન્સ લેવા જોઈએ અને નહિ તો આર્ટ ક્લાસમાં તો જવું જ જોઈએ. ખાસ કરીને છથી ચૌદ વર્ષનાં બાળકોને તેઓ બીજા સામે સ્પર્ધામાં ઊભાં રહી શકે તે માટે સખત મહેનત કરવી પડે છે. ખાસ કરીને શિક્ષણની બાબતમાં આપણાં બાળકોને ખૂબ જ દબાણ સહન કરવું પડે છે.
માતાપિતા બાળકના ભાણતર, ખાસ કરીને એના માર્કસ માટે એટલી ચિંતા સેવતાં હોય છે કે એનો ચેપ બાળકોને લાગે છે ! અરે ! પાંચમા-છઠ્ઠા ધોરણમાં બાળક હોય ત્યારે એની પાસે માબાપ એટલું વંચાવે જાણે કે એને કોઈ યુનિવર્સિટીની પરીક્ષા આપવાની ન હોય !
બચપણ એ તો જીવનનો એક અતિ સુંદર સમયખંડ છે. ખરું જોતાં એ તો હરવાફરવાનો અને આનંદથી રમવાનો, નિશ્ચિંતતાનો સમય છે. નિજાનંદે વિહરવા અને વિચરવાનો – દિવાસ્વપ્નો જોવાનો – મનગમતી રમતો રમવાનો સમય છે. એ અવસ્થામાં તો બાળકના મગજ પર કોઈ ચિંતા, ભાર કે દબાણ ન હોવાં જોઈએ; પરંતુ આજે હવે મને રમવાનો, નાનીનાની આનંદમય ક્રીડા માટે બાળક પાસે સમય જ ક્યાં છે ? શાળામાંથી આવીને ટ્યુટર પાસે ભણવાનું કે પછી કોઈક ચિત્રકળાના, સંગીતના કે કૉમ્પ્યુટરના વર્ગમાં જવાનું અથવા તો કોઈક રમતના કોચિંગ માટે જવાનું. આ ઉપરાંત ‘હોમ’ વર્ક તો ખરું જ. રજાને દિવસે મ્યુઝિયમ જોવાનું, કોઈક ફેક્ટરીની મુલાકાતે જવાનું કે પછી ટ્રિપ પર જવાનું, લાંબી રજા હોય ત્યારે કેમ્પમાં જવાનું અને ત્યાં જુદુંજુદું શીખવાનું !
આઠ વર્ષના સૌમિલે એના મિત્રને શાળામાંથી રમવા માટે ઘેર આવવાનું કહ્યું, ત્યારે એ છોકરાએ પોતાનું કેલેન્ડર કાઢી જોઈને કહ્યું, ‘દોસ્ત શું કરું ?’ આજે સાંજે મારે સ્વિમિંગ લેસન માટે જવાનું છે એટલે નહિ આવી શકું. આવતી કાલે પિયાનો ક્લાસ છે, તું જો ફ્રી હોય તો શુક્રવારે તારે ઘેર આવું ? મોટાંઓની ડાયરી કદાચ એપોઈન્ટમેંટથી ભરેલી હોય ! મોટાંઓને ઘડિયાળને કાંટે જીવવું પડે પણ આપણે તો બાળકો માટે પણ એવું જીવન કરી નાખ્યું છે. બાળકની વય નાની, કદ નાનું, શક્તિ ઓછી પણ વર્તવાનું મોટાની માફક ! Today the time squeeze on children has tightened. The childhood’s special sense of time, in which minutes often seem like hours is forced to yield to the clockwork of pseudo-adult life !
આપણા બાળકને અમુક પ્રવૃત્તિમાં રસ ન હોય તો પણ એની પાસે એ કરાવીએ છીએ. કારણ કે બીજા છોકરાઓ એ કરતાં હોય છે ! ઘણા કિશોરો જેમાં એમને રસ છે તે નથી કરી શકતાં કારણ કે જેમાં એમને બહુ રસ ન હોય એમાં એમને માબાપે મૂકી દીધાં હોય છે !
શિક્ષણની જેમ જ સામાજિક સ્તરે પણ બાળકો પર પ્રેશર ઓછું નથી હોતું, આ પ્રેશર તે સફળતા મેળવવાનું પ્રેશર, બાળક બીજી કેટલી પ્રવૃત્તિઓ કરે છે એમાં એ કેવો છે તેની સાથે એની સફળતાને સાંકળી લેવામાં આવે છે. પહેલાં મધ્યમ વર્ગનાં બાળકો પર આ જાતનું દબાણ હોય છે એમ મનાતું હતું. આજે તો બધાં જ આર્થિક અને સામાજિક સ્તરનાં બાળકો પર વત્તેઓછે અંશે દબાણ છે જ.
આપણે આગળ જોયું તે પ્રમાણે આજે બાળક બાળક તરીકે નથી જીવતું પણ pseudo-adult તરીકે જીવે છે ! પરિણામે મોટાંઓની જિંદગીમાં જે તંગદિલી હોય છે, જે તાણ હોય છે, Stress હોય છે તે બાળક પર આવી પડ્યાં છે. આ સતત દબાણની અસર બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. અલ્સર એ મોટાનો રોગ છે, એનું મુખ્ય કારણ તંગદિલી છે. હવે બાળકોને પણ અલ્સર થાય છે ! ડૉ. રૉબર્ટ મોરિસે એમના પુસ્તક ‘The Annals of Allergy’માં નોંધ્યું છે કે દમરોગવાળા બાળકની માતા મોટે ભાગે બાળક માટે વધુ પડતી મહત્ત્વાકાંક્ષી હોય છે.
વિશાખા મારી સાથે હંમેશાં આ બાબતમાં દલીલ કરે છે. એ કહે છે કે તાણ, તંગદિલી, ટેન્શન જીવનનો એક ભાગ છે, એક અંશ છે અને એ જીવન સાથે સંકળાયેલાં છે. બાળકે પણ દબાણ સાથે જીવતાં શીખવું જોઈએ. નહિ તો એ મોટો થાય ત્યારે જિંદગીમાં કેવી રીતે ઊભો રહી શકે ?
કબૂલ. એવાં કેટલાંક દબાણ હોય છે જે દરેક બાળકે ઝીલવાં જોઈએ. દા. ત. બાળકને શાળામાં વખતસર પહોંચતાં આવડવું જોઈએ. જમવાના ટેબલ પરની સભ્ય રીતભાત એણે શીખવી પડે. બીજાઓ સાથે વ્યવહાર કરતાં પણ એને આવડવું જોઈએ. આ બધું બાળક જેમજેમ મોટું જાય છે તેમ શીખવાની એનામાં શક્તિ આવી હોય છે. પરંતુ જ્યારે આપણે એના પર ગજા બહારનું દબાણ લાદીએ, એની શક્તિ બહારની એની પાસે અપેક્ષાઓ રાખીએ ત્યારે બાળકના મન પર ટેન્શન ખૂબ જ વધી જાય છે. બાળકમાં અભ્યાસ માટે સામાન્ય શક્તિ હોય અને આપણે જો એને પ્રથમ વર્ગમાં આવવા માટે દબાણ લાવીએ તો ખોટું જ છે.
એને માટે અશક્ય હોય એવા લક્ષ્ય પાછળ બાળકને દોડાવવાથી અંતે એને નુકસાન જ થવાનું. એને સ્પર્ધામાં સતત ખેંચાતાં રહેવું પડે છે અને એ ભાંગી પડે છે. એ મોટી નિરાશા અનુભવે છે.
બાળકો પણ સમજી જતાં હોય છે કે જ્યારે તેઓ કંઈક કરી બતાવે છે ત્યારે એને પ્રશંસા મળે છે. એને નિષ્ફળતા મળે છે, ત્યારે એની સાથે ઠપકો મળે છે. બાળક જ્યારે એનાં માબાપની અપેક્ષાઓ સંતોષી શકતું નથી, ત્યારે એનો આત્મવિશ્વાસ ઝડપથી ઓસરી જાય છે. એનું જે self-image છે તે ઝાંખું પડે છે. આપણે જાણીએ છીએ કે આત્મવિશ્વાસ અ સ્વ-આદર માનવીને જીવનના મોટા પડકારો ઝીલવાનું સામર્થ્ય આપે છે. આપણે બાળકનું એ જ હણી નાખીએ છીએ !
‘સ્ટ્રોસ’ની માફક સ્પર્ધા પણ જીવનનું એક અંગ છે. આપણે સમાજમાં રહીએ છીએ, એટલે સ્પર્ધા કોઈ ને કોઈ પ્રકારની રહેવાની જ. બાળકને સ્પર્ધાનો સ્વીકાર કરતાં શીખવવું પડે. સ્પર્ધા માટે એને પ્રોત્સાહિત પણ કરવું જોઈએ. પરંતુ ધીમે-ધીમે બાળકમાં એ માટે ક્ષમતા આવે, તાકાત અને શક્તિ આવે તેમતેમ કરી શકાય.
(1) એ માટે આપણે શું લક્ષ્યમાં રાખવું જોઈએ ? જે દબાણ-પ્રેશર સામાન્ય હોય અને બાળક પર લાદવું જોઈએ એની વચ્ચે આપણે આપણી મહત્ત્વાકાંક્ષાને લીધે બાળક પાસેથી વધુ પડતી અપેક્ષાઓને કારણે આવતું દબાણ એ બે વચ્ચેનો ભેદ આપણે જાણવો જોઈએ.
(2) આપણે કેટલાંક પ્રેશર સામાજિક પ્રતિષ્ઠા અને પરંપરાને કારણે બાળક પર લાદતાં હોઈએ છીએ તે આપણે સમજપૂર્વક જરૂર ઓછાં કરી શકીએ. બધાંનાં છોકરાં કરે અને આપણું છોકરું ન કરે એ કેવું દેખાય ? બધાં જ બાળકો પર પ્રેશર હોય છે તો આપણે પર એમ જ કરીએ. આ વિચારધારા ખોટી છે. આપણા પોતાના બાળકની શક્તિ અને રુચિનો ખ્યાલ આપણે રાખવો જોઈએ.
(3) બાળકને થોડીક નવરાશ અને મોકળાશ આપો. એનાથી એનામાં મૌલિકતા આવશે. એનામાં રહેલી સર્જનાત્મક શક્તિને અવકાશ મળશે. બાળપણના જે સ્વાભાવિક, નિસર્ગદત્ત આનંદ છે તે એને માણવા દો. બાળકનો એ મૂળભૂત અધિકાર છે.
(4) બાળક પોતાની મેળે શું કરી શકે અમ છે એ જાણી એમાં એને પ્રોત્સાહિત કરીએ. તારે મોટાં થઈને આ જ થવું પડશે અને આ જ કરવું પડશે એવું ઠસાવીએ નહિ. બાળકમાં રહેલી potentiality સંભવિતતાને લક્ષમાં રાખીએ.
(5) બાળક માટે અને માતાપિતા માટે સૌથી મહત્વનું એ જ છે કે બાળકે જાણવું જોઈએ, એને પ્રતીતિ થવી જોઈએ કે એનાં માતાપિતા એને પ્રેમ કરે છે. એ સફળ થાય કે નિષ્ફળ થાય તો પણ માબાપનો પ્રેમ એના પર રહેવાનો જ. ઘણી વખત જે બાળક પર બચપણમાં સિદ્ધિ મેળવવા માટે ખૂબ દબાણ થયું હોય તે મોટો થઈને નિષ્ફળ નીવડે છે, પણ જે બાળકને પ્રેમ મળ્યો હોય છે, જેને પોતાનો વિકાસ સ્વાભાવિક રીતે કરવા દેવાયો હોય છે, જેની સાથે સમજણભર્યો વર્તાવ થયો હોય છે તે બાળક મોટો થતાં વધુ સ્વસ્થતા અને સલામતી અનુભવે છે.
ફળ જલદી પાકે તે માટે આજકાલ ફળ પર દવા છાંટવામાં આવે છે. ખાસ કરીને કેરી-કેળા-અંજીર વગેરેને અકુદરતી રીતે વહેલાં પકવવામાં આવે છે. પણ આ ફળોમાંથી મીઠાશ જતી રહે છે. કુદરતી રીતે પાકેલાં ફળની મીઠાશ આ ફળોમાં હોતી નથી. બાળકને તેનાં લય, ગતિ અને શક્તિ અનુસાર વિકાસ સાધવાનો સમય અને સ્વાતંત્ર્ય આપણે આપવાં જોઈએ.
ખલિલ જિબ્રાને કહ્યું છે તે પ્રમાણે, બાળક આપણાં લોહીમાંસમાંથી ઉત્પન્ન થયું હોય છે પણ આપણે એના માલિક નથી. આપણે એને આપણી પ્રતિકૃતિ કે appendage બનાવવાનું નથી. એ એના પોતાના અધિકારથી એક માનવી છે, એક વ્યક્તિ છે, આપણા સંતોષનું અને આપણાં વણપુરાયેલાં સ્વપ્નાં સિદ્ધ કરવાનું સાધન નથી. We must give him back his childhood. આપણે એનું બાળપણ ખૂંચવી ન લઈએ.
જુદા જુદા ક્ષેત્રના અનેક પ્રતિષધિત લોકોની મુલાકાત લઈ ને જે વિગતોથી જાહેર પ્રજા વાકેફ ન હતી, જે પ્રસંગો તે વ્યક્તિઓના જીવનમાં ભુલાઈ ગયા હતા, તે જયવતીબેને બહાર લાવી આપણી સમક્ષ રજુ કર્યા છે. આ વ્યક્તિઓએ પોતાંય જીવન કેવી રીતે ઉજ્જવળ બનાવ્યું, પોતાના વ્યવસાયમાં તેમ જ પ્રજાના જીવનમાં આશાઓ કેવી રીતે ઉભી કરી, તેનું જ્ઞાન આપણને થાય છે..
“ચિરસ્મરણીય મુલાકાતો” પુસ્તક સરસ બન્યું છે. હાર્દિક અભિનંદન, મને ખાતરી છે કે, વાચક ને ખુબ જ રસ અને જાણ મણશે…..
શ્રી ભગવતીકુમાર શર્મા
જીવન જીવવાની કળા વિષે અનેક ફિલસૂફ, ચિંતક, સર્જક અને અનુભવીઓએ લખ્યુ છે. આ પુસ્તકમાં જયવતીબહેને જીવનને આનંદમય બનાવવાની થોડીક વાત કરી છે પ્રત્યેકનું જીવન જુદું, જીવનનો ઉપાડ જુદો છતાં જે જયવતીબહેને મનોમંથન અનુભવ્યું છે, તેમાંથી થોડાંક મણિમૌક્તિકો આ પુસ્તકમાં પ્રગટ થયા છે. માનવ માનવ વચ્ચેના સંબંધોની આડે રંગભેદ, જાતિભેદ, ધર્મભેદ સ્થિતિ અને સ્થાનભેદી જે જડ દીવાલ આવે છે, તેને કેમ ભેદવાની અને સ્નેહ, સહાનુભૂતિ અને સમજણનો સેતુ કેમ બનાવવો, એ આ પુસ્તક દ્વારા મળશે.
મહાભારતકાર મહર્ષિ વેદવ્યાસે દુર્યોધનના મુખમાં શબ્દો મૂક્યા છે :
जानामि धर्मम् न च मे प्रवृत्ति
जानामि अषर्मम् न च मे निवृत्ति ।।
આવી જ મનોદશા મોટે ભાગે આપણી હોય છે. આપણે જે કરવું જોઈએ, આપણું મનુષ્ય તરીકેનું જે કર્તવ્ય હોય છે તે નથી કરતા; પણ જે સ્થૂલ છે, જે નકામું છે કરતાં હોઈએ છીએ ! માનવચિત્તની આ નિર્બળતા હશે પરંતુ ઘણી વાર આપણે સમજતાં હોઈએ, જાણતા હોઈએ, એ કરવાની આપણી ઇચ્છા પણ હોય છે છતાં આજે નહિ, કાલે કરીશું; હમણાં સમય જ ક્યાં મળે છે ? બીજા ઘણાં મહત્વનાં કામ કરવાનાં છે એટલે સમય મળે કે તરત એ કરીશું એમ વિચારી એને ઠેલતાં જઈએ છીએ.
હું લગ્ન, વિવાહ, નોકરી, ધંધો કે દુનિયાદારીની કામકાજની વાત નથી કરતી. વાત કરવા માગું છું લાગણીના સંબંધોની, સૂક્ષ્મ-કોમળ લાગણીઓની અને એના પ્રતિસાદની. આપણા હૃદયના સાદને આપણે ઘણીય વખત ક્ષુલ્લક રોજિંદા કામકાજમાં કચડી નાંખીએ છીએ.
કાકી વૃદ્ધ છે, માંદા રહે છે, એમને મળવા જવું જોઈએ, એમને મળવાની મને ઇચ્છા છે પણ એ બહારગામ રહે છે. પણ મનમાં થાય છે ક્યારેક સમય કાઢીને જઈ આવીશ. હું જવાનું ઠેલું છું અને જીવતાં કાકીને મળવા જવાને બદલે હું એમના અવસાન પછી એમના પરિવારને દિલાસો આપવા જાઉં છું !
સ્વજન, મિત્ર કે પરિચિત વ્યક્તિ બીમાર હોય ત્યારે એમને મળવા જવાનો વિચાર કરીએ છીએ પણ રોજિંદા જીવનમાંથી અને એના નાના મોટા કામકાજમાં આપણે આજે નહિ પણ કાલે એમ વિચાર કરી ઠેલતાં જઈએ છીએ. કેટલાયે જૂના મિત્રો હોય, એક જ શહેરમાં રહેતાં હોઈએ તો પણ આપણે એમને મળવાનો – એ સંબંધને તાજો, લીલોછમ રાખવાનો કેટલો પ્રયત્ન કરીએ છીએ ? બસ-સ્ટેન્ડ પર ઊભા હોઈએ, કોઈક પરિચિત મળી જાય, ખબરઅંતર પૂછતાં હોઈએ ત્યાં તો દૂરથી બસને આવતી જોઈને અને તરત ‘પછી મળીશું’ એમ કહી બસમાં ચઢી જઈએ… ફરી મળવાની વાત ત્યાં જ રહી જાય. સંબંધોની માવજત માટે આપણી પાસે સમય જ નથી હોતો !
મારા તો વિચાર અને આચરણ વચ્ચે યોજનોનું અંતર પડી જતું હોય છે ! એટલે જ અશોક મને ઘણી વખત મજાકમાં કહે છે : ‘હજી ક્યાં સુધી વિચાર કરતાં રહેવું છે.’ વિચારોના તરંગોમાં જ તું તરતી રહે છે ! કિનારાની વાસ્તવિક ધરતી પર તું ક્યારે પગ મૂકશે ?’ હું કોઈકની ખબર કાઢવાની વાત કરું તો એ મને કહે છે :
‘વિચાર કરવાને બદલે આજે જ જઈ આવો. માંદો માણસ ક્યાં તો એટલામાં સાજો થઈ જાય નહિ તો ખલાસ થઈ જાય ! જવું જ હોય તો આજે શું અને કાલે શું ?’
કોઈકને પત્ર લખવાના વિચાર કરતી હોઉં ત્યારે પણ એ રમૂજમાં કહે છે ‘આટલામાં તો ક્યારનોયે પત્ર લખાઈ ગયો હોત !’
જ્યારે જે કરવું જોઈએ – તાત્કાલિક વિના વિલંબે કરવું જોઈએ તેને મુલતવી રાખવાની મારી નઠારી આદતનો મને પારાવાર પસ્તાવો થયો છે. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બને છે, જે માટે આપણે આપણી જાતને ક્યારેય માફ ન કરી શકીએ. એનો વસવસો કાયમ માટે રહી જાય છે. એ શૂળ બનીને આપણાં દિલમાં ભોંકાતી રહે છે.
એ ગોઝારા દિવસનું મને બરાબર સ્મરણ છે. એ દિવસે સાંજે હું એને મળવા હોસ્પિટલ જવાની હતી. વિલેપાર્લે મારે જવાનું હતું. એ પ્રમાણે હું તૈયારી કરી રહી ત્યાં તો મારી સખી સુલતાનો ફોન આવ્યો…
‘સુજુ ! બહુ જ ખરાબ થયું. આપણી બહેનપણી મલ્લિકા ચાલી ગઈ’ અને બોલતાં બોલતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. એ સાંભળતાં જ હું ટેલિફોન પાસેની ખુરશી પર ફસડાઈ પડી. મારી આંખોમાંથી ચોધાર અશ્રુ વહેવા લાગ્યાં. ઊભા થવાની પણ મારામાં તાકાત રહી નહોતી.
હું ખૂબ જ મોડી પડી ગઈ હતી. વિલેપાર્લા એ મારા ઘરથી ક્યાં બહુ આઘું હતું? હવે તો અમારી વચ્ચે જન્મારાનું અંતર પડી ગયું ! મને મલ્લિકાની માંદગીના સમાચાર ચાર-પાંચ દિવસ પહેલાં મળ્યા હતા. હું એને મળવા જવાની જ હતી… એને મળવાની મને ખૂબ ઇચ્છા હતી પણ ચાર દિવસ એમ ને એમ – આજે નહિ કાલે એમ કરતાં – નીકળી ગયા અને આજે જ્યારે હું એને મળવા તૈયાર થઈ ત્યારે એ આ દુનિયા છોડી કાયમ માટે ચાલી ગઈ હતી…
અમે બનતી ઝડપે મલ્લિકાને ઘરે પહોંચી ગયાં. જીવતી જાગતી, હસતી અને મને જોઈ ખુશ ખુશ થઈ જતી મારી બાળપણની પ્રિય સખી મલ્લિકા ચિરનિંદરમાં પોઢી ગઈ હતી ! મને જોઈ એ હવે દોડી આવી ભેટી પડવાની નહોતી. નાની મોટી અમારી વાતો જે કલાકો સુધી ખૂટતી નહોતી તે કરવા માટે હવે આગ્રહ કરી મને એની પાસે બેસાડી રાખવાની નહોતી !
એની માંદગીના સમાચાર મળતાં જ મારે એની પાસે દોડી જવું જોઈતું હતું. મૈત્રીનાં મધુર સ્મરણપુષ્પોથી એના ખંડને સૌરભે ભરવો જોઈતો હતો. પણ એ બધું કરવાનું હું ચૂકી ગઈ હતી. નાના નજીવા ક્ષુલ્લક દુનિયાદારીના અને ઘરસંસારના કામકાજમાં હું ખોવાઈ ગઈ હતી. મૈત્રીના લાગણીભર્યા સંબંધને દિલની સંદૂકમાં મેં ભંડારી રાખ્યો હતો.
મલ્લિકાના મૃતદેહને મેં લાલ ગુલાબનો હાર પહેરાવ્યો. એના દેહ પર પુષ્પની સુકોમળ પાંદડીઓ પાથરી એને મેં અંજલિ આપી પણ જીવંત મલ્લિકા માટે શું કર્યું ? એને તો માત્ર થોડા પ્રેમભર્યા શબ્દોથી સારું લાગ્યું હોત. મારા સ્પર્શની હૂંફથી એનું દુઃખ ક્ષણભર ઓછું થયું હોત. મૃત માણસો માટે આપણે પુષ્પગુચ્છ લઈ દોડી જઈએ છીએ પણ જીવતાં હોય ત્યારે એમના પ્રત્યેની આપણી લાગણી ભાગ્યે જ વ્યક્ત કરીએ છીએ. આ તો અવસર ચૂક્યા મેહુલા જેવું છે. જીવતાં જેની પૂરી કદર નથી કરતાં એને મૃત્યુ બાદ પુષ્પોથી માન આપીએ છીએ !
મલ્લિકાના અવસાનને ત્રણ વર્ષ થયાં છે. એની મૃત્યુતિથિએ હું એને ઘેર જઈ એના કુટુંબીજનોને મળી. એ આખો દિવસ મારું મન ખૂબ બેચેન હતું. રાત્રે સૂતી પણ ઊંઘ આવી નહિ. મોડે સુધી હું વાંચતી રહી. આખરે કંટાળી લેમ્પ બંધ કરી સૂવાનો મેં પ્રયાસ કર્યો પણ આંખ મિંચાય નહિ. ફરી વાંચવાનો વિચાર કર્યો અને પાસે જ રાખેલાં પુસ્તકોમાંથી એક અંગ્રેજી કાવ્યસંગ્રહ ખોલ્યો અને એક કાવ્ય પર મારી નજર પડી. કાવ્ય હતું ચાર્લ્સ હેન્સન ટાઉનનું. એનું શીર્ષક હતું AROUND THE CORNER. આ કાવ્ય વાંચ્યું અને એ મને ખૂબ સ્પર્શી ગયું. અનેક વખત મેં એ વાંચ્યું કારણ કે એમાં મારી પોતાની મનોવ્યથા અને અનુભૂતિ આલેખાયેલી હતી.
કાવ્યનો સારાંશ કંઈક આવો હતો. એક મહાનગરમાં વસતો માણસ – હું. મારા ઘરની શેરીને ખૂણે મારો ખૂબ જૂનો મિત્ર રહે છે. એક પછી એક દિવસ અને પછી અઠવાડિયાં ઝડપથી પાણીના રેલાની માફક વહી જાય છે અને જોતજોતામાં એક વર્ષ વીતી જાય છે અને એ સમય દરમિયાન હું મારા મિત્રનું મોં જોતો નથી.
કારણ ? કારણ કે જીવન એક જબરદસ્ત દોડ છે. એ મારા મિત્રને ખબર છે કે મને એને માટે ઘણી લાગણી છે. એક સમય એવો પણ હતો જ્યારે હું એને ઘેર પહોંચી જતો અને એના ઘરનાં બારણાની ઘંટડી વગાડતો. એ પણ એવી જ રીતે મારે બારણે આવી પહોંચતો. એ દિવસો અમારી બન્નેની યુવાનીના દિવસો હતા.
હવે ? હવે અમે બંને કામકાજમાં અત્યંત વ્યસ્ત રહીએ છીએ. શ્રમિત છીએ. જીવનની સતત મૂર્ખાઈભરી રમત રમીને થાકેલા છીએ. નામ, સત્તા અને સમૃદ્ધિ મેળવવા માટે મથામણ કરી અમે હાંફી ગયા છીએ.
હું મારા મનને કહું છું, ‘કાલે – કાલે હું જીમને મળવા જઈશ. એટલું કહેવાને જ હું જઈશ કે જીમ હું તને યાદ કરું છું.’ પણ કાલ તો પડતી જ નથી ! અમારી વચ્ચેનું અંતર વધતું જ જાય છે ! એની શેરીનો ખૂણો જાણે માઈલો દૂર કેમ ન હોય ?
ત્યાં તો મારા પર ટેલિગ્રામ આવે છે. ‘જીમનું આજે અવસાન થયું છે.’
કવિ ચાર્લ્સ ટાઉને આ કરુણતાને અત્યંત વેધક રીતે નિરૂપી છે અને અંતમાં કવિ કહે છે :
And that’s what we get
And deserve in the end
Around the corner,
A vanished friend.
માનવજીવનની આ તે કેવી વક્રતા ! જીવનભર આપણે ખોટી-મૂર્ખાઈભરી રમત રમતાં હોઈએ છીએ અને જીવનના હાર્દને – સત્ત્વને ગુમાવી દઈએ છીએ ! એક રીતે ‘Around the corner’ કાવ્ય વાંચી મને થોડો દિલાસો પણ મળ્યો. આવી ભૂલ કરનાર હું એકલી જ નથી…
જીવનમાં આપણા હૃદયને – આપણી સમગ્ર ચેતનાને જેની સાથે ગાઢ સંબંધ અને લાગણી હોય છે, ત્યાં જ આપણે ચૂકી જઈએ છીએ. ઘણુંબધું જાણવા છતાં આપણને જીવન જીવતાં નથી આવડતું. માણસ વિજ્ઞાનના કેટલાયે નિયમો જાણે, બીજી કેટલીયે કળાઓ એ શીખ્યો હોય પરંતુ મોટાભાગના માણસોને જીવન પર શાસન કરનારા નિયમોની જાણ નથી હોતી. આપણી પાડોશમાં અને આજુબાજુ વસનારા માણસોનાં સુખ-દુઃખ આપણે ક્યાં જાણીએ છીએ ?
આપણા મિત્રો અને સગાં-સ્નેહીઓ માટે આપણા હૃદયમાં સ્નેહભાવના હોય છે, પરંતુ આપણે તો પ્રેમ અને ઋજુ લાગણીઓને ‘સીલ’ કરી બંધ કરીને જાણે સેઇફ ડિપોઝિટ વૉલ્ટમાં મૂકી દઈએ છીએ. એ ખોલીએ છીએ એમના અવસાન સમયે !
મને એમ થાય છે કે આપણા મિત્રો અને સ્નેહીજનો જ્યારે જીવંત હોય ત્યારે એમના પર એ લાગણી વરસાવીએ – જ્યારે તેઓ થાક્યા હોય – હાર્યા હોય – દુભાયા હોય ત્યારે એ લાગણીને શબ્દોમાં અભિવ્યક્ત કરી એમને નવપલ્લવિત કરવા યત્ન કરીએ તો ? સુકોમળ ભાવ અને લાગણીનાં મધુર પુષ્પો આપણે મુલતવી રાખી મૂકીએ છીએ. તેને જરૂર પ્રમાણે વખતોવખત બહાર કાઢી વ્યક્ત કરતાં રહીએ. એ લાગણીઓને માત્ર શબ્દોમાં જ નહિ પણ આચરણમાં મૂકીએ.
આપણા હૃદયમાં આપણા સ્નેહીજનો માટે લાગણી હોય છે, પણ એમની જરૂર વખતે એ આપતાં કોણ જાણે કેમ આપણે ખચકાઈએ છીએ. એમ જ કહોને આપણે કૃપણ બની જઈએ છીએ.
મિત્રો વચ્ચે, માબાપ અને સંતાનો વચ્ચે અને પતિ-પત્ની વચ્ચે પણ આવું થતુ હોય છે.
પાંચ-છ વર્ષનું બાળક છે. એના મિત્રો એને રમાડતા નથી. એનું મન દુભાયું છે. એ રડતું રડતું મા પાસે આશ્વાસન માટે આવે છે પણ માને ફુરસદ નથી. એ પોતાના કામમાં વ્યસ્ત છે.
‘બાળક છે – રડીને રહી જશે !’ એમ મા વિચારે છે, અને બિચારું બાળક માના બે વ્હાલસોયા શબ્દો, એકાદ ચુંબન અને આશ્લેષ ઝંખતું રહી જાય છે.
પતિ કામકાજમાં, કમાવાના અને કુટુંબનો નિર્વાહ કરવામાં ખૂબ વ્યસ્ત છે. એ સખત પરિશ્રમ કરે છે. ક્યારેક પતિના આ કાર્યનું પત્ની મૂલ્ય કરી એના પ્રેમની કદર કરે – ક્યારેક પ્રશંસા અને અહેસાન વ્યક્ત કરે તો એને કેટલું જોમ મળે !
જ્યારે મુશ્કેલીના દિવસો હોય, આકાશ કાળાં વાદળોથી છવાયેલું હોય, પત્ની મુશ્કેલીમાં જેમ તેમ દિવસો કાઢવામાં સાથ આપતી હોય ત્યારે પતિ એના પ્રેમનું – સ્વાર્પણનું – સહકારનું ઋણ સ્વીકારી પોતાની પત્ની પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે તો એને જીવનમાં કેટલી કૃતાર્થતા લાગે ?
આપણી લાગણીને – સ્નેહને વ્યક્ત કરતા શબ્દોની અને નાના નાના કોમળ આચરણોની પુષ્પપાંખડીઓ આપણા સ્વજનો અને પ્રિયજનોના જીવનમાર્ગમાં બિછાવતાં જઈએ જેથી એમનો માર્ગ વધુ સુખદ બને. એમાં આજે નહિ કાલે… એમ ન કરીએ.
આધુનિક વિશ્વની નારીઓ સામે ઉભા થયેલા પડકાર તેમ જ તેના નિરાકરણ સંદર્ભે તલસ્પર્શી આલેખન થયું છે. સમાજ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. નવા પડકારો પણ સાથે સાથે ઊભા થવાના જ. સ્ત્રી , પુરુષે અને સમગ્ર સમાજે એ ઝીલવા પડશે, આ પુસ્તક સ્ત્રી અને પુરુષ માટે પ્રેરણાપૂર્વક છે.
વિશ્વવની ભાશાઓનું સાહિત્ય મારા વતી જયવતીબેન વાંચે છે, મંથન કરે છે…નારી સમસ્યાઓનું વર્ણન કરે છે, એમની કલાપૂર્વક ભાષામાં, જેથી વાચક આ સમાજ ની બદલાતી વર્તન પર વિચાર કરીને જાગૃત દ્રષ્ટિ રાખી શકે.
– રમેશ પારેખ
શિયાળાની એ ઢળતી બપોરે પાટકરહોલ તરુણીઓથી ભરચક હતો. કોઈક ઉદ્યાનમાં પંખીઓ કલરવ કરતાં હોય તેવો મીઠો કલરવ ત્યાં મચી રહ્યો હતો. સમય થતાં પડદો ખુલ્યો અને આનંદ, ઉત્સાહ અને ઉત્સુકતાના વાતાવરણમાં સ્પર્ધાનો પ્રારંભ થયો. સ્પર્ધામાં ભાગ લેનાર નવયૌવનાઓ પોતાનું નામ ઘોષિત થતાં પડદા પાછળથી બહાર નીકળી પ્રેક્ષકોનું અભિવાદન કરતી અને અભિવાદન ઝીલતી મદભરી ચાલે રંગમંચના એક છેડાથી બીજા છેડા સુધી જવા લાગી. ઉદઘોષક દરેકને કંઈ ને કંઈ એના શોખને લગતાં અને અન્ય પ્રશ્નો પૂછે છે. દરેક હિંમતથી, વિશ્વાસથી સસ્મિત ઉત્તર આપે છે. યૌવન, રૂપ, છટા અને કલાત્મક વસ્ત્રાભૂષણમાં શોભી રહેલી પચ્ચીસે પચ્ચીસ તરુણીઓ મોહક દેખાતી હતી. રંગમંચ પર આભમાંથી જાણે મેઘધનુષ ઊતરી આવ્યું હોય એવું લાગતું હતું.
પ્રિયદર્શિની પડદા પાછળથી સ્ટેજ પર આવી. ક્ષણભર એ ઊભી રહી, પછથી પ્રેક્ષકોને અભિવાદન કરતી ચાલવા લાગી પણ એ થોડી જ ક્ષણોમાં પ્રેક્ષકો પર અને નિર્ણાયકો પર એણે પોતાની સરસ છાપ અંકિત કરી દીધી અને એ પ્રથમ પ્રતિભાવ સ્પર્ધાના અંતિમ દોર સુધી રહ્યો. વ્યક્તિત્વ-સ્પર્ધામાં પ્રથમ વિજેતા બની પ્રિયદર્શિનીએ મિસ એસ. એન. ડી. ટી.નું માનભર્યું પદ પ્રાપ્ત કર્યું. અનેક પારિતોષિકો અને ભેટસોગાદો મેળવ્યાં. તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધી. આપણે એને વિષે એમ જ કહી શકીએ, પ્રથમ દ્રષ્ટિએ જ એણે બધાને જીતી લીધા !
છેલ્લાં કેટલાંક વર્ષોથી એસ. એન. ડી. ટી. વીમેન્સ યુનિવર્સિટી તરફથી મિસ. એસ. એન. ડી. ટી. સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો પોતાની પસંદ કરાયેલી વિદ્યાર્થિનીઓને અંતિમ સ્પર્ધા માટે મોકલે છે અને તેમાંથી મિસ એસ. એન. ડી. ટી.ની પસંદગી થાય છે. આ સ્પર્ધા માત્ર સૌંદર્ય સ્પર્ધા નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સ્પર્ધા છે. એમાં માત્ર દેહના સૌંદર્યને જ લક્ષમાં રાખવામાં આવતું નથી પણ વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ લક્ષમાં લેવાય છે. આ સ્પર્ધા તો એક પ્રકારની શૈક્ષણિક તાલીમ છે !’ આ સ્પર્ધાના સંચાલક પ્રા. જ્યોતિબહેન વોરાએ સ્પર્ધાના નિર્ણાયક તરીકે મને આમંત્રણ આપતા જણાવ્યું હતું.
આ વાત કેટલી બધી સાચી છે ! માણસના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ એ શિક્ષણનો મહત્વનો ઉદ્દેશ છે જ. આધુનિક નારીને પુરુષની સાથે ખભેખભા મિલાવીને સમાન કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં કામગીરી બજાવવાની છે. સારા સુશોભિત વસ્ત્રાલંકાર સજીને ઢીંગલીની માફક ઘરના દીવાનખાનામાં બેસી રહેવાનો યુગ વીતી ગયો છે. ઘર ઉપરાંત બહારના જગતમાં એક વ્યક્તિ તરીકે એણે કાર્ય કરી સફળતા મેળવવાની છે. ત્વરિત ગતિએ આગળ વધતાં જીવન અને જગત સાથે કદમ માંડવાનાં છે. એને માટે યુનિવર્સિટીની પદવી કે અમુક વિષયોનું પુસ્તકિયું જ્ઞાન પર્યાપ્ત નથી. વિદ્યા, જ્ઞાન, કૌશલ્ય ઉપરાંત આત્મવિશ્વાસથી સભર, મોહક અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ખીલવવાનું એને માટે અત્યંત આવશ્યક છે.
વ્યક્તિત્વ વિષે હું વાત કરું છું ત્યારે મને અર્ચનાનું સ્મરણ થાય છે. અર્ચનાનું વ્યક્તિત્વ આવું સુંદર છે એમ આપણે કહી શકીએ. અર્ચના એક એડવર્ટાઇઝિંગ કંપનીની સફળ સંચાલક છે. સામાજિક રીતે જોઈએ તો એ કંઈ કેટલાયની ઈર્ષ્યાનું પાત્ર છે ! ખરી વાત એ છે કે એ કંઈ રૂપરૂપનો અંબાર નથી કે તરત જ ઊડીને આંખે વળગે ! પણ એને જોતાં જ આપણે પ્રભાવિત થઈ જઈએ ! એ બધા સાથે છૂટથી હળે મળે છે, વાતો કરે છે પણ એક શબ્દમાં મારે એને વિષે કહેવાનું હોય તો એટલું જ કહું કે એ ખૂબ જ ‘ચાર્મિંગ’ છે ! એનામાં અદભુત સંમોહિની છે ! એની આંખોમાં ચમક છે, એની વાણીમાં માધુર્ય છે, એના હલનચલનમાં સંગીતનો લય છે અને વર્તનમાં સ્વાભાવિકતા સાથે ગરિમા છે ! એણે મને એક વખત કહ્યું હતું : ‘First impression is best impression !’ તમે તમારી છાપ કેવી પાડો છો તે મહત્વનું છે. પહેલી છાપ સારી પાડી શક્યા તો પછી તમે અર્ધું મેદાન એમાં જ મારી જવાના !
‘First impression is best impression !’
પુસ્તકના લેખિકા ડૉ. એલસીઆન કહે છે : ‘પહેલી અર્ધી છાપ પડતી હોય છે આંગિક વાણીથી – body languageથી અને આ છાપ પડે છે બેચાર મિનિટમાં જ ! પછી તમે તમારું મોં ખોલો છો, બોલો છો અને તમારી વાણી જે રીતે સંભળાય, તેનાથી તમારી બીજી 38% છાપ પડતી હોય છે. તમારો અવાજ કેવો છે, કેટલો મોટો છે, તમે કેટલી ઝડપથી બોલો છો, કેવી રીતે બોલો છો એમાં આ બધું આવી જાય છે. તમે માનશો ? માત્ર 7% છાપ જ તમે શું કહો છો તેના પર આધાર રાખે છે !
આંગિક વાણી – body language – શું અભિવ્યક્ત કરે છે ? એમાં તો ઘણું બધું આવી જાય છે. દા.ત. તમે કેવી રીતે ઊભા રહો છો – કેવી રીતે ચાલો છો – કેવી રીતે હસ્તધૂનન કરો છો – આ બધું તમારા પ્રત્યેના પ્રતિભાવમાં નિર્ણાયક બની રહે છે. બીજા સાથેના વ્યવહારમાં અને સંબંધમાં તમારી નીડર છતાં શિષ્ટ છટા વરતાઈ આવે છે. તમે ગભરુ છો, શરમાળ છો અને ક્યારે ભાગી છૂટીએ એવો તમારો મનોભાવ પણ આમાંથી સહેજે નિષ્પન્ન થતો હોય છે. તમારી વાણી-ભાષા અને સ્વર. તમારો tone કેવો છે ? એ નબળો અને અનિશ્ચયાત્મક છે કે પછી દ્રઢ, ઊંડો અને ઘેરો સ્વર છે ? આમ તમારા શરીરના હલનચલનમાં, સ્વર અને શબ્દોની લાક્ષણિકતાઓમાં એક ખાસ તત્વ ઉપસાવવા પ્રયત્ન કરવો જોઈએ, અને તે છે આત્મવિશ્વાસ.
તમે ગમે તે ક્ષેત્રમાં જવા માગતા હો – એ પ્રણય સંબંધ હોય – રોમાન્સ હોય – સામાજિક સંબંધ હોય કે પછી વ્યાવસાયિક ક્ષેત્ર હોય – આ બધામાં આત્મવિશ્વાસ એ મહત્વનું અને મૂલ્યવાન પાસું છે. હૈયામાં હામ હોય અને જાતમાં વિશ્વાસ હોય તો તમે કોઈ પણ વિઘ્નનો સામનો કરી શકશો. એમ જ કહોને Confidence works like magic elixir. સફળતાના મૂળમાં આત્મવિશ્વાસ છે તો નિષ્ફળતાના મૂળમાં ભીરુતા છે.
તો પછી તમારા વ્યક્તિત્વમાં તમે આત્મવિશ્વાસ કેવી રીતે ખીલવશો ? આ માટે તમારે તમારા વિધેયાત્મક ગુણો પર Positives પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એટલે કે તમારું જમા પાસું જુઓ. Count your positives ! તમારે કોઈ મોટી પાર્ટીમાં જવાનું હોય – કોઈ સામાજિક સમારંભમાં જવાનું હોય કે પછી કોઈ વ્યવસાય અંગેની મહત્વની મુલાકાતે જવાનું હોય તો પહેલાં તમારા ‘પ્લસ પોઇન્ટ્સ’ને જુઓ. આમ કરવાથી તમારામાં વિશ્વાસ આવશે. તમારા મનને કહો કે તમે એક સારી વ્યક્તિ છો. લોકો જાણે છે કે તમે વિશ્વસનીય છો. તમે સારા સાથી અને સોબતી છો ને પછી તમે જુઓ, તમારામાં આત્મવિશ્વાસ પાંગરતો લાગશે. તમને તમારે વિષે સારુ લાગશે. એ તો છે જ કે આપણા આંતરિક સૌંદર્યની આભા આપણી અંદર વિલસતી હોય છે. એ પણ સત્ય છે કે દરેક વ્યક્તિ સ્વરૂપવાન નથી હોતી. તમારો વર્ણ બહુ ઉજળો પણ ન હોય, તમે એકદમ ખૂબસુરત નહિ પણ હો, પણ આપણે જાણીએ છીએ કે ઘણીય સાધારણ દેખાવની સ્ત્રીઓ પણ ઘણી મોહક અને આકર્ષક લાગતી હોય છે. આ મોહકતા, આકર્ષણ અને પ્રભાવ એમના વ્યક્તિત્વમાં વણાયેલાં હોય છે.
પ્રથમ પ્રતિભાવ સારો અને સાનુકૂળ પાડવા માટે આત્મવિશ્વાસ ઉપરાંત બીજા પણ કેટલાક ગુણો અને આવડત કેળવવા જરૂરી છે. સારા વક્તા થવું જેટલું મહત્વનું છે, તેટલું જ મહત્વનું છે સારા શ્રોતા બનવાનું ! સારા શ્રોતા થવું એટલે બીજાને રસપૂર્વક, ધ્યાનપૂર્વક સાંભળનારા થવું તે. ધારો કે સામી વ્યક્તિમાં કે એની વાતોમાં તમને દિલચસ્પી ન હોય તે છતાં તમને એમાં રસ પડે છે એ બતાવતાં આવડવું જોઈએ.
આ સહેલું નથી. સાચું પૂછો તો આપણને આપણામાં અને આપણી વાતોમાં જ રસ હોય છે. મને લાગે છે કે આપણામાંના ઘણાખરા તો ખરાબ શ્રોતાઓ જ હોય છે ! સારી રીતે સાંભળવાનો એ પણ અર્થ છે કે જુદી જુદી પરિસ્થિતિમાં અને જુદી જુદી બાબતો અનુસાર આપણે શ્રોતા બનવું જોઈએ. કોકટેલ પાર્ટીમાં હો ત્યારે તમે હસીને, ડોકું ધુણાવીને તમે વાત સાંભળો છો એમ બતાવી શકો પણ વ્યવસાય અંગેની કોઈ મહત્વની વાત હોય ત્યારે તમે એ વાત સાંભળી અને એ સમજ્યા છો એ બતાવવા માટે તમે એ વાતને સંક્ષેપમાં ફરી કહી શકો. બધી પરિસ્થિતિમાં ધ્યેય તો એક જ છે કે તમે વાતમાં તલ્લીન થઈ જાઓ અને તમે એમાં ઓતપ્રોત છો એવું સામી વ્યક્તિને લાગવા દો.
શરીરના લાલિત્યભર્યા હલનચલનથી અને મધુર, શિષ્ટ અને રસમય વાણીથી તમારી છબી – તમારી પ્રતિભા અન્ય વ્યક્તિના ચિત્તમાં ઊભી થતી હોય છે. સુંદર કાયા પ્રભુની બક્ષિસ છે, પરંતુ દેહને સુડોળ અને કમનીય રાખવાનું આપણું કામ છે. પૂરતા વ્યાયામ અને યોગ્ય આહારથી શરીરને સ્વાસ્થ્યપૂર્ણ અને સપ્રમાણ રાખી શકીએ. ભાષા પરથી માણસની કિંમત થઈ જાય છે ! લોકો સાથે સરસ રીતે રસમય વાર્તાલાપ કરી શકો એ માટે સારું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
ભારતીય સ્ત્રીઓને સૈકાઓથી પુરૂષોએ અને ધર્મશાસ્ત્રોએ પછાત અને દબાયેલી રાખી છે. જયવતીબહેને આ વિષય ઉપર છેલ્લા છ દાયકાથી અભ્યાસ કર્યો છે અને અનેક પાસા પર લખાણ કર્યું છે. એ દ્રઢતાથી માને છે કે સ્ત્રીઓએ પોતાની તાબેદારી સ્વીકારી લીધી છે. એ એક દુઃખની વાત છે. આજની નારીની મથામણ દ્વિધા અને મનોમંથનની આ પુસ્તકમાં કેટલીક વાતો છે. માનવહૃદયની છીપમાં ઉદભવતા કેટલાક પાણીદાર અને મૂલ્યવાન મૌક્તિકોને તોરણમાં ગૂંથીને જયવતીબહેને, વાચકને ખૂબ જ સમજથી પ્રદર્શિત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે.
નારી જીવનની સમસ્યાઓની માર્મિક અને વસ્તુલક્ષી ચર્ચા આ પુસ્તકમાં કરેલી છે. માનવ હૃદયની છીપમાં આવા જ કેટલાક પાણીદાર અને મૂલ્યવાન મૌક્તિકોને તોરણમાં ગુંથવાનો પ્રયાસ સફળ થયો છે…
મુંબઈ સમાચાર
‘ગમે તે થાય, તો પણ મેં વેઠ્યું છે, એવું મારી દીકરીને હું વેઠવા નહિ દઉં.’ આ ઇચ્છા હતી લક્ષ્મીની. ચોવીસ વર્ષની લક્ષ્મીએ એના પતિનો અને સાસરિયાંઓનો ઘણો ત્રાસ સહન કર્યો હતો. પતિનું ઘર એને નાછૂટકે છોડવું પડ્યું હતું. લોકોનાં વાસણ માંજી એ પોતાનું પેટ ભરતી, પણ એની બે વર્ષની માસૂમ દીકરી માટે એની એક જ ઇચ્છા હતી, ‘આવું દુઃખ એને ન વેઠવું પડે…’
માલિની હોશિયાર હતી. કૉલેજમાં જઈ આગળ અભ્યાસ કરવાની એની ખૂબ ઇચ્છા હતી. એનાં માબાપ ઇચ્છતાં હતાં કે માલિની જલદીથી પરણી જાય અને પતિને ઘેર જાય. માલિનીની ઇચ્છા મનમાં ને મનમાં રહી ગઈ ! એનાં લગ્ન થઈ ગયાં અને પહેલે ખોળે દીકરી જન્મી. માલિની રોજ દીકરીને રમાડતાં રમાડતાં કહેતી ‘આકાંક્ષા ! તને તો હું ખૂબ ભણાવવાની છું. ભલે હું વધુ ન ભણી શકી, તારે ખૂબ ભણવાનું છે હં !’ આકાંક્ષા હુંકારો પૂરતી એને એ પુત્રીને મરકતા મુખે જોઈ રહેતી. કેટલીયે સુખદ કલ્પનાઓ એ દીકરીના ભાવિ માટે કરતી…
સોહિણીનાં માતાપિતા સુધરેલા વિચારનાં હતાં. પુત્રીને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું. સોહિણી તેજસ્વી હતી. એની કૉલેજમાં એને અધ્યાપક થવા કહેવામાં આવ્યું પરંતુ એનાં માતા-પિતાની ઇચ્છા તો એનાં લગ્ન કરવાની હતી. એક સ્થિતિસંપન્ન કુટુંબમાં એનાં લગ્ન થઈ ગયાં. સોહિણીને એના પતિએ કહી દીધું – ‘હું નથી ઇચ્છતો કે મારી પત્ની નોકરી કરે. એણે એના શિક્ષણનો ઉપયોગ કુટુંબ માટે કરવાનો છે.’ વાત પતી ગઈ. સોહિણી બીજું શું કરી શકે ? મનમાં ને મનમાં ધૂંધવાતી એ બેસી રહી. લગ્નજીવન કે વ્યવસાય ? આ બેમાંથી એણે પસંદગી કરવાની હતી. પરંતુ તે વખતે એના મનમાં થતું હતું. ‘મારી પુત્રીને મારા કરતાં પસંદગી માટે વધુ અવકાશ મળવો જોઈએ. એ શા માટે લગ્ન કરીને ઘરમાં જ બેસી રહે ?
આમ પ્રત્યેક માતા પછી તે શિક્ષિત હોય કે અશિક્ષિત, ગરીબ હોય કે તવંગર, એ ઇચ્છતી હોય છે કે એના જીવનમાં જે અવરોધો આવ્યા, જે મુશ્કેલીઓનો એને સામનો કરવો પડ્યો, જે દુઃખ એને ખમવું પડ્યું, જે સામાજિક બંધનોએ એનું જીવન રૂંધી નાંખ્યું-તે બધું એની પુત્રીના ભાગ્યમાં ન બને. પુત્રી માટે નવા જ, જુદા સામાજિક માળખાની એ અપેક્ષા રાખતી હોય છે.
સમાજનું આ નવું માળખું, નવું કલેવર, નવરચના કેવા પ્રકારની હોવી જોઈએ, એ વિષે શ્રીમતી એરિકા જોંગે ચિંતન અને મનન પછી સંવેદનશીલ કલમે લખ્યું છે. એરિકા જોંગ ‘Fear of flying’પુસ્તકનાં લેખિકા છે. એમનું આ લખાણ આત્મકથાત્મક અને હૃદયસ્પર્શી છે. આધુનિક નારીના ચિત્તમાં એક તરફ કુટુંબજીવન અને પ્રેમ અને બીજી તરફ વ્યવસાય અને કારકિર્દી – આ બે વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. એમણે ‘Daughters’ નામના નિબંધમાં ખૂબ વિષદ રીતે આની ચર્ચા કરી છે. આ નિબંધમાં એમણે દર્શાવ્યું છે કે આજની પેઢીની સ્ત્રીએ આવતી પેઢીની સ્ત્રીને માટે દ્રષ્ટાંતરૂપ બનવાનું છે કે જેથી દામ્પત્યજીવન અને કારકિર્દી એ બે વચ્ચેની પસંદગી એમને માટે ઓછી મુશ્કેલ અને વધુ સરળ બની શકે. એમણે કલ્પના કરી છે, નવી દુનિયાની નવા સમાજની, માતાની પુત્રી માટેની નવી દ્રષ્ટિની. આ વિષયની એમણે ખૂબ તલસ્પર્શી ચર્ચા કરી છે, પોતાની ‘વણજન્મેલી’ પુત્રી માટેના ભાવિ જગતની એમણે કલ્પના કરી છે. આધુનિક નારીને પડકારતો પ્રશ્ન, કુટુંબ કે કારકિર્દી એ વિષેનાં એમનાં મંતવ્યો ખૂબ ઉપયોગી થઈ પડે એવાં છે, તેથી એના મહત્વના મુદ્દાઓ વિષે હું અત્રે લખવા માંગુ છું. શ્રીમતી એરિકા જોંગ લખે છે :
‘કૉલેજના છેલ્લા વર્ષમાં હું આવી ત્યાં સુધી તો મારી સાથેની ઘણી છોકરીઓએ લગ્ન કરી લીધાં હતાં. મારા મનમાં મેં નક્કી કર્યું હતું કે મારે એક ગણનાપાત્ર લેખક થવું, લગ્ન કે બાળકનો વિચાર સુદ્ધાં ન કરવો. કેટલીક વખત મારા આ નિર્ણય માટે મને પસ્તાવો થયો છે કારણ કે આ બંને કાર્યો હું એક સાથે કરી શકત; તો ક્યારેક થાય છે કે લગ્નનો અને બાકોનો મેં વિલંબ કર્યો તે યોગ્ય જ કર્યું છે. મારી કારકિર્દીનું મારે મન ખૂબ મહત્વ હતું, એમાં સફળતા પ્રાપ્ત કરવાની મારી ઉત્કટ આકાંક્ષા હતી. મારા લેખનમાં જે કંઈ અવરોધ ઊભો થાય એ હું સાંખી શકું તેમ નહોતી. મારી સમક્ષ મારી માતાનું દૃષ્ટાંત હતું. એને ઘણો માનસિક સંઘર્ષ વેઠવો પડતો હતો. એક તરફ ચિત્રકલા માટે એને ખૂબ લગની હતી તો બીજી તરફ હતો એની ત્રણ પુત્રીઓ પ્રત્યેનો ગાઢ સ્નેહ. મેં નક્કી કર્યું કે મારે મારી માતાની માફક હતાશ નથી થવું, પરંતુ આજે હું હતાશા અનુભવું છું ખરી, પણ બીજા પ્રકારે…’
આગળ તેઓ લખે છે :
‘લેખનમાં સફળતા મળી. થોડી કીર્તિ મળી પરંતુ હવે મને વધુ ને વધુ જરૂર છે મારા પોતાના અંગત જીવનની, મારા કુટુંબની, મારાં સંતાનોની અને એક પુરુષની, જેની સાથે હું વિના કારણ હસી શકું, જેની સાથે મેઘલી રાતે પથારીમાં સૂતાં સૂતાં મનગમતું પુસ્તક વાંચી શકું, જેને હું મને ઇચ્છા થાય ત્યારે વહાલ કરી શકું અને જે મને વહાલ કરે…’
આ વાત ખૂબ મહત્વની છે. માણસને બહારની સફળતા ઉપરાંત અનેક જરૂરિયાતો હોય છે. આ જરૂરિયાતો તે ઘર-કુટુંબ અને સ્નેહાળ સંબંધો. બધા માણસોને આ બંનેની આવશ્યકતા લાગતી હોય છે. બહારના જગતની સિદ્ધિની સાથે સાથે આંતરિક અને અંગત જીવન જોઈતું હોય છે. પુરુષો આ બંને સિદ્ધ કરી શકે છે. પોતાના મનની આ બંને ઇચ્છાઓ તેઓ પૂર્ણ કરી શકશે.