શાંતિધામ – Shantidham

“શાંતિધામ”

 

આજે આપણે એક નવા યુગમાં જીવીએ છીએ કે જેને આપણેએસ્પિરિન યુગકહી શકીએ. સાચે આજનો યુગ એટલે સતત ઉતાવળ, વેગીલી ગતિ, માનસિક તણાવ અને સખત સ્પર્ધા. આપણે ચાલતાં નથી, દોડીએ છીએ. શ્વાસ ચઢી જાય, હાંફી જવાય એટલી ઝડપે આપણે દોડીએ છીએ, કે જેથી આપણે દુનિયામાં ટકી શકીએ, સિદ્ધિ અને સંપત્તિ મેળવી શકીએ. વૈભવમાં જીવી શકીએ. આનું પરિણામ શું આવે છે? આપણને ખરેખર સુખ મળે છે? ના રે ના શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી હોય? સતત દોટને લીધે આપણે શાંતિ ખોઈ બેસીએ છીએ અને નોતરીએ છીએ માનસિક તાણને માનસિક દબાણને આને પરિણામે આવે છે મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, અલ્સર અને હૃદયરોગ.

માણસો આજે કહે છે, જરાય સમય મળતો નથી. એટલું કામ હોય છે, કામમાંથી ઊંચા નથી અવાતું. આવા સતત વ્યસ્ત રહેતા માણસો માટે આર. એલ. સ્ટીવન્સ કહે છે કે તેઓ સ્વભાવે પૂરતા ઉદાર હોતા નથી એટલે તેઓ નવરા બેસી શકતા નથી ! તેમાં પણ અમેરિકનોની તો વાત જવા દો. તેઓ સતત કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા રહે છે. એટલા બધા તેઓ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે કે જીવનને અંતે એમને લાગે છે કે તેઓ જિંદગી જીવ્યા નથી.

ન્યૂ યૉર્કમાં એક મિત્રને ઘેર પાર્ટી હતી. એમાં અમેરિકનોની ખાસિયતની વાત નીકળી. વખતે એક ચાઈનીઝ પ્રાધ્યાપકે કહ્યું હતું, ‘જ્યારે શાંતિ માટે સમય નથી હોતો ત્યારે આત્માના વિકાસ અને વૃદ્ધિ માટે સમય મળતો નથી. જીવનને સારી રીતે જોવા માટે, માણવા માટે શાંતિ જોઈએ. થોડીક નિરાંત જોઈએ. આરામ અને વિરામ જોઈએ.’

આજની આપણી હાલત વિશે જેઈમ્સ ટુસ્લો આદમ્સનું એક સુંદર દૃષ્ટાંત મને યાદ આવે છે. આદમ્સનો એક મિત્ર. ખ્યાતનામ સંશોધક હતો. એણે દક્ષિણ અમેરિકાના અમેઝોનના ઉપરવાસમાં ત્યાંના વનવાસીઓ વચ્ચે કેટલાંક વર્ષો ગાળેલાં. સંશોધક મિત્રની પાર્ટી ગાઢ જંગલમાંથી માર્ગ કાઢતી આગળ વધી રહી હતી. પહેલા બે દિવસ પાર્ટી બહુ ઝડપી ગતિથી આગળ વધતી રહી. ત્રીજા દિવસની સવાર પડી. આગળ વધવા માટે સંશોધક તૈયાર થઈ ગયો. એણે આવીને જોયું તો ત્યાંના અસલી વતનીઓ ઘૂંટણીએ બેઠેલા. બધા એકદમ શાંત, સ્થિર અને ગંભીર. આગળ વધવાની જાણે તૈયારી નહિ. સંશોધકને ખૂબ નવાઈ લાગી. અચાનક આમ કેમ? ત્યાં એમનો મુખી આવી પહોંચ્યો અને કહે, ‘ લોકો આગળ વધી નહિ શકે. જ્યારે એમનો અંતરાત્મા એમના શરીરને પકડી પાડશે ત્યારે તેઓ આગળ વધશે. (They cannot move further until their souls have caugh up with their bodies).

આજની આપણી પરિસ્થિતિને દૃષ્ટાંત લાગુ પડે છે. આપણી પાસે એવો કોઈ ઉપાય નથી કોઈ રસ્તો નથી કે જેથી આપણો માંહ્યલો આપણા શરીરને પહોંચી શકે? આપણે વિચાર કરીશું તો આપણને આશ્ચર્ય થશે. આપણે કેટલી બધી ઝડપથી આજે જીવી રહ્યા છીએ! આપણે એટલા ગતિશીલ છીએ, એટલા પ્રવૃત્તિમય છીએ કે આપણી પાસે આપણા પોતા માટે, આપણી જાત સાથે ગાળવા માટે કોઈ સમય રહેતો નથી. આપણે આપણાસ્વથી વિખૂટા પડતાં જઈએ છીએ. રોજ ને રોજ આપણે કેટકેટલા માણસોને મળતાં હોઈએ છીએ. એમને માટે સમય ફાળવતાં હોઈએ છીએ, પરંતુ પોતાના અંતરાત્મા સાથે વાત કરવા માટે એક થવા માટે સમય નથી! તો પછી મનની શાંતિ ક્યાંથી સાંપડે? ગઈ પેઢીના માણસો પાસે સમય હતો, આજે કોઈની પાસે સમય નથી!

સામાન્ય રીતે દિવસમાં આપણે સોળ કલાક જાગતાં હોઈએ છીએ. એમાંથી થોડોક સમય શાંત ચિત્તની એકાગ્રતા માટે કાઢી શકીએ? શાંતિ એકાગ્રતા એક મોટી શક્તિ છે. જ્યારે આપણે નથી કેળવી શકતા ત્યારે માનસિક રીતે ભાંગી પડીએ છીએ. Mental breakdown થાય છે. દિવસનો થોડોક સમય માટે પૂરતો છે, પરંતુ એટલો સમય માટે નિષ્ઠાપૂર્વક રાખવો જોઈએ.

મને શાંતિ જોઈએ છે.’ ‘મારી શાંતિમાં વિક્ષેપ કરો.’ આવા શબ્દો આપણે રોજ ને રોજ કેટલીય વાર સાંભળીએ છીએ. શાંતિ માનસિક શાંતિ બધાને જોઈતી હોય છે. સદીઓથી સંતો મહંતો, તત્ત્વવેત્તાઓ, રહસ્યવાદીઓ અને મનીષીઓથી માંડીને એક અદના આદમી સુધી બધાએ કહ્યું છે કે પરમ શાંતિ સાચું સુખ. આવી શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય? શાંતિની ખોજ એમણે જુદી જુદી રીતે કરી છે. આપણા બધાનું ધ્યેય શાંતિ દ્વારા સુખની પ્રાપ્તિ છે. એટલે સહેજે પ્રશ્ન થાય છે, આપણી શાંતિ કોણ હણે છે? શાંતિના દુશ્મન કોણ છે? તમે કહેશો શાંતિના દુશ્મનો છે ભય, વેર, ઈર્ષ્યા, ક્રોધ, ચિંતા, ગુનાહિત માનસ વગેરે વગેરે. ષડ્રિપુઓનો અભાવ એટલે મનની શાંતિ એવું નથી, એથીએ કંઈક વિશેષ છે.

આપણને બધાને એવા કોઈક વિશ્રામ વિરામ સ્થાનની જરૂર છે, જ્યાં ચિત્ત નિશ્ચલ થઈ જાય; મન સ્થિર થઈ જાય, જીવનના બધા પરિતાપ ભૂલી જવાય અને શાંતિ પ્રાપ્ત થાય. ઘણા દલીલ કરે છે કે જાતની શાંતિ કપરા અને વિકટ કાળમાં શોધવા જવું કાયરતા છે. વાસ્તવિકતાથી ભાગવાની છટકબારી છે, પરંતુ એમ નથી. ખરું જોતાં પ્રકારની શાંતિ વાસ્તવિકતા પ્રતિનું ઉડ્ડયન છે. જ્યારે જીવનમાં સંતાપની હોળીનો આપણે સામાન કરવો પડવાનો હોય ત્યારે આપણે જો આવું કોઈક માનસિક શાંતિ માટેનું, આપણું વિશ્રામસ્થાન શોધી શકીએ તો આપણે ફરી નવપલ્લવિત થઈ શકીએ. આપણે જો પ્રકારની શાંતિ મેળવી નહિ શકીએ તો આપણે સંભવ છે કે ચિંતાના બોજા નીચે કચડાઈ જઈશું અને વધુ ને વધુ વિકટ પરિસ્થિતિમાં આપણે ફસાતાં જઈશું.

પશુપક્ષીઓ મુક્ત રીતે નૈસર્ગિક વાતાવરણમાં રહી શકે, જીવી શકે, સંવર્ધન કરી શકે માટે અભયારણ્ય હોય છે. એમને માટે આરક્ષિત સ્થળ હોય છે. ત્યાં એમના શિકાર પર પ્રતિબંધ હોય છે. સ્થળને ‘Sanctuary કહેવામાં આવે છે. મને લાગે છે કે પશુપક્ષીઓ માટે આવી સેન્કચ્યુઅરીની જરૂર નથી હોતી. મનુષ્યને પણ આવા શાંત વિશ્રામસ્થળની આવશ્યકતા હોય છે, જ્યાં પુન: પોતાની જાતને પ્રાપ્ત કરી શકે, જ્યાં એના આત્માને બળ મળે, એના દિલને ચેન મળે અને એના તનને વિરામ મળે. આવું શાંતિધામ એને માટે તીર્થધામ બની જાય છે. સ્થળે એને નવજીવન પ્રાપ્ત થાય છે. એને અહીં અદ્ભુત પ્રકારની શક્તિ મળે છે. અંતરનું બળ મળે છે. એક એવું બળ છે, જે બળથી ઊંચી પાંખે ઊડી ફરી જિંદગીનો મુકાબલો કરી શકે. એક એવી શક્તિ છે જે આપણા મુરઝાયલાં અંતરને નવચેતનાથી ભરી દે છે. શાંતિધામ તીર્થધામ એવું હોય છે કે માનવીને દોડવાની તાકાત આવે છે. હવે દોડે છે પણ એને થાક લાગતો નથી. ચાલે છે પણ ગબડતો નથી.

અંતરાત્માના શાંતિધામ માટે આપણે સૌ ઝંખતાં હોઈએ છીએ. આપણા કરતાં વધુ શક્તિશાળી એવા એક તત્ત્વનીએવા એક સ્થળની આપણે ખોજમાં હોઈએ છીએ, જેના ખોળામાં આપણે માથું ઢાળી શકીએ. શાંતિધામ માટે આપણે કોઈ જાદૂઈ ટાપુની શોધમાં જવાની જરૂર નથી. ઘર છોડવાની પણ જરૂર નથી.

બાઈબલમાં કહ્યું છે, ‘He leadeth me beside the still waters, He restoreth my soul,’ પ્રભુ મને દોરી જાય છે નિશ્ચલ જલ પાસે. મારા આત્માનું પુનર્નિર્માણ કરે છે.’ વાક્યનો આપણે સામાન્ય રીતે એવો અર્થ કરીએ કે શાંત જલ કોઈ સ્થિર સરોવરનાં હશે, અથવા તો મેદાનમાં કોઈક શાંત રીતે વહેતાં ઝરણાંનાં જલ હશે, પણ ના એવું નથી. ઝરણાં તો મોટા તાતિંગ પહાડોની વચ્ચેનાં છે. રોજ ને રોજ ભરવાડ ત્યાં પોતાનાં ઢોર ચારવા લઈ જાય છે, ધસમસતા પ્રવાહની આસપાસ શોધી કાઢે છે શાંતતાના જલ Waters of Quietness. આવી રીતે આપણે પણ જીવનના વેગથી વહેતા મુખ્ય પ્રવાહની આજુબાજુ શાંત અક્ષુબ્ધ જલરાશિ શોધીએ જ્યાં આપણા મનને નવીન બનાવી શકીએ. પૂરપાટ વહેતા જીવનપ્રવાહની આસપાસ આપણે આપણું શાંતિધામ શોધી શકીએ. હા, શોધવું પડે ખરું છે. તો કદાચ તમારા ઘરના પાછલા વાડામાં પણ હોઈ શકે. પાસેના કોઈ બગીચામાં પણ સ્થાન હોઈ શકે. વિજ્ઞાનના એક વિદ્યાર્થીએ ગુરુત્વાકર્ષણના નિયમની શોધ વિષે બતાવ્યું હતું કે વૃક્ષ પરથી સફરજન પડયું ન્યૂટને જોયું એના ઉપરથી એને ગુરુત્વાકર્ષણનો નિયમ સૂઝ્યો. વૃક્ષ પરથી સફરજન પડયું એટલું મહત્ત્વનું નથી, ન્યૂટન એકાંત ઉદ્યાનમાં એકલો બેઠો હતો મહત્ત્વનું છે.

દરેક માણસને પોતાની ‘Sanctuaryની જરૂર હોય છે. એને શોધવા યત્ન કરે છે; પણ દરેકનું શાંતિધામ જુદું હોઈ શકે. પહાડ, સાગર કે સરિતા આવું શાંતિધામ બનતાં હોય છે. નિસર્ગ માનવીને અદ્ભુત શાંતિ બક્ષે છે.

એક સામાન્ય ગૃહિણી. બાળકોની માતા. સતત એને કામ રહે. એણે મને કહ્યું હતું કે હું રસોડામાં જાઉં છું, અને કામ કરતાં દૂર દૂર દેખાતી ગિરિમાળાને જોઉં છું. બસ, મને આનાથી શક્તિ મળી રહે છે.

મારી એક પરિચિત બહેન. સામાજિક કાર્યકર છે. એમના ઘરની ગલીમાં કચરો પડેલો દેખાય. એમનું જીવન એવી દિનચર્યામાં વીતે છે, જેમાં એમને ખાડાટેકરાવાળા રસ્તાઓ પર ચાલવું પડે, દાદર ચઢવા ઊતરવા પડે. નિરસ રેકર્ડઝ રાખવા પડે અને બીજાઓનાં દુ:ખની વાતો સાંભળ્યા કરવાની. એક વખત કંઈક કામ પ્રસંગે હું એને ઘેર અચાનક પહોંચી ગઈ. એણે મને અંદર બોલાવી. જોઉ છું તો એક નાનકડો ઓરડો. એમાં ખૂણામાં એક બાજઠ પર શ્રીકૃષ્ણની છબી. પાસે ધૂપસળી સળગે અને ઘીનો દીવો. એમણે મને કહ્યું, ‘રોજ રાત્રે હું પંદર મિનિટ સુધી દીવા પાસે બેસું છું મારે માટે ધરતી પર જો કંઈ પણ શાંતિદાયક વસ્તુ હોય તો ઘીના દીવાનો સૌમ્ય પ્રકાશ છે.

લખતી વખતે મારા સ્મરણપટ પર ઊપસી આવે છે એક ચિત્ર. બપોરના ત્રણેકનો સમય છે. અમારા ઘરના દીવાન પર બા બેઠાં છે. એમની સામે એક મોટી ટિપોય પર ફૂલો છે. એમાં સાહેલી છે, ગુલાબ છે, મધુમાલતી અને બોરસળી છે. સાથે તુલસીનાં લીલાં પાન છે. ઋતુ ઋતુનાં ફૂલ હોય. એકચિત્તે એક પછી એક ફૂલ સોયામાં પરોવે છે. ઠાકોરજી માટે પુષ્પની માળા બનાવી રહ્યાં છે. એમને આનાથી શાંતિ મળતી. એમના જીવનમાં ચઢાવ ઉતાર આવ્યા પણ પુષ્પની માળાઓ બનાવવાનો સમય એમને માટે ખાસ હતો. ગમે તેટલાં કામ હોય પણ અચૂક માળાઓ બનાવતાં.

કેટલાક માણસોને કોઈ સેવાકાર્યમાં મગ્ન થવાથી મનની શાંતિ સાંપડે છે. તમે પણ ક્યારેક અજમાવી શકો. તમે હતાશ થયા હો, કોઈક ભય કે ચિંતા ઘેરી વળ્યાં હોય ત્યારે કોઈક હોસ્પિટલના વોર્ડમાં પહોંચી જજો. તમે કોઈક દર્દી સાથે વાત કરી શકો તો કંઈ નહિ. કોઈક દર્દીને થોડાંક ફૂલ આપજો. પણ બને તો કોઈક એકાકી વૃદ્ધ સાથે થોડીક વાતો કરજો. કોઈક નાનકડી ભેટ એને આપજો. એનું ચિત્ત પ્રસન્ન થશે અને સાથે તમારું પણ.

મારા એક પરિચિત ભાઈ મોટી કંપનીમાં એક્ઝિક્યુટિવ છે. સતત કામ તો રહે . કહેતા હતા કે બપોરના ચાના સમયે હું પંદરેક મિનિટ મારું મનપસંદ સંગીત સાંભળું છું. એનાથી મારું ચિત્ત ફરી તાજું થઈ જાય છે.

મનની વિશ્રાંતિ માટે સ્નાન પણ ઉપચાર છે. ટબમાં ગરમ પાણીમાં બેસવાથી તાજગી આવે છે. હાઈડ્રો થેરપીની ડૉક્ટરો ભલામણ કરે છે