શ્રીમતી જયવતીબહેન કાજીનો આ સંગ્રહ વાર્તાલાપી હળવાશ અને રીતિનો નિબંધસંગ્રહ છે. આ નિબંધો સંસારદર્શનમાંથી પાંગર્યાં છે. ભાવનાઓ અર્થાર્ત જીવનના ભાવાત્મક આદર્શો તેમ જ તેની વિષમતાઓના આલેખન સાથે વિનોદનો સંચાર એ આ નિબંધોનું આકષર્ક ને પ્રધાન લક્ષણ છે. આ લેખોમાં...
Read More પ્રાપ્તિ Buyશ્રીમતી જયવતીબહેન કાજીનો આ સંગ્રહ વાર્તાલાપી હળવાશ અને રીતિનો નિબંધસંગ્રહ છે. આ નિબંધો સંસારદર્શનમાંથી પાંગર્યાં છે. ભાવનાઓ અર્થાર્ત જીવનના ભાવાત્મક આદર્શો તેમ જ તેની વિષમતાઓના આલેખન સાથે વિનોદનો સંચાર એ આ નિબંધોનું આકષર્ક ને પ્રધાન લક્ષણ છે. આ લેખોમાં બોધના તત્ત્વમાં ભાવ અનુપ્રવિષ્ટ છે. આ પુસ્તકો વિશેષજ્ઞો માટે નથી પણ સામાન્ય વાચક માટે છે. શાળા માંથી રસોડામાં જાય એવી આ વાતો છે – સંસારની ઠાવકી અને વિનોદી
આત્મવિકાસની યાત્રા માટે આપણા નાનકડા “હું” ના વર્તુળથી બહાર નીકળી આપણી જાતને વિસ્તારીએ અને વધારે ને વધારે માનવીઓનો સ્પર્શ પામી શકીયે, આ પુસ્તક આપણને માર્ગ બતાવે છે.
આ નિબંધસંગ્રહમાં શ્રીમતી જયવતબહેનનો પરિચય પામીએ છીએ। મોટા સામાજિક પ્રશ્નોનાં ફલક વિસ્તૃત હોય છે. તે વિષે લખાવટ વિશિષ્ટ હોય પણ દ્રષિટિબિન્દુઓમાં નૂતનતા ઓછી જણાય અહીં વૃત્તિ અને અભિગનનું મુલ્ય છે. પ્રસંગો અને ઘટનાઓમાં વર્ણનોમાં નાટ્યાત્મક વૈચિત્રનો રંગ આવે છે. મારે જો આ બધા નિબંધોમાંથી એક નિબંધ વસીઝકોને સૂચવવાનો હોય તો, હું “અવાજની દુનિયાની કેટલીક પળો ” સુચવું બીજો મઝાનો રસમય નિબંધ “ટાઈમ ટુ ટાઈમ ” છે.
મને ખાતરી છે, કે તમને આ પુસ્તક ખુબ જ સરસ રીતે જીવનની યાત્રાપથ પર લઈ જશે.
વિષ્ણુપ્રસાદ ર ત્રિવેદી
” તનમનિઆ માટે તનમનિઆ “.. એ હાર ગુંથનાર બાળકપ્રેમી માતાને કહેવા માંગુ છું કે…આવા વધારે સંગ્રહો હવે આવ્યે જ છૂટકો!
કાકાસાહેબ કાલેલકર
“તનમનિઆ” પુસ્તક બાળકોની ભાષા માં એમની જોડે વાત કરી શકે છે.. એમનામાં આંતરરાષ્ટ્રીય સમજુતી અને એકતાની ભાવના જન્માવે છે.
ડૉક્ટર માધુરીબહેન શાહ